Home /News /dharm-bhakti /Numerology Suggestions 5 Jan: ઇન્ટરવ્યૂમાં સફેદ કપડા પહેરવાથી તમારું નસીબ સાથ આપશે, જાણો કેવો રહેશે આજનો દિવસ

Numerology Suggestions 5 Jan: ઇન્ટરવ્યૂમાં સફેદ કપડા પહેરવાથી તમારું નસીબ સાથ આપશે, જાણો કેવો રહેશે આજનો દિવસ

numerology suggestion

Numerology Today, 5 January 2022: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે.

  નંબર 1: આજના દિવસે ઇવેન્ટ કંપનીઓ, સ્ટીલ મેન્યુફેક્ચરર, ડિરેક્ટર્સ, ખેડૂતો, સ્ટોક બ્રોકરો બિઝનેસ માટે જોખમ લઈ શકે છે. તમારું નસીબ તમને સાથ આપતું હોવાને કારણે આજે કોઈ વ્યક્તિ તમારા પ્રત્યે પ્રેમની લાગણી વ્યક્ત કરી શકે છે. પારિવારિક જીવનમાં તમારું નસીબ તમને સાથ આપી શકે છે. આજે તમને તમારા સ્વજનો તરફથી સમર્થન, ભેટ, પ્રસ્તાવ અને રિવોર્ડ મળી શકે છે.

  માસ્ટર કલર: લીલો અને ગ્રે

  લકી દિવસ: બુધવાર

  લકી નંબર: 1 અને 5

  દાન: મંદિરમાં લીલા બીજનું દાન કરો.

  નંબર 2: આજના દિવસે સમસ્યાનું નિરાકરણ આવવાની સંભાવના છે. પુરુષોને આજે નેતૃત્વ કરવાની તક મળશે અને મહિલાઓમાં ખૂબ જ આત્મવિશ્વાસ રહેશે. તેમ છતાં, તેમના પ્રદર્શનનું પરિણામ જલ્દી નહીં મળે. માતા પિતાએ બાળકોના ભવિષ્ય માટે રોકાણ કરવાનો આજે સૌથી સારો દિવસ છે. સારા રોમાંસને કારણે યુગલોના સંબંધો વધુ મજબૂત બનશે. મહત્વપૂર્ણ મીટિંગ્સ અથવા ઇન્ટરવ્યૂમાં સફેદ કપડા પહેરવાથી તમારું નસીબ તમને સાથ આપશે.

  માસ્ટર કલર: એક્વા

  લકી દિવસ: સોમવાર

  લકી નંબર: 2 અને 6

  દાન: ગરીબોને મીઠાનું દાન કરો

  નંબર 3: તમારા બિઝનેસ અને સામાજિક નેટવર્કને વિસ્તારીત કરવાની શ્રેષ્ઠ તક છે. આજે વાતચીત ના કરવાને કારણે સંબંધોને નુકસાન થશે, આ કારણોસર મૌન ના રહેવું જોઈએ. ક્રિએટીવ લોકોએ આજે રોકાણ કરવાનો અને રિટર્ન મેળવવાનો સૌથી સારો સમય છે. શિક્ષણવિદો, હોટેલીયર્સ, સંગીતકારો અને રાજકારણીઓએ પ્રમોશન મેળવવા માટેનો અને પ્રચાર કરવાનો સૌથી સારો દિવસ છે.

  માસ્ટર કલર: પીચ

  લકી દિવસ: ગુરુવાર

  લકી નંબર: 3 અને 1

  દાન: આશ્રમમાં કંકુનું દાન કરો

  નંબર 4: ઘરની મધ્યમાં ઇલેક્ટ્રિક સાધનો ના રાખશો. રાહુ ગ્રહની સકારાત્મક અસરો થાય તે માટે તમારી આસપાસ હંમેશા સ્વચ્છતા રાખો. માર્કેટિંગ સ્ટ્રેટેજી પર કાર્ય કરો અને નસીબને તેનું કામ કરવા દો. તમે આજે બિઝી રહેશો, પરંતુ તમારું નસીબ સારું હોવાને કારણે આજે તમને સફળતા મળશે. યુવાનોએ લવ ફીલિંગ્સ શેર કરવાનો આજે સૌથી સારો દિવસ છે. આજના દિવસે નોનવેજનું સેવન ના કરશો.

  માસ્ટર કલર: ટીલ અને ગ્રે

  લકી દિવસ: મંગળવાર

  લકી નંબર: 5

  દાન: ગરીબોને શાકાહારી ભોજનનું દાન કરો

  નંબર 5: રિલેશનશીપમાં ખુશ રહેવા માટે આજે સૌથી સારો દિવસ છે. આજે તમે તમામ સુખ-સુવિધાઓ સાથે ટૂંકી મુસાફરી માટે બહાર જશો. કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થવાની સંભાવના છે. તમારે આજે જે કંઈપણ જોઈએ છે, તેની ખરીદી કરો. સ્ટોક અથવા પ્રોપર્ટીમાં રોકાણ કરો. પ્રમોશન અને મૂલ્યાંકનની મંજૂરી લેવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે.

  માસ્ટર કલર: સી બ્લ્યૂ

  લકી દિવસ: બુધવાર

  લકી નંબર: 5

  દાન: લીલા છોડનું દાન કરો

  નંબર 6: આજે તમને નાણાંકીય લાભ થશે અને બ્રાન્ડ ઇમેજ મજબૂત થશે. આજે તમામ ટાર્ગેટ પૂર્ણ કરશો અને તમે તમારી ઓળખ બનાવી શકશો. સ્પોર્ટ્સમેનને આજે મેચમાં વિજય મળશે. તમારા પરિવાર દ્વારા તમને જે પણ આદર અને સ્નેહ આપવામાં આવે છે, તે માટે ગૃહિણીઓએ ભગવાનનો આભાર માનવો. સરકારી અધિકારીઓને પ્રમોશન મળશે. પ્રોપર્ટીની ડીલ સરળતાથી પૂર્ણ થશે. લગ્ન માટેના પ્રસ્તાવો આવશે.

  માસ્ટર કલર: સ્કાય બ્લ્યૂ

  લકી દિવસ: શુક્રવાર

  લકી નંબર: 6 અને 2

  દાન: અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમમાં શુગરનું દાન કરો

  નંબર 7: તમારી લાગણીઓને આજે છૂપાવવાનો દિવસ છે, તમારા પ્રેમના તમામ સપના પૂરા થશે. આજે પીળી દાળનું દાન કરો. નાની બ્રાન્ડથી તમારા વેન્ચરની શરૂઆત કરો. આજે જે પણ નિર્ણય લેવામાં આવે તેની નાણાકીય સમીક્ષા કરો, કારણ કે આજે તમારા ઓડિટર્સ પર વિશ્વાસ કરી શકાય તેમ નથી. મ્યુઝીક લવર અને રમતગમતના લોકોએ મોટા પ્લેટફોર્મ પર ભાગ લેવો જોઈએ. કારકિર્દીની વૃદ્ધિ થાય તે માટે ટ્રાવેલ કરવાની યોજના બનાવવી જોઈએ.

  માસ્ટર કલર: કેસરી

  લકી દિવસ: સોમવાર

  લકી નંબર: 7

  દાન: આશ્રમમાં ઘઉંનું દાન કરો

  નંબર 8: સફળતા મેળવવા માટે આજે તમને તમારું ભાગ્ય સાથ આપશે. ખાસ કરીને ડૉક્ટરો, વેચાણકર્તાઓ, કોન્ટ્રાક્ટરો, મેન્યુફેક્ચરર, વિદ્યાર્થીઓ અને ખેલૈયાઓને તેમનું નસીબ સાથ આપશે. આજે તમે આત્મવિશ્વાસની મદદથી કોઈપણ મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો. પશુઓ માટે દાન કરવાનો આજે સૌથી સારો દિવસ છે. દંપતી વચ્ચે પ્રેમ સંબંધો સારા રહેશે. ડોકટરો અને ઉત્પાદકોને નાણાંકીય લાભ થશે. મશીનરી ખરીદવા અને પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે આજે શુભ દિવસ છે. તણાવને કારણે શારીરિક તંદુરસ્તી પર અસર થઈ શકે છે, આ કારણોસર સૂતા પહેલા યોગાસન કરો.

  માસ્ટર કલર: બ્લ્યૂ

  લકી દિવસ: શુક્રવાર

  લકી નંબર: 6

  નંબર 9: તમે બધાની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનશો, જેથી તમામ લોકો સાથે હળીમળીને રહો. બિઝનેસમાં રોકાણ કરવા અને ઇન્ટરવ્યૂ આપવા માટે આજે સૌથી સારો દિવસ છે. ઉપરાંત તેમના પાર્ટનરને પ્રભાવિત કરવા માટે યુવાઓ માટે આજે અનુકૂળ દિવસ છે. સમૂહને સંબોધવા, ઇવેન્ટમાં હાજરી આપવા, પાર્ટી હોસ્ટ કરવા, જ્વેલરીની ખરીદી કરવા અને સ્પર્ધાત્મક પરીક્ષા આપવા આજે શ્રેષ્ઠ દિવસ છે.

  આ પણ વાંચો:  નંબર 8 જન્માંક ધરાવતા લોકો માટે આવું રહેશે વર્ષ 2023, આ બાબતોનુ રાખવુ પડશે ખાસ ધ્યાન  માસ્ટર કલર: બ્રાઉન

  લકી દિવસ: મંગળવાર

  લકી નંબર: 9 અને 6

  દાન: ગરીબોને તરબૂચનું દાન કરો

  5 જાન્યુઆરીએ જન્મેલી હસ્તીઓ: મમતા બેનર્જી, મન્સૂર અલી ખાન પટૌડી, દીપિકા પાદુકોણ, કલ્યાણ સિંહ, મુરલી મનોહર જોશી, પરમહંસ યોગાનંદ
  First published:

  Tags: Aaj nu rashifal, Dharm Bhakti, Numerology

  विज्ञापन
  विज्ञापन