Home /News /dharm-bhakti /Numerology Special Article 8 January: શું તમે પણ વિદેશમાં સેટલ થવા માંગો છો? તો તમારી જન્મ તારીખમાં હોવા જોઇએ આ અંકો
Numerology Special Article 8 January: શું તમે પણ વિદેશમાં સેટલ થવા માંગો છો? તો તમારી જન્મ તારીખમાં હોવા જોઇએ આ અંકો
Numerology suggestion
Numerology Today, 8 January 2022: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. ત્યારે જન્મતારીખ પરથી પણ તમારી કારકિર્દી અંગે જાણી શકાય છે, ત્યારે વિદેશમાં કામ કરવા અથવા સ્થાયી થવા માંગતા લોકોની જન્મ તારીખમાં આ નંબર મહત્વના છે.
એક કે બીજા કારણસર જો કોઈ વ્યક્તિ બીજા દેશના વિઝા (Foreign Visa) મેળવવામાં અસમર્થ છે, પરંતુ તે વિદેશ (Jobs in Foreign Country)માં કામ કરવા અથવા સ્થાયી થવા માંગે છે અથવા તો ટ્રાવેલિંગ (Travel) કરવાની પૂરતી તક ન મળતી હોય તો તેની જન્મ તારીખમાં 9,5 અને 1 અંક પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે અવશ્ય સામેલ (placement of digits) હોવા જોઈએ.
નંબર 9 બુદ્ધિ માટે છે અને મજબૂત ઇચ્છાશક્તિને કારણે તે વ્યક્તિને સફળતા તરફ લઈ જાય છે. એટલું જ નહિં તે લડાયક વલણ આપે છે, સ્વપ્નને સાકાર કરવાનું માર્ગદર્શન આપે છે, અને આ નંબર વ્યક્તિને ઓર્ગેનાઇઝેશનમાં સંપન્ન અને ઉત્કૃષ્ટ બનાવે છે.
નંબર 5 સંતુલન સૂચવે છે, આ સંખ્યા જલદીથી અન્યનો વિશ્વાસ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. તે સ્વતંત્રતાની ભાવના પ્રગટ કરે છે અને બીજાના જીવનમાં પ્રેરણાદાયી પણ બનાવે છે. આ નંબર ટીમમાં કામ કરવા માટે જરૂરી ગુણો આપે છે. તે પ્રવાહિતા માટેની સંખ્યા છે અને મુસાફરી માટે રુચિ પ્રદાન કરે છે. નંબર 5 એ આજુબાજુની બધી જગ્યાઓ એક્સપ્લોર કરવા માટે પણ રસ જગાવે છે.
નંબર 1 અસરકારક સંદેશાવ્યવહાર માટે આવશ્યક સંખ્યા છે. તમે તમારા વિચારો ત્યારે જ વ્યક્ત કરી શકો છો જો તમે વ્યક્ત કરવામાં સારા હોય. 1 નંબર જીવનમાં સફળતા મેળવવાનો નિશ્ચય પ્રદાન કરે છે. આ બધી સંખ્યાઓ એક સાથે એકઠી થાય છે અને વાસ્તવિક દુનિયામાં તમારા સ્વપ્નને વિશ્વભરમાં તમારા ઇચ્છિત સ્થળે સાકાર કરવા માટે તમને પાત્ર બનાવે છે. આ સંખ્યાઓની ગેરહાજરી હોવાથી દેશની બહાર નીકળવામાં અને કામ કરવા માટે સંઘર્ષ કરવો પડી શકે છે. તમારે એ હકીકતને સ્વીકારવી પડશે કે વિદેશ માત્ર તમારા માટે મુલાકાત લેવાનું સ્થળ છે, વ્યાવસાયિક કાર્ય કરવા માટેનું નહીં.
પરંતુ અંકશાસ્ત્ર વિજ્ઞાનમાં વિદેશ યાત્રા માટે સૌથી સારો ઉપાય એ છે કે મોબાઈલ સીરીઝમાં 9, 5 અને 1 નંબરનો સમાવેશ કરવામાં આવે. જે તમને અંકો અને ગ્રહોની શક્તિઓને આકર્ષિત કરવામાં મદદ કરશે જે વિદેશની મુસાફરી માટે જરૂરી છે.
દાન: પશુઓને લીલા પાંદડાવાળા શાકભાજીનું દાન કરો.
- ભગવાન બાલાજીની પ્રદક્ષિણા કરો અને જાપ કરો
Published by:Damini Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર