Numerology Today, 31 December 2022: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે.
નંબર 1: કોઈપણ મહિનાની 1, 20, 19 અને 28 તારીખે જન્મેલ વ્યક્તિનો મૂળાંક 1 હોય છે. આજનો દિવસ ધીરજ અને રાહ જોવાની માંગણી કરે છે. તમે મહેનતથી જે બીજ વાવ્યું છે અને હવે તેમાંથી નફો મેળવવા માટે તમારે વધુ રાહ જોવાની રહેશે નહીં. તમે હિલીંગ પ્રોસેસમાં જઈ તમારી જાતને તાજગીથી તરબોળ કરી શકો છો. જાળવી રાખવા માટે થોડા દિવસો બાકી છે. તમે હીલિંગ પ્રક્રિયામાં જઈ શકો છો. તમે પાર્ટી, ઈવેન્ટ અને ભોગવિલાસ ટાળી શકો તેવી શક્યતા છે. તમારું જ્ઞાન અને કુશળતા હંમેશા પ્રભાવશાળી રહ્યું છે. પબ્લિક ફોરમમાં સંબંધો સ્થાપિત કરો. કપલોએ ગેરસમજણ અને મિસકોમ્યુનિકેશન ન થાય તેનુ ધ્યાન રાખવું. કલાકારો, નર્તકો, સોલર એનર્જી ડીલર્સ, લેખકો, સરકારી અધિકારીઓ, ડોકટરો, સંગીતકારો અને ગ્લેમર ઉદ્યોગને અવરોધોનો સામનો કરવો પડી શકે છે.
માસ્ટર કલર- બેઈજ લકી દિવસ- મંગળવાર
લકી નંબર- 1 અને 3 દાન: ગરીબોને નારંગીનુ દાન કરો
નંબર 2
કોઈપણ મહિનાની 2, 11, 20 અને 29 તારીખે જન્મેલ વ્યક્તિનો મૂળાંક 2 હોય છે. આજે તમને ગમતી વ્યક્તિ સાથે તમારી પ્રેમની લાગણીઓ વ્યક્ત કરવાનું ટાળો, તેના બદલે ભવિષ્યના સંબંધની યોજના બનાવવા તરફ ધ્યાન આપો. સોમવારે ભગવાન શિવને દૂધાભિષેક કરો. તમારે બીજાઓની ટીકાને ધ્યાનમાં લેવી જોઈએ નહીં, કારણ કે તમારું પરફોર્મન્સ ઉંચુ ગયું છે અને તેઓ ફક્ત તમારાથી ઈર્ષ્યા કરે છે. નોકરીમાં સિનિયરોની મદદથી તમે સફળ થશો. મેનિપ્યુલેશન્સ તમારી સ્પર્ધાત્મકતા નથી તેથી પોતાને સંયમિત રાખો. ફેમિલી ફંક્શનમાં હાજરી આપવા, ટૂંકી સફરની યોજના બનાવવા, સ્ટોકમાં રોકાણ કરવા અને તમારા જીવનસાથીને સરપ્રાઈઝ ગિફઅટ આપવા માટે સારો દિવસ છે. ભાગીદારી રોકાણ અને નિકાસ વેપાર સોદા કરી શકો છો.
કોઈપણ મહિનાની 2, 12, 22 અને 30 તારીખે જન્મેલ વ્યક્તિનો મૂળાંક 3 હોય છે. અત્યારે તમારી કારકિર્દીમાં વૃદ્ધિ થવામાં વિલંબ થઈ રહ્યો છે પણ તમને એક સિનિયર અથવા મેન્ટર મળશે, જે તમને સફળ થવા માટે સારી રીતે માર્ગદર્શન આપશે. આ દિવસ કામના પ્રદર્શનના દબાણની સાથે સાથે સ્પર્ધાનો દિવસ છે. તમારે કારકિર્દીના વિકલ્પ તરીકે સ્પિરીચ્યુલ કાઉન્સિલિંગનો વિકલ્પ શોધવો જોઈએ. ખાસ કરીને ગાયક કલાકારો, કોચ, શિક્ષણવિદો, રાજકારણીઓ અને વકીલો માટે આજે વિકાસશીલ દિવસ છે. કપડાં, જ્વેલરી વગેરેની ખરીદી કરવા માટે આજે શ્રેષ્ઠ દિવસ છે. પુસ્તકો, જ્વેલરી, અનાજ અથવા ટ્રાવેલ બુકિંગ કરી શકાય છે. ડિઝાઇનર્સ, હોટેલીયર્સ, એન્કર, જીવન અને રમતગમતના કોચ અને ફાઇનાન્સર્સ, સંગીતકારોએ ગુરુ મંત્રનો જાપ કરવો જોઈએ. આજે તમારા દિવસની શરૂઆત હળદરના સેવનથી કરો.
કોઈપણ મહિનાની 4, 13, 22 અને 31 તારીખે જન્મેલ વ્યક્તિનો મૂળાંક 4 હોય છે. તમને તમારા બાળકો પર ખૂબ ગર્વ થશે. નિકાસ આયાત અને વ્યાપારી મિલકતમાં રોકાણ કરનારાઓ માટે અનુકૂળ દિવસ છે. બિઝનેસ ડીલ્સ અથવા સરકારી ઓર્ડરો ઝડપથી ક્રેક થઈ શકશે. સેલ્સ એમ્પ્લોય, IT કર્મચારીઓ, થિયેટર કલાકાર અથવા અભિનેતાઓ, ટીવી એન્કર અને ડાન્સરો ઇન્ટરવ્યુ માટે અરજી કરી શકે છે. આજે આ તમામને લાભ મળવવાની ઉજ્જવળ તકો છે. કન્સ્ટરક્શન મટિરિયલ, ધાતુ અને વસ્ત્રોના ઉત્પાદકોએ વ્યવસાયમાં નવી ઓફરની અપેક્ષા રાખવી. સ્વાસ્થ્યને સ્થિર રાખવા માટે લીલા પાંદડાવાળા શાકાહારી ખોરાકનુ સેવન કરવું જરૂરી છે.
કોઈપણ મહિનાની 5, 14, અને 23 તારીખે જન્મેલ વ્યક્તિનો મૂળાંક 5 હોય છે. આજે તમારે ભગવાન ગણપતિની પૂજા અર્ચના કરવી જોઈએ અને તેમના આશીર્વાદ લેવા જોઈએ. સમાન વિચારસરણીવાળા લોકો સાથે ભળવાની વૃત્તિને ભૂલી જાઓ અને અન્યમાં વિશ્વાસ કરવાનું શરૂ કરો. લાંબા સમયની સમસ્યાઓ ઉકેલવા માટે તમને પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. નાણાકીય નફો સાધારણ લાગે છે પરંતુ નિકાસ આયાતમાં રોકાણ પર વળતર મળવાની શક્યતા વધારે છે જેના પર તમારે ધ્યાન આપવું જોઈએ. તમને આપેલ સન્માન બદલ પરિવાર પ્રત્યે તમારે આભાર વ્યક્ત કરવો જોઈએ. આજે શેરબજાર, રમતગમત, ઈવેન્ટ્સ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઈન્ટરવ્યુમાં નસીબ અજમાવી શકાય છે. તમારા જીવનસાથીનો સાથ સહકાર મળશે.
કોઈપણ મહિનાની 6, 15 અને 24 તારીખે જન્મેલ વ્યક્તિનો મૂળાંક 6 હોય છે. જો તમને લીડરશીપ માટેની કોઈ ઓફર આપવામાં આવે તો તમારે ગ્રુપનું નેતૃત્વ કરવું જોઈએ. તકનો ઉપયોગ કરો પછી તે નાની હોય કે મોટી, તે ભવિષ્ય માટે ઉપયોગી થશે. એક આરામદાયક દિવસ જે જીવનમાં સુખ અને સંપૂર્ણતા લાવે છે. વ્યવસાયિક ગ્રાહકોની સમસ્યાઓ હલ કરવાનો અને ડીનર કે શોપિંગ માટે બહાર જવાનુ થઈ શકે છે. ગૃહિણીઓ, સ્પોર્ટ્સમેન, પ્રોપર્ટી ડીલર્સ, ડર્મેટોલોજીસ્ટ, સિંગર, ડિઝાઇનર્સ, ઇવેન્ટ મેનેજમેન્ટ, બ્રોકર્સ, રસોઇયા, વિદ્યાર્થીઓને નવા અસાઈન્મેન્ટ પ્રાપ્ત થશે, જે તેમની વૃદ્ધિમાં વધારો કરશે. રોમેન્ટિક સંબંધો ઘરે ખુશીઓ લાવશે.
કોઈપણ મહિનાની 7, 16 અને 25 તારીખે જન્મેલ વ્યક્તિનો મૂળાંક 7 હોય છે. વર્ષમાં ઓછામાં ઓછા એક વખત કેતુની પૂજા કરો. મોટા અંગત નિર્ણયો લેતા પહેલાં તમારે માતાપિતાની સંમતિ લેવાની જરૂર જણાય છે. માતા અને અન્ય વરિષ્ઠોના સૂચનો ધ્યાનથી સાંભળો. આજે જે સમસ્યા મોટી લાગે છે તે ટૂંક સમયમાં જ દૂર થઈ જશે. કોઈ તમને નીચે ખેંચી શકે તેવી શક્યતા છે પરંતુ સફળ થશે નહીં. જ્વેલર્સ, વકીલો, કુરિયર, પાયલોટ, રાજકારણીઓ, થિયેટર આર્ટિસ્ટ, સીએ, સોફ્ટવેર સાથે સંકળાયેલા લોકો ખાસ નસીબનો આનંદ માણશે.
કોઈપણ મહિનાની 8, 17 અને 26 તારીખે જન્મેલ વ્યક્તિનો મૂળાંક 8 હોય છે. યાદ રાખો કે તમારા શબ્દો તમારા ભાગ્યને ઘડવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવી શકે છે, તેથી વાણીમાં હંમેશા નરમાઈ જાળવી રાખો. મોટી કંપનીઓ સાથે તમારું જોડાણ ભવિષ્યમાં ઉત્તમ વળતર આપે છે, પરંતુ વર્તમાન સમય સંઘર્ષમય લાગે છે તેથી ધીરજ રાખો. ઘણી જવાબદારીઓને કારણે તણાવ વધુ રહેશે, કાનૂની વિવાદો હવે ટૂંક સમયમાં જ ઉકેલાઈ જશે. ડોક્ટરો અને ઉત્પાદકો સિદ્ધિઓથી સન્માનિત થશે. ભાગીદારો સાથે રૂબરૂમાં દલીલો થવાની શક્યતા હોવાથી મગજ શાંત રાખો. આજે અનાજનું દાન કરવું અને મોસંબીનું સેવન કરવું જરૂરી છે.
કોઈપણ મહિનાની 9, 18 અને 27 તારીખે જન્મેલ વ્યક્તિનો મૂળાંક 9 હોય છે. કપલ પ્રવાસની યોજના બનાવી શકે છે અને સાથે થોડો સમય સાથે વિતાવી શકે છે. વિદેશી અને તાલીમ વ્યવસાયમાં લીડ અને બાઉન્સ વધે છે. તમારે આજે ભીડથી દૂર રહેવું જોઈએ, કારણ કે ઈજા થવાની શક્યતા છે અને બદનામીનો સામનો કરવો પડી શકે છે. પ્રેમમાં રહેલા લોકો માટે તેમની લાગણી વ્યક્ત કરવા માટે એક અદ્ભુત દિવસ. વ્યવસાયિક સંબંધો અને સોદાઓને સાકાર થવા માટે વધુ સમયની જરૂર છે. ગ્લેમર ઇન્ડસ્ટ્રી અને મીડિયાના લોકો ખ્યાતિનો આનંદ માણશે અને રાજકારણીઓ આજે મોટી તકો પૂરી કરશે. પબ્લિક ફિગર અને વિદ્યાર્થીઓએ આ દિવસનો ઉપયોગ સહયોગ અને પ્રગતિ પ્રાપ્ત કરવા માટે કરવો જોઈએ. વિદ્યાર્થીઓ, પ્રશિક્ષકો, સંગીતકારો, લેખક, ડિઝાઇનર્સ, ડોકટરો, વકીલો, એન્જિનિયરો અને અભિનેતાઓને આજે ખાસ લોકપ્રિયતાનો આનંદ મળશે.