Home /News /dharm-bhakti /Numerology Suggestions 9 Feb: આ લોકો માટે રોમેન્ટિક સંબંધો ઘરમાં ફરી ખુશીઓ લાવશે, જાણો કેવો રહેશે આજનો દિવસ

Numerology Suggestions 9 Feb: આ લોકો માટે રોમેન્ટિક સંબંધો ઘરમાં ફરી ખુશીઓ લાવશે, જાણો કેવો રહેશે આજનો દિવસ

Numerology Suggestions

Numerology Today 9 February 2023: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. ત્યારે જન્મતારીખ પરથી પણ તમારી કારકિર્દી અંગે જાણી શકાય છે, ત્યારે વિદેશમાં કામ કરવા અથવા સ્થાયી થવા માંગતા લોકોની જન્મ તારીખમાં આ નંબર મહત્વના છે.

વધુ જુઓ ...
  નંબર 1 (1, 20, 19 અને 28 તારીખે જન્મેલા લોકો): લોકોનું ધ્યાન ખેંચવા પીળા અથવા નારંગી રંગના વસ્ત્રો પહેરો. જૂના ઓર્ડરનું પેમેન્ટ સરળતાથી મળશે પરંતુ નવા ઓર્ડરનો ફ્લો ધીમો રહેશે. તમારી વાણીની રચનાત્મક શૈલી અન્ય લોકોને આકર્ષિત કરશે. કપલ ઈમોશનલી એકબીજા સાથે જોડાયેલા રહેશે. પરંતુ, સાથે સમય પસાર કરવો મુશ્કેલ બનશે. સરકારી અધિકારીઓ, ડોકટરો, સંગીતકારો, ચિત્રકારો, રસોઇયા અને શેફ, કલાકારો કમાણી માણશે. તમારા મંતવ્યો અને નિર્ણયો પર અડગ રહો કારણ કે તમારો નિર્ણય સાર્વત્રિક રીતે સ્વીકારવામાં આવે છે.

  માસ્ટર કલર : ઓરેન્જ

  લકી દિવસ : રવિવાર અને મંગળવાર

  લકી નંબર : 1 અને 9

  દાન: ભિક્ષુકોને અથવા પ્રાણીઓને મીઠાયુકત ખોરાકનું દાન કરો

  નંબર 2 ( 2જી, 11મી, 20મી અને 29મી તારીખે જન્મેલા લોકો): અંગત સંબંધોને વધારવા માટે ઘરમાં ચાંદીના હંસલાઓની રમકડાંની જોડી રાખો. અંતર્જ્ઞાન એક નવી ઊંચાઈ પર છે. તેથી તમામ મોટા નિર્ણયો લેવા માટે તમારી આંખો બંધ કરો અને તમારા હૃદયની વાત સાંભળો. તમે ખૂબ જ નિર્દોષ હોવાને કારણે નુકસાન થવું સહેલું છે. ફક્ત એક્સપોર્ટ બિઝનેસ ડીલ પર જ ધ્યાન આપજો. સંબંધોમાં રોમાંસ વધશે અને એક નવા વળાંક સુધી પહોંચશે પરંતુ આંધળો વિશ્વાસ ન કરતા

  માસ્ટર કલર્સ : ગુલાબી અને આકાશ વાદળી

  લકી દિવસ : સોમવાર

  લકી નંબર : 2

  દાન: આજે ભિક્ષુકોને તેલ દાન કરો

  નંબર 3 (3જી, 12મી, 22મી અને 30મી તારીખે જન્મેલા લોકો): તમારા કાર્યસ્થળની પૂર્વ દિશાની દિવાલમાં લીલા પર્વતની સિનરી મૂકો. વૃદ્ધ લોકો અને તમારા શિક્ષકો પ્રત્યે આદર ભાવ જાળવજો. પાક લણવાનો અને તેમાંથી પૈસા કમાવવાનો સમય છે. નામ અને ખ્યાતિ સામેથી તમારી પાસે આવશે. પરંતુ તમારા ગુરુને આદર સન્માન આપવાનું યાદ રાખો. તમારા ગુરુ અથવા ભગવાન સમક્ષ દીપ પ્રગટાવો. ખાસ કરીને રાજકારણીઓ અને વકીલો માટે અત્યંત પ્રભાવશાળી દિવસ છે. ખરીદી કરવા, પ્રવેશ લેવા, ઘર અથવા વાહન ખરીદવા, કપડાં અથવા ડેકોરે માટે આજે શ્રેષ્ઠ દિવસ છે. ડિઝાઇનર્સ, હોટેલીયર્સ, એન્કર, કોચ અને ફાઇનાન્સર્સ, સંગીતકારોને આજે વિશેષ સિદ્ધિઓ મળશે.

  માસ્ટર કલર : લાલ

  લકી દિવસ : ગુરુવાર

  લકી નંબર : 3 અને 9

  દાન: મંદિરમાં ચંદનનું દાન કરો

  નંબર 4 ( 4, 13, 22, 31 તારીખે જન્મેલા લોકો): ગુરુ ગ્રહની ઉર્જા મેળવવા માટે તુલસીજીની માળા ધારણ કરો. આજનો દિવસ મહેનત-ખંત, ડિમાન્ડિંગ, ડિસિપ્લિન અને કડકાઈનો દિવસ છે. તમારા બધા પ્રયત્નો અંતે લાભદાયી નિવડશે. પર્સનલ કનેક્શનની શક્તિનો ઉપયોગ કરવા માટેનો ઉત્તમ દિવસ છે, કામ સરળતાથી પૂર્ણ થશે. થિયેટર કલાકાર અથવા એક્ટર્સ, એન્કર અને નર્તકો માટે આજે લાભ મેળવવાની ઉજ્જવળ તકો છે. તેથી ઓડિશન માટે અરજી આવશ્યક કરવી. મેટલના ઉત્પાદકો, બિલ્ડરો, વિતરકો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસ, આઈટી પ્રોફેશનલ, કપડાના ધંધામાં વધુ નફા સાથે દિવસનો અંત આવે. લીલા પાંદડાવાળા શાકભાજી અવશ્ય ખાઓ.

  માસ્ટર કલર્સ : ટીલ અને પર્પલ

  લકી દિવસ : મંગળવાર

  લકી નંબર : 9

  દાન: બાળકોને રોપા દાન કરો

  નંબર 5 ( 5, 14, 23 તારીખે જન્મેલા લોકો): ટ્રાવેલ, શેરબજાર, રમતગમત, રિટેલ અને આયાત- નિકાસના બિઝનેસમાં રોકાણ પર નાણાંકીય નફો મેળવવા અને વધુ રિટર્નની મેળવવા ઘર અથવા ઓફિસમાં Cysts Quartz મૂકો. તમારે આંખો ખોલવાની અને તમારા જીવનસાથી દ્વારા આપવામાં આવેલા આદરને આવકારવાની જરૂર છે. આજે રાજકારણ, બાંધકામ, અભિનય, શેરબજાર, નિકાસ, સંરક્ષણ,ઈવેન્ટ્સ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઇન્ટરવ્યુમાં ભાગ્ય અજમાવવું જોઈએ.

  માસ્ટર કલર્સ : લીલો અને નારંગી

  લકી દિવસ : બુધવાર

  લકી નંબર : 5

  દાન: ગરીબોને બ્રાઉન રાઇસ દાન કરો

  નંબર 6 (6, 15, 24 તારીખે જન્મેલા લોકો): આજના દિવસની શરૂઆત તમારા મોંઢામાં તુલસીજીનું પાન લઈને કરો. આજે ઉત્તમ વૈભવી દિવસ જે જીવનમાં અંતે સમૃદ્ધિ અને પૂર્ણતા લાવશે. જીવનસાથી સાથેની સમસ્યાઓ ઉકેલવાનો અને ખરીદી માટે બહાર જવાનો સમય છે. ડિઝાઇનર્સ, ઇવેન્ટ મેંગેનીઝ, બ્રોકર્સ, શેફ, વિદ્યાર્થીઓને નવી એસાઈનમેન્ટ પ્રાપ્ત થશે, જે વૃદ્ધિમાં વધારો કરશે. રોમેન્ટિક સંબંધો ઘરમાં ફરી ખુશીઓ લાવશે.

  માસ્ટર કલર : વોયલેટ

  લકી દિવસ : શુક્રવાર

  લકી નંબર : 6

  દાન: સફેદ રૂમાલ દાન કરો

  નંબર 7 ( 7, 16 અને 25 તારીખે જન્મેલા લોકો): સોનાની કે ચામડાની ચેનને બદલે સિલ્વર મેટાલિક ચેન પહેરો. આજે તમને પરિવાર અને મિત્રો તરફથી વિશેષ સહયોગ અને માર્ગદર્શન પ્રાપ્ત થશે. વકીલો, CA, સંરક્ષણ અધિકારીઓ, પ્રવાસીઓ, એન્જિનિયરો અને બિઝનેસ ટાયકૂન્સ જેવા જ્ઞાનપ્રેમીઓને સમાજમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થશે. સાથીદારો પર શંકા રાખવાનું બંધ કરો. કારણ કે, આજે બધું યોગ્ય રીતે થઈ રહ્યું છે. ફેંકવામાં આવેલ પડકાર કે ઓફર કરાયેલ પ્રોજેક્ટને સ્વીકારો. કારણ કે, તમારી એનાલિટિકલ સ્કિલ દરેક ક્ષેત્રે તમને સફળ બનાવશે. ખુલ્લા મને બે હાથથી કાર્યસ્થળે વિરોધી કે વિજાતીય પાત્ર દ્વારા આપવામાં આવેલા સૂચનો સ્વીકારો. વકીલો, થિયેટર કલાકાર, CA, સોફ્ટવેર મિત્રોને ખાસ ભાગ્યનો સાથ મળશે.

  માસ્ટર કલર્સ : પીળો અને એક્વા

  લકી દિવસ : સોમવાર

  લકી નંબર : 7 અને 9

  દાન: શેરી પ્રાણીઓને ખોરાક દાન કરો

  નંબર 8 ( 8, 17 અને 26 તારીખે જન્મેલા લોકો): તમારા ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં પાણીથી ભરેલો ઘડો/વાસણ મુકો. અતિ મહત્વાકાંક્ષી બનવા પર નિયંત્રણ રાખો કારણ કે તે તમારા અંગત જીવન અને સ્વાસ્થ્યને અસર કરશે. જો કે, કાનૂની વિવાદો ઉકેલવા કે પતાવટ માટે પૈસા ખર્ચાશે. મેન્યુફેકચરર્સ, IT કર્મચારીઓ, સરકારી અધિકારીઓ, દલાલો અને ઝવેરીઓ, ડૉક્ટરો અને જાહેર વક્તાઓ સિદ્ધિઓથી સન્માનિત અનુભવશે. ભાગીદારો સાથે રૂબરૂમાં દલીલો થવાની શક્યતા હોવાથી મગજ ઠંડુ રાખો. આજે અનાજનું દાન કરવું અને મોસંબી ખાવી હાનિકારક છે.

  માસ્ટર કલર : ડીપ પર્પલ

  લકી દિવસ: શુક્રવાર

  લકી નંબર: 6

  દાન: જરૂરિયાતમંદોને ફૂટવેર દાન કરો

  નંબર 9 ( 9, 18 અને 27 તારીખે જન્મેલા લોકો): ઘરની દક્ષિણ દિવાલમાં લાલ બલ્બ લગાવો. મંગળવારે ફરજીયાત હનુમાનજીની પૂજા કરો. તમને જીવનસાથી તરફથી ઉચ્ચ લાભ પ્રાપ્ત થશે અને બદલામાં પાર્ટનરને પણ લાભ થશે. આજનો દિવસ નામ અને ખ્યાતિથી ભરેલો છે. તમે ઘણા લોકો માટે પ્રેરણાસ્વરૂપ હશો. તેથી લીડરની જેમ જ કામ કરો અને તમારા વ્યક્તિત્વનો આનંદ માણો. પ્રેમ કરનારાઓ માટે તેમની લાગણીઓને લેખિતમાં વ્યક્ત કરવા માટેનો એક અદ્ભુત દિવસ છે. ગ્લેમર ઇન્ડસ્ટ્રી અને મીડિયાના લોકો નામના મેળવશે અને રાજકારણીઓને આજે મોટી તકો મળશે. ટ્રેનર્સ, બેકર્સ, હોટેલીયર્સ, સ્ટોક બ્રોકર્સ, ડિઝાઇનર્સ, ડૉક્ટર્સ, વકીલો, એન્જિનિયરો અને અભિનેતાઓ વધુ પોપ્યુલર થશે.  માસ્ટર કલર : લાલ

  લકી દિવસ: મંગળવાર

  લકી નંબર: 9

  દાન: સ્ત્રીને લાલ રંગની બંગડીઓ દાન કરો

  9 ફેબ્રુઆરીના રોજ જન્મેલા હસ્તીઓ: અમૃતા સિંહ, હંસુર કૃષ્ણમૂર્તિ, રાહુલ રોય, સામંથા, નિકેશ અરોરા, પૈમરજન નેગી
  First published:

  Tags: Dharm Bhakti, Horoscope, Numerology

  विज्ञापन