Home /News /dharm-bhakti /Numerology Suggetion 8 Feb: જાણો આજે કેવો રહેશે તમારો દિવસ, શું કહે છે તમારો મૂળાંક

Numerology Suggetion 8 Feb: જાણો આજે કેવો રહેશે તમારો દિવસ, શું કહે છે તમારો મૂળાંક

Numerology suggestion

Numerology Today 8 February 2023: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. ત્યારે જન્મતારીખ પરથી પણ તમારી કારકિર્દી અંગે જાણી શકાય છે, ત્યારે વિદેશમાં કામ કરવા અથવા સ્થાયી થવા માંગતા લોકોની જન્મ તારીખમાં આ નંબર મહત્વના છે. Find out how your day will be today, what your numerology says

વધુ જુઓ ...
નંબર 1- તમારા આત્મવિશ્વાસને ઉંચો રાખો અને તમે જે ક્ષેત્રમાં અવરોધોનો સામનો કરો છો તેમાં આજે આગળ વધશો નહીં. અન્યની જીતથી તમારું પ્રદર્શન અવરોધાશે પરંતુ આ બધું થોડા સમય માટે જ છે. જો શરૂઆત કરવા તૈયાર હોવ, નવી જગ્યાએ કામ કરવા, પદ પર કામ કરવું હોય, મિત્ર બનાવવા હોય અથવા વ્યવસાયમાં નવું રોકાણ કરવું હોય, નવી નોકરી હોય, તો સ્વભાવમાં આક્રમકતાને ઓછી રાખવી જોઈએ અને પરિવારના વડીલોની સલાહ લેવી જોઇએ. પ્રોપર્ટી સંબંધિત મુદ્દાઓ થોડા મોડા પડશે. મેડિકલ પ્રેક્ટિશનર્સને નવી ઓફર્સ મળશે. ફાર્મિંગ અને એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીમાં નફો થશે.

માસ્ટર કલર – વાદળી અને લાલ
લકી દિવસ- રવિવાર
લકી નંબર- 9
દાન- આશ્રમમાં ઘઉંનું દાન કરો

નંબર 2- આજનો દિવસ થોડો ભાવનાત્મક રહેશે. જ્યાં તમારા આંસુ ક્યાં બતાવવા અને ક્યાં છૂપાવવા તેની તમને જાણ હોવી જોઇએ. તમારી મહેનત અને પ્રામાણિકતા જ વિજયનું કારણ છે. શાણપણ રાખો, અમુક લોકો તમારી નિર્દોષતાનો દુરૂપયોગ કરવાનો પ્રયાસ કરશે. લિક્વિડ બિઝનેસ ડીલર્સ, કન્સલ્ટન્ટ્સ, શિક્ષકો, નિકાસ આયાત, ડોકટરો, ઇજનેરો, દલાલો, ટ્રાવેલ એજન્સીઓ, શેર બજાર અને ભાગીદારી પેઢીઓને સારી સફળતા મળશે. નસીબનો સાથ મળવો મુશ્કેલ લાગે.

માસ્ટર કલર- બ્રાઉન
લકી દિવસ- સોમવાર
લકી નંબર – 2
દાન- પશુઓને પાણી પીવડાવો

નંબર 3- પ્રેમ સંબંધમાં રહેલા લોકો સીધી વાતચીત કરીને તેના સંબંધને કાયમી બનાવી શકે છે. તમારી આકર્ષક વાતચીત શૈલી કાર્યસ્થળે બોસને અને પરીવારને પ્રભાવિત કરશે. તમારા સામાનનું ધ્યાન રાખો. કૌટુંબિક ગ્રુપમાં હોય ત્યારે તમારી છબી પ્રત્યે પણ સભાન રહો. સર્જનાત્મક લોકો જેવા કે ડિઝાઇનર્સ, લેખકો, અભિનેતાઓ અને સંગીતકારો અને મોટિવેશન્સલ સ્પીકર્સ, નામ અને ખ્યાતિ મેળવશે. બાંધકામ અને કૃષિ ક્ષેત્રે રોકાણ માટે સારો સમય છે. સવારે તમારા ગુરુની પૂજા કરો.

માસ્ટર કલર – વાદળી અને લાલ
લકી દિવસ- ગુરૂવાર
લકી નંબર – 3 અને 9
દાન- મંદિરમાં ચંદનનું દાન કરો

નંબર 4- તમારે મંદિરે જવું જોઇએ અને રાહુના આશીર્વાદ લેવા જોઇએ. તમે આજે ઘણા પૈસા કમાશો, પરંતુ કાં તો તમારા સ્વાસ્થ્યના ભોગે કાં તો તમારા પારિવારીક જીવનના ભોગે. ઉચ્ચ પોઝીશન પર રહેલા લોકો વધુ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે તેવી શક્યતા છે. આજે નોન વેજ અને દારૂનું સેવન ટાળો. જો કોઇ વિદ્યાર્થી સરકારી નોકરીમાં રસ ધરાવે છે તો આજે એપ્લાય કરવું જોઇએ, તે તમારી તરફેણમાં રહેશે. કપડાનું દાન કરવાથી નસીબનો સાથ મળશે. મેન્યુફેક્ચરર્સ અને ડોક્ટર્સનો નાણાંકીય પ્રવાહ સારો રહેશે અને તમને તમારા પ્રદર્શન બદર બિરદાવવામાં આવશે. આજે ખાસ દાન કરવું જોઇએ.

માસ્ટર કલર – બ્લૂ
લકી દિવસ- મંગળવાર
લકી નંબર – 9
દાન- ગરીબોને ચપ્પલનું દાન કરો

નંબર 5- જે લોકો વ્યવસાયમાં પરિવર્તનની રાહ જોઈ રહ્યા હતા તેઓ સારી તક મેળવશે. જીવનસાથીને તમારી લાગણીઓને જણાવી પ્રપોઝ કરવા માટે એક ઉત્તમ દિવસ. સ્ટોક, જમીન ખરીદવા, સ્પોર્ટ્સ મેચ રમવા, સંપત્તિ વેચવા, સત્તાવાર દસ્તાવેજો પર સહી કરવા માટે પણ એક સારો દિવસ છે. સોફ્ટવેર ઇજનેરો, દિગ્દર્શકો, ન્યૂઝ એન્કર્સ, અભિનેતાઓ, કલાકાર, શિક્ષકો, વકીલો અને રાજકારણીઓને માટે દિવસ ફળદાયી છે. વાણી પર નિયંત્રણ રાખો કારણ કે, તે તમારી સદ્ભાવનાને નુકસાન પહોંચાડી શકે છે.

માસ્ટર કલર – ટીલ
લકી દિવસ – બુધવાર
લકી નંબર – 6
દાન- અનાથાશ્રમમાં બાળકોને લીલા ફળનું દાન કરો.

નંબર 6- આજનો દિવસ વર્તમાન ઓપર્ચ્યુનિટી દ્વારા સફળતા પામવાનો છે, તે ભવિષ્ય માટે શ્રેષ્ઠ લાગે છે. આ દિવસ કારકિર્દીમાં તકો લાવશે. જો ટીમ બાદ એકલા પણ કામ કરવામાં આવે તો દિવસ સારા પરિણામ આપશે. આજે તમારા સપના પૂરા કરવા માટે તૈયાર રહો કારણ કે આજે સમય તમારી ક્રિયાને સહકાર આપશે. તમે આ દિવસે તમામ પ્રકારના લાભનો આનંદ માણશો. પારિવારિક સન્માન અને સહયોગ સમૃદ્ધિ લાવશે. હાઉસવાઇફ, ડિઝાઇનર્સ, વકીલો, ટેકીઝ, રાજકારણીઓ અને અભિનેતાઓ વિશેષ પ્રશંસા અને નસીબનો સાથે માણશે.

માસ્ટર કલર- વાદળી
લકી દિવસ – શુક્રવાર
લકી નંબર- 6 અને 9
દાન- ગરીબોને દહીંનું દાન કરો

નંબર 7- દિવસ મૂંઝવણ અને આક્રમકતા ઘટાડતો હોય તેવું લાગે છે, લંચ પછી કંઈક નવું આવી શકે છે. તમારે આજે નવી ઓફર્સને ન સ્વીકારવી જોઈએ કારણ કે તે ફળદાયી નથી. ટૂંક સમયમાં જ જીવનના દરેક ક્ષેત્રમાં સંબંધો, પ્રદર્શન અને નાણાકીય વિકાસનો આનંદ માણશો. બિનઆરોગ્યપ્રદ ખોરાકથી સાવચેત રહો અને આજે મોડી રાત સુધી પાર્ટીઓ કરવાથી બચો. આજે પરિવારના વડીલનો ટેકો વિજય અને ખ્યાતિ મેળવવા સ્પોર્ટસમેનને ખૂબ ઉપયોગી થઈ શકે છે. વિપરીત લિંગ અને વડીલો ભાગ્ય સારું બનાવવામાં મદદ કરશે. ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે વિધિ કરવી જોઇએ.

માસ્ટર કલર- લીલો અને પીળો
લકી દિવસ- સોમવાર
લકી નંબર- 3
દાન- બ્રોન્ઝ અથવા કોપર મેડલનું દાન કરો

નંબર 8- પૈસાની આવક આજે શક્ય છે પરંતુ શોર્ટકટ વગર. વ્યવસાયમાં મોટી બ્રાન્ડ્સ સાથે જોડાવા માટે તમે વધુ જવાબદારી લેવા માટે તૈયાર ન હોય. લીડરશિપનો આનંદ માણવાનો સમય કારણ કે આસપાસના બધા લોકો તમારા વફાદાર ફોલોવર્સ છે. તંદુરસ્ત જીવનશૈલીની કાળજી લેવાની અને પરિવાર સાથે સમય પસાર કરવાની જરૂર છે. નરમ વાણી અને દાન જાદુઈ ભૂમિકા ભજવશે. ગ્રીન ગાર્ડનની આસપાસ થોડો સમય વિતાવો.

માસ્ટર કલર- પર્પલ
લકી દિવસ- શુક્રવાર
લકી નંબર – 6
દાન- ગરીબોને કાળી વસ્તુનું દાન કરો

નંબર 9- યાદ રાખો કે દાનની શરૂઆત ઘરેથી થાય છે અને પછી આગળ વધે છે. માનવતા એ તમારા ખજાનાની ચાવી છે, તેથી હંમેશાં સાચા અને દયાળું રહો. અભિનેતાઓ, ડોક્ટર્સ, શિક્ષકો, જવેલર્સ, સલાહકાર, ક્રિએટિવ, રાજકારણીઓ અને સ્પોર્ટસમેનને પુરસ્કારોનો આનંદ મળશે. દિવસ લાભ, અવસરની પ્રસિદ્ધિ, આનંદ, એનર્જી અને ઉત્સાહથી ભરપૂર છે. તમારા ધ્યેય તરફ વાળવા માટે આનો ઉપયોગ કરો. નાણાકીય લાભ અને સંપત્તિ રજીસ્ટ્રેશન આજે સરળતાથી થવાની સંભાવના છે. વિશ્વાસ અને સમૃદ્ધિ સાથે સંબંધ ખીલશે.માસ્ટર કલર- લાલ
લકી દિવસ- મંગળવાર
લકી નંબર – 9
દાન- લાલ રૂમાલનું દાન કરો

8 ફેબ્રુઆરીએ જન્મેલી ફેમસ પર્સનાલિટીઃ મોહમ્મદ અઝાહરુદ્દીન, જગજીત સિંહ, બિગ શો, રણવીર બ્રાર, એકતા બિષ્ટ,ઝહીર હુસૈન
First published:

Tags: Dharm Bhakti, Horoscope, Numerology

विज्ञापन