Union
Budget 2023

Highlights

Home /News /dharm-bhakti /Numerology Special Article 9 January: જન્મતારીખમાં આ નંબર ધરાવતા જાતકોને છે સરકારી નોકરી મળવાના વધુ ચાન્સ

Numerology Special Article 9 January: જન્મતારીખમાં આ નંબર ધરાવતા જાતકોને છે સરકારી નોકરી મળવાના વધુ ચાન્સ

આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે

Numerology Today,9 January 2022: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. ત્યારે જન્મતારીખ પરથી પણ તમારી કારકિર્દી અંગે જાણી શકાય છે, ત્યારે વિદેશમાં કામ કરવા અથવા સ્થાયી થવા માંગતા લોકોની જન્મ તારીખમાં આ નંબર મહત્વના છે.

વધુ જુઓ ...
જો તમારી જન્મતારીખમાં સીધી અથવા આડકતરી રીતે 4,6 અને 9 નંબર હોય અને જો તમરૂં લક્ષ્ય સરકારી સંસ્થામાં જોડાવાનું હોય તો શક્યતા વધી જાય છે. સરકારમાં ઉંચો હોદ્દો મેળવવા માટે સખત પરિશ્રમ અને સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવાનો મક્કમ નિર્ધાર કરવો જરૂરી બને છે. 4 મૂળાંક ધરાવતા લોકો દર્શાવેલ આ તમામ ગુણો ધરાવે છે. આ 4 નંબર પ્લાનિંગનો છે.

તમે કોઈપણ યોજનામાં 4 મૂળાંકના વ્યકતિના પ્લાનિંગ સહયોગ વગર સફળતા પ્રાપ્ત કરી શકતા નથી. નંબર 4 વ્યક્તિની વર્ક સ્ટાઈલમાં વ્યવસ્થિત ઓર્ડર-ક્રમ, ડિસિપ્લિન અને મેનેજમેન્ટ સ્કિલ હોય છે. નંબર 4 ઉંચા હોદ્દા પર રહેવા માટે પણ જવાબદાર છે. આ મૂળાંક ધરાવતા લોકો જાણે છે કે કેવી રીતે બીજા પાસેથી કામ કરાવવાનું છે, તેથી જ તેઓ મહાન વ્યૂહરચનાકાર(સ્ટ્રેટજીસ્ટ) બને છે. આ આવડત તમને મહત્વાકાંક્ષી અને વ્યવહારુ પણ બનાવે છે. મજબૂત પરિશ્રમ અને ખંતથી લક્ષ્ય કઈ રીતે હાંસલ કરવુ તે આ મૂળાંકના લોકો શીખે છે.

6 નંબર ધ્યેય સુધી પહોંચવા માટે જરૂરી જવાબદારી અને મજબૂત નિશ્ચયની ભાવના આપે છે. આ આવડત અપાર તકો લાવે છે અને તક કઈ રીતે ઝડપીને સફળતા મેળવવી તે પણ શીખે છે. તે તમારી ક્ષમતાઓને સાબિત કરવા માટેના સુવર્ણ દરવાજા ખોલે છે.

9 નંબર તમને સમાજમાં ખ્યાતિ અપાવે છે. તે વ્યક્તિને ખૂબ કાળજી લેનાર અને મજબૂત બનાવે છે. આ મૂળાંકના લોકો માનસિક રીતે સતર્ક અને જાણકાર હોય છે. તે વ્યક્તિની બુદ્ધિને યોગ્ય દિશામાં પ્રેરિત કરે છે. તે મહત્વાકાંક્ષી, અધિકૃત અને પ્રોફેશનલ મોરચે સફળતા પ્રાપ્ત કરવા માટે જરૂરી છે.



સરકારી હોદ્દા મેળવવા માંગતા, સરકારનું પ્રતિનિધિત્વ કરવા ઈચ્છતા અથવા સરકારનો ભાગ બનવા ઈચ્છતા હોવું, પરંતુ આ નંબર ખૂટતા હોય તો તેઓએ ગ્રહ ઊર્જા (પ્લેનેટ એનર્જી)નો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે આ નંબરોને તેમના મોબાઈલ નંબરમાં અપનાવવા જોઈએ.

લકી કલર્સ : સફેદ અને કાળો

લકી દિવસ : શનિવાર અને મંગળવાર

લકી નંબર : 9

દાન: ભિખારીઓને ફૂટવેર દાન કરો

- તમારા ઓફિસના ટેબલ પર ફટકડીનો ટુકડો રાખો
First published:

Tags: Dharm Bhakti, Horoscope, Numerology

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन