Home /News /dharm-bhakti /Numerology Special Article 10 January: શું તમે ઉચ્ચ અભ્યાસ માટે કરી રહ્યા છો પ્લાનિંગ? તો આ અંકો તમારા માટે છે ખાસ

Numerology Special Article 10 January: શું તમે ઉચ્ચ અભ્યાસ માટે કરી રહ્યા છો પ્લાનિંગ? તો આ અંકો તમારા માટે છે ખાસ

Numerology Suggestions

Numerology Today, 10 January 2022: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. ત્યારે જન્મતારીખ પરથી પણ તમારી કારકિર્દી અંગે જાણી શકાય છે, ત્યારે વિદેશમાં કામ કરવા અથવા સ્થાયી થવા માંગતા લોકોની જન્મ તારીખમાં આ નંબર મહત્વના છે.

વધુ જુઓ ...
  જે લોકો વધારે નોલેજ (Knowledge) મેળવવા ઇચ્છે છે અથવા ઉચ્ચ અભ્યાસ (Lucky Numbers for Higher Studies) કરવા માંગે છે, તેમની જન્મ તારીખમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે 1,4,8 અને 9 નંબરની હાજરી ખાસ (Numbers Must be in Birthdate) હોવી જોઈએ. નંબર 1 એ સર્જનાત્મકતા અને સંશોધનાત્મક વિચારો માટેનો અંક છે. જે તેવા ઉચ્ચ અભ્યાસ માટે ખૂબ જ આવશ્યક છે, જે મોટે ભાગે પ્રોજેક્ટ અથવા સંશોધન આધારિત હોય છે. સારી અભિવ્યક્તિ સાથે વાતચીતમાં પણ આ અંક જરૂરી છે. આપણી શિક્ષણ પ્રણાલી એવી છે કે કોઈએ જે પણ જ્ઞાન મેળવ્યું છે તેનું મૂલ્યાંકન કરવા માટે ગુણને ખાસ મહત્વ આપવામાં આવે છે. તેથી તમે પસંદ કરેલ વિષય પર્યાપ્ત છે તે જાણવું જરૂરી છે. અભ્યાસની સફળ પૂર્ણાહૂતિ માટે લેખિત અથવા મૌખિક રીતે વિચારો વ્યક્ત કરવાની અથવા વાતચીત કરવાની આવશ્યકતા રહે છે, જે તમને નંબર 1માંથી મળે છે.

  નંબર 4 અલગ અલગ પાત્ર અને દરેક વસ્તુને જુદા જુદા દ્રષ્ટિકોણથી જોવાની ક્ષમતા આપે છે. તે વ્યક્તિને જિજ્ઞાસુ બનાવે છે અને તે તેની બધી જરૂરિયાત અનુસાર તમામ સવાલોના જવાબ શોધવા માટે સક્ષમ બનાવે છે. તે તમને સકારાત્મક, તાર્કિક, બિનપરંપરાગત, સાયન્ટિફિક, સિસ્ટેમેટિક, સખત મહેનતું બનાવે છે, જે સારું અને ઉચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.

  નંબર 8 જ્ઞાન અને શિક્ષણ માટેનો અંક છે. તે તમને સખત મહેનતુ અને સુવ્યવસ્થિત બનાવે છે. નંબર 9 બૌદ્ધિક ક્ષમતાઓ, સુપર મેમરી, માનસિક સતર્કતા તેમજ શાર્પ લર્નર માટેનો અંક છે. તે તમને મહાન વિચારક અને ચર્ચાઓમાં પણ પારંગત બનાવે છે, જે ગ્રુપ ડિસ્કશનમાં ખૂબ જ આવશ્યક છે.

  આ સંખ્યાઓની હાજરી અથવા આ સંખ્યાઓના સંયોજનથી જેઓ વિદેશમાં અભ્યાસ કરવાનું અથવા ઉચ્ચ અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવાનું આયોજન કરી રહ્યા છે, તેને સરળ રીતે શક્ય બનાવી શકે છે. યાદ રાખો કે આ નંબરો તેમને શિક્ષણક્ષેત્રે ઉચ્ચ સ્તર પર લઇ જઇ શકો છે, પરંતુ એવા કિસ્સાઓમાં કે જ્યાં તમે આ નંબરો અથવા આમાંનો કોઈ એક નંબર ન હોય તો તેને તમારી મોબાઇલ નંબર સિરીઝમાં સામેલ કરો. તમારા મોબાઇલ નંબરમાં આ અંકો રાખવાનો ફાયદો એ છે કે મોબાઇલ નંબર એ સમગ્ર વિશ્વ સાથે વાતચીત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. તેથી સિરીઝમાં જે સંખ્યાઓ પહેલેથી જ દેખાઈ રહી છે તે સંબંધિત ગ્રહોની શક્તિ અને ઉર્જાને આકર્ષિત કરી શકે છે. તેથી જ્યાં પણ તમને આ ગ્રહોના આશીર્વાદ અથવા એનર્જીનો અભાવ વર્તાય છે, ત્યાં તમે તેને તમારા મોબાઇલના કમ્યુનિકેશન નંબર દ્વારા સીધી જ પ્રાપ્ત કરી શકો છો.

  આ પણ વાંચો: Numerology 2023: 5, 14 અને 23ના રોજ જન્મેલા લોકો માટે 2023 કેવું રહેશે? અહીં જાણો  દાન

  - ગરીબોને પીળા ભાતનું દાન કરો.

  - તમારા ગુરૂજી અથવા તુલસી પાસે દિવો પ્રગટાવો અથવા ગુરૂ મંત્રનો જાપ કરો.

  - ભગવાન શંકરનું પેન્ડન્ટ પહેરો.

  - સૂતા પહેલા લાલ પેનથી તમારી ઇચ્છાને કોઇ બુકમાં લખો.

  - દરેક બુધવારે ભગવાન ગણેશે લીલું ઘાસ અથવા દુર્વા ચઢાવો.

  - નોન વેજ, દારૂ, તમાકુ અને લેધરનો ઉપયોગ ટાળો.
  First published:

  Tags: Dharm Bhakti, Horoscope, Numerology

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन