Home /News /dharm-bhakti /Numerology 6 Jan: જાણો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો રહેશે તમારો દિવસ, સારા નસીબનો સાથ માણવા કરશો આ ઉપાય

Numerology 6 Jan: જાણો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો રહેશે તમારો દિવસ, સારા નસીબનો સાથ માણવા કરશો આ ઉપાય

numerology suggestion

Numerology Today, 6 January 2022: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે.

  નંબર 1 - વિદ્યાર્થીઓ અને સ્ત્રીઓ હાઇ ગ્રેડનો મળી શકશે. ભવિષ્યમાં ગ્રોથની નવી તકો અનુસાર તમારા વિચારોને ઢાળવા માટે તૈયાર રહો. વ્યવહારિક વિચારસરણી અપનાવો અને ભાગીદારી કરવાનું ટાળશો. તમને સામાજિક સમર્થન મળશે, જે કાનૂની અથવા સત્તાવાર મુદ્દાઓનું નિરાકરણ લાવી શકે છે, પરંતુ નાણાકીય સહાય લેવાથી દૂર રહેશો. ડિઝાઇનર્સ, સ્પોર્ટ્સ મેન, એક્ટર્સ, બિલ્ડર્સ અને રાજકારણીઓએ કોઇ પણ નવો પ્રોજેક્ટ હાથમાં લેતા પહેલા બે વખત વિચારવું જોઇએ, નહિં તો મુશ્કેલીઓ આવી શકે છે. લેધર પ્રોડક્ટનો ઉપયોગ કરવાનું ટાળશો. ભગવાન સૂર્યની પૂજા કરો.

  માસ્ટર કલર – પીળો અને લીલો

  લકી દિવસ – રવિવાર

  લકી નંબર -3

  દાન – મંદિરમાં સરસવના તેલનું દાન કરો

  નંબર 2 – ઘરની ઉત્તર દિશામાં વોટર ફાઉન્ટેન રાખો. તમારા માટે આજનો દિવસ અનેક સમૃદ્ધિ અને સિદ્ધિઓથી ભરપૂર રહશે. હોમમેકર્સે આજે ગેધરિંગ રાખવું જોઇએ અને મહેમાનોની સકારાત્મક ઊર્જાને આવકારવી જોઇએ. પાર્ટનરશિપ કંપનીઓ એકલ સાહસ કરતાં વધુ સફળ થશે. આજે વર્ક ફ્રોમ હોમ કરવાનો આગ્રહ રાખશો. તમારી પ્રેમની લાગણીઓને કાયમી સંબંધમાં ફેરવવા માટે રોમેન્ટિક દિવસ છે. વ્યવસાયિક પ્રતિબદ્ધતાઓ કેટલાક વિલંબ સાથે પૂર્ણ થશે. પ્રવાસ કરવાનું ટાળશો. ડિસ્ટ્રીબ્યૂટર્સ, રાજકારણીઓ, વકીલો, રિટેલરો, શિક્ષકો, ડોકટરો અને ઝવેરીઓએ કોઇ પણ ડોક્યુમેન્ટ્સ પર સહી કરતી વખતે સાવચેત રહેવું જોઈએ.

  માસ્ટર કલર – વાદળી

  લકી દિવસ – સોમવાર

  લકી નંબર - 2 અને 6

  દાન – મંદિરમાં અથવા જરૂરિયાતમંદોને દહીંનું દાન કરો

  નંબર 3 – કેળના ઝાડને ખાંડનું પાણી અર્પણ કરશો. તમારી તાર્કિકતા, નરમ વાણી, એકેડેમિક નોલેજ, શારિરીક દેખાવ અને જાદુઇ શબ્દો બીજા પર સરળતાથી પ્રભાવ પાડી શકે છે. જ્યારે પણ તમે તમારા વ્યક્તિત્વને ખૂબ જ આકર્ષક અને મોહક રીતે પ્રસ્તુત કરશો ત્યારે તમારા માટે તે ભાગ્યશાળી સાબિત થશે. યોગ પ્રશિક્ષકો, શિક્ષકો, માર્કેટિંગ અને સેલ્સના લોકો સંગીતકારો, ડિઝાઇનરો, વિદ્યાર્થીઓ, ન્યૂઝ એન્કર્સ, રાજકારણીઓ, અભિનેતાઓ, કલાકાર, ગૃહિણીઓ, હોટેલિયર અને લેખકો આજે કારકિર્દીમાં વિશેષ લાભ મેળવશે.

  માસ્ટર કલર – ઓરેન્જ અને લીલો

  લકી દિવસ – ગુરૂવાર

  લકી નંબર – 3 અને 1

  દાન – મંદિરમાં પીળા ભાતનું દાન કરો

  નંબર 4 – આજના દિવસમાં એક વખત રાહુ પૂજા કરશો અથવા રાહુના નામનો જાપ 108 વખત કરશો. આ જાપથી જીવનમાંથી તમામ પડકારો દુર થશે. તમે સિસ્ટમના એક ભાગ તરીકે સંપૂર્ણ યોગ્યતા સાથે કામ કરી રહ્યા છો, તેથી મહાન બ્યુરોક્રેટ બનાવી શકો છો. સરકાર અથવા જાયન્ટ બ્રાન્ડ્સ સાથે કામ કરતી વખતે તમે હંમેશાં તમારા નંબરની તરફેણનો સ્વાદ માણશો. બ્રોકર્સ, કન્સ્ટ્રક્શન, મશીનરી, મેટલ્સ, સોફ્ટવેર અને ફાર્માક્યુએટીકલ જેવા બિઝનેસમાં આજે કરાર પર હસ્તાક્ષર કરવાનું ટાળવું જોઈએ. યોગ્ય નાણાકિય આયોજન દ્વારા તમારા જીવનમાં નુકસાન ઘટશે અને લાભ વધશે. પિતા હોવાનો ગૌરવ અનુભવ કરી શકશો.

  માસ્ટર કલર – ટીલ

  લકી દિવસ – મંગળવાર

  લકી નંબર – 9

  દાન – મંદિરમાં બે નારિયેળનું દાન કરો

  નંબર 5 – આજે ભગવાન ગણેશની પૂજા અર્ચન ખાસ કરશો. તમારી છબી બનાવવામાં અને કરિયર ગ્રોથ માટે તમારું નસીબ અને મજબૂત સોશ્યલ નેટવર્ક સહકાર આપશે. તમારી જાતે જ કોઇ પણ મૂંઝવણ અનુભવ્યા વગર પ્રોપર્ટીમાં રોકાણ માટેનો મોટો નિર્ણય લઇ શકો છો. સ્પોર્ટ્સમેન અને ટ્રાવેલર્સે સારા સમય માટે રાહ જોવી પડી શકે છે. સારા દિવસ માટે વર્ક ફ્રોમ હોમ અને આળસ કરવાનું ટાળશો.

  માસ્ટર કલર – લીલો અને ગુલાબી

  લકી દિવસ – બુધવાર

  લકી નંબર -5

  દાન – મિત્ર અથવા મંદિરમાં તુલસીના છોડનું દાન કરો

  નંબર 6 - આજે કોઈ ઉદ્દેશ્ય સાથે કામ કરો કારણ કે સારા નસીબને કારણે સરળતાથી તેને પૂર્ણ કરી શકો છો. આજના દિવસે વર્ક ફ્રોમ હોમ અથવા ઓનલાઇન સલાહભર્યુ છે. તેનાથી તમારા કરિયરમાં સારો ગ્રોથ અને સિદ્ધીઓ બંને આવશે. તમે ટીમ લીડર, સમુદાયના નેતા તરીકે, બધાની કાળજી અને પ્રશંસા મેળવી શકશો. સ્પોર્ટસમેન ડિફેન્સ ઓફિસર્સ, સોફ્ટવેર એન્જિનિયર્સ, હોમમેકર્સ, ટીચર્સ, એક્ટર્સ, જોકી અને ડોક્ટરો તેમના કૌશલ્યનું પ્રદર્શન કરવા આગળ વધી શકે છે, કારણ કે દિવસ તેમના માટે ભાગ્યશાળી સાબિત થશે. માતાપિતા બાળકોના પ્રદર્શનથી સન્માનની લાગણી અનુભવાશે અને ભગવાનનો આભાર વ્યક્ત કરશો.

  માસ્ટર કલર – સફેદ

  લકી દિવસ – શુક્રવાર

  લકી નંબર – 6

  દાન – આશ્રમમાં સ્ટીલના વાસણનું દાન કરો

  નંબર 7 - વાણી પર નિયંત્રણ રાખો કારણ કે તમે બીજાને દુઃખ પહોંચાડી શકો છો. હવે તમારા હાથ ખોલશો અને બીજાના સૂચનોને આવકારવા જરૂરી છે. જોકે, તમે કામ કરવા માટે નાના ગૃપ પસંદ કરો છો. આજે તમારે સાથીદારોની જરૂરિયાતમાં વધશે. તમે શ્રેષ્ઠ કાર્ય સાથે બોસ પર પણ સારી છાપ બનાવી શકશો. વિશ્વાસ અને આદર સાથે યુગલો વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનશે. વિલંબ અને ઓડિટ વિના આજે દસ્તાવેજો પર સહી કરી શકો છો. પરંતુ હીલિંગ, પ્રેરણા, ગુપ્ત વિજ્ઞાન, આધ્યાત્મિકતા શાળાઓ, ખેતી, અનાજ વગેરે ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે આ ઉત્તમ દિવસ છે. જ્યાં સુધી તમે વાણીમાં નરમાશ રાખશો ત્યાં સુધી વ્યવસાયિક સંબંધો તંદુરસ્ત રહેશે.

  માસ્ટર કલર – બ્રાઉન

  લકી દિવસ – સોમવાર

  લકી નંબર – 7

  દાન – આશ્રમમાં પુસ્તકો અને સ્ટેશનરીની વસ્તુઓનું દાન કરો

  નંબર 8 - નસીબ તમારી કારકિર્દી અને લવ લાઇફને સંપૂર્ણ અનુકૂળ રહેશે. વ્યવહારમાં ગુસ્સો ઘટાડવા માટે તમને હંમેશાં રખડતા પ્રાણીઓની સેવા કરવાની સલાહ આપવામાં આવે છે. નવી તક અને નવા સંબંધોમાં સચેત રહેશો. તમારી મહત્વાકાંક્ષા તમારા સપનાને પૂર્ણ કરશે. સિનિયર તમારી સાથે માર્ગદર્શક તરીકે કામ કરી રહ્યા છે, તમારે તેનું અનુકરણ કરવું જોઇએ. બિઝનેસ માટે કરવામાં આવેલા ટ્રાન્જેક્શન સફળ અને નફાકારક સાબિત થશે. એગ્રીમેન્ટ્સ અથવા ઇન્ટરવ્યૂઝ કોઇ પણ વિલંબ વગર પૂર્ણ કરી શકો છો. આજે મિત્રોની પાર્ટીમાં અથવા પરીવારના કોઇ ફંક્શનમાં હાજરી આપી શકો છો. સામાજિક નેટવર્ક અને પ્રેમ સંબંધોમાં વિશ્વાસ વધારવા માટે આજે એક શ્રેષ્ઠ સંયોજન બનશે. આજે નોનવેજ અને લિકરના સેવનનો ટાળશો.

  માસ્ટર કલર – સી બ્લૂ

  લકી દિવસ – શુક્રવાર

  લકી નંબર – 6

  દાન – પશુઓને પાણી આપો

  નંબર 9 - મંગળ ગ્રહની એનર્જી મેળવવા માટે શક્ય હોય તો લાલ અથવા બ્રાઉન મોબાઇલ કવર અથવા વોલેટ સાથે રાખો. તમે આજે વધુ હળવાશ અને સમૃદ્ધી અનુભવશો કારણ કે સમસ્યાઓ હવે પૂર્ણ થવા જઇ રહી છે. શિક્ષણ, કાયદા, કાઉન્સેલિંગ અને ફાઇનાન્સ ઉદ્યોગના લોકોને નવી ઉંચાઈઓ મળશે. કલાકારો માટે આશાઓથી ભરેલો દિવસ છે. વ્યવસાય અથવા નોકરીમાં સત્તા મેળવવા માટે જૂના મિત્રો અથવા સાથીદારોનો સંપર્ક કરવા માટે ઉત્તમ દિવસ છે. કારણ કે, શ્રેષ્ઠ જવાબ મળી શકે છે. દિવસની શરૂઆત કરવા માટે લાલ રંગ પહેરવો જોઈએ. તમારા લગ્નની યોજનાને પરિવાર સાથે શેર કરવાનો આજે સારો દિવસ છે કારણ કે તેમના દ્વારા મળેલો ટેકો ભવિષ્યને સરળ બનાવશે. ખર્ચને નિયંત્રિત કરો અને શાકાહારી ભોજન અપનાવો.  માસ્ટર કલર – લાલ

  લકી દિવસ – મંગળવાર

  લકી નંબર – 9 અને 6

  દાન – ગરીબોને તરબૂચનું દાન કરો

  6 જાન્યુઆરીએ જન્મેલા સેલિબ્રિટીઝ: એ આર રહેમાન, કપિલ દેવ, બિંદિયા ગોસ્વામી, દિલજીત દોસાંઝ ,અભિનવ મુકુંદ, જય રામ ઠાકુર
  First published:

  Tags: Dharm Bhakti, Horoscope, Numerology

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन