Home /News /dharm-bhakti /Numerology Suggestions: જાણો અંક 17 ધરાવતી વ્યક્તિઓની ખાસિયતો અને સ્પેશ્યલ કનેકશન

Numerology Suggestions: જાણો અંક 17 ધરાવતી વ્યક્તિઓની ખાસિયતો અને સ્પેશ્યલ કનેકશન

ન્યૂમોરોલોજીથી જાણો કેવાં હોય છે આ તારીખે જન્મેલાં લોકો

Numerology predictions: જ્યોતિષશાસ્ત્ર અને અંકશાસ્ત્ર માનવના જીવનમાં ઘણી અસર કરે છે. તેના આધારે વ્યક્તિનું જીવન કેવું રહેશે તેનો અંદાજ લગાવી શકાય છે. બાળકના સ્વભાવનું પણ આંકલન કરી શકાય છે. તો ચાલો જાણીએ વ્યક્તિની જન્મતારીખ પરથી કે તેઓનું વ્યક્તિત્વ અને જીવન કેવું હોઈ છે અને રહેશે.

વધુ જુઓ ...
અંક 17 પોતાનામાં જ એક અદભૂત વિશિષ્ટતા ધરાવે છે. આ અંક ધરાવનાર મોટા રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ હોય છે. પીએમ નરેન્દ્ર દામોદરદાસ મોદી હોય કે સીએમ કેજરીવાલ હોય, આ અંકે પોતાનો પ્રભાવ અને ઉચ્ચતા સાબિત કરી છે. આ અંકના સ્વામી વ્યક્તિઓ પોતાની હેલ્થ, વ્યક્તિગત અને કુટુંબની સમસ્યાઓથી ઉપર ઉઠીને સમાજમાં પાવરફૂલ સ્થાન મેળવે છે.

શુભ રંગ : બ્લુ, ગ્રે, બ્રાઉન અને બ્લેક

શુભ દિવસ: શનિવાર અને શુક્રવાર

લકી નંબર: 8 અને 6

17 અંક ધરાવતી વ્યક્તિઓની ખાસિયતો


આ શુભ અંક ધરાવતી વ્યક્તિઓ પોતાના કાર્ય માટે સંપૂર્ણપણે સમર્પિત હોય છે. તેઓ કરુણાશીલ, મહત્વાકાંક્ષી, અત્યંત જવાબદાર હોય છે. પોતાના પ્રેમી કે પ્રેમિકા પ્રત્યે સંપૂર્ણ વફાદાર અને વિશ્વાસપાત્ર હોય છે. તેમો માનસિક રીતે સજાગ હોય છે અને પોતાની વાત સરળતાથી કોઈને જણાવતા નથી. તેઓ મૌન રહીને પોતાનું કામ કરતા રહે છે અને અચાનક તેઓ છવાઈ જાય છે. તેઓ ગમે તેટલા ગરીબ પરિવારમાં જન્મ્યા હોય કે કઠિન સંઘર્ષનો સામનો કરવો પડે, તેઓ સફળ થયા પછી જ ઝંપે છે. આ લોકોમાં અદ્ભુત જુસ્સો હોય છે. તેઓ સરળતાથી કોઈને પણ પોતાનો મિત્ર બનાવતા નથી અને જ્યારે પણ મિત્ર બનાવે છે, ત્યારે તેઓ અંત સુધી તેમનો સાથ છોડતા નથી.

આ પણ વાંચો: 5 નવેમ્બરના દિવસે 5 રાશિઓના જાતકો જરૂર કરો આ કામ, શનિદેવ થશે પ્રસન્ન

કાર્ય કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો


આ અંકના વ્યક્તિએ ઓવર વર્ક કરીને શક્તિનો દુરુપયોગ કરવાને કારણે તંદુરસ્તી ગુમાવવાની શક્યતા છે. તેથી કામ અને હેલ્થ બંનેનું સમતોલન જાળવવું જરૂરી છે. નિર્ણય લેતી વખતે હઠીલા બનવાની સંભાવના છે તો બહુ વિચારીને નિર્ણય લેવો જોઇએ. પોતાની જાતને ઓછી આંકીને ઘણી બધી જવાબદારીઓ લેવાની ટેવ ભૂલભરેલી થઈ શકે છે.

કારકિર્દીના વિકલ્પો


બાંધકામ, દલાલનો વ્યવસાય, કૃષિ, રાજકારણ, ધાતુનું ઉત્પાદન, આંતરિક સજાવટ, ફેશન ઉદ્યોગ, ખાણો, સિમેન્ટ, હીરા, તેલ અને ગેસ રિફાઇનરી, એન્જિનિયરિંગ, કાગળ, વસ્ત્રોનું ઉત્પાદન વગેરે જેવા પ્રોફેશનમાં તેઓ પોતાનું ભાગ્ય અજમાવી શકે છે.

આ પણ વાંચો: Numerology Suggestions: આ તારીખે જન્મેલા લોકો સ્માર્ટ અને ઇન્ટેલિજન્ટ હોય છે, ઉદ્યોગ અને કલા જગતમાં બનાવે છે નામ

17 અંક ધરાવતી વ્યક્તિઓ માટે ઉપાય  • પશુઓ અથવા ગરીબોને લીલા અનાજનું દાન કરો.

  • પ્રાણીઓની સેવા કરો.

  • તમારી આસપાસની જગ્યા હંમેશા સુઘડ અને સ્વચ્છ રાખો.

  • આસપાસના લીલા છોડને પાણી આપો.

  • જેઓ તમને સેવાઓ આપી રહ્યા છે તેમની સાથે હંમેશા નરમ અને પ્રેમભર્યો વ્યવહાર કરો.

  • બધા સોમવારે ભગવાન શિવને દૂધ ચઢાવો.
  • કોઈપણ પ્રકારની કસરત કરો.

  • જાગ્યા પછી તરત જ તમારા ધાબળાને ફોલ્ડ કરો.

  • વર્ષમાં ઓછામાં ઓછા એક વખત શનિ પૂજા કરો.

  • કૃપા કરીને નોન વેજ, દારૂ, તમાકુ અને ચામડાથી દૂર રહો.

First published:

Tags: Dharm Bhakti, Horoscope, Numerology

विज्ञापन
विज्ञापन