Home /News /dharm-bhakti /Numerlogy Suggestions 4 March: નંબર 3નો નંબર 6 અને 9 સાથે કેવો રહે છે મેળ, જાણો બન્નેમાં શું સમાનતાઓ છે અને શું છે તેમની અસમાનતાઓ

Numerlogy Suggestions 4 March: નંબર 3નો નંબર 6 અને 9 સાથે કેવો રહે છે મેળ, જાણો બન્નેમાં શું સમાનતાઓ છે અને શું છે તેમની અસમાનતાઓ

Numerology Suggestions

Numerology Today, 4 march 2023: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો અંકશાસ્ત્ર પરથી જાણીએ કયો નંબર કોની સાથે સુસંગત બેસે છે. જાણો નંબર 6 અને 9 સાથે કેટલો સુસંગત છે નંબર 3

વધુ જુઓ ...
નંબર 6- નંબર 3 અને નંબર 6 આ બંને સંખ્યા સર્જનાત્મકતા અને ઘણા બધા ટેલેન્ટ ધરાવે છે. નંબર 6 જવાબદારી અને કમિટમેન્ટનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે નંબર 3 અભિવ્યક્તિ અને ઑબ્જેક્ટ ઓરિએન્ટેડ હોય છે. સામાન્ય રીતે નંબર 3 ધરાવતા લોકો જવાબદારીઓ લેવામાં અને વચનોનું પાલન કરવામાં આનાકાની અને પ્રતિકાર કરતા હોય છે. આ લોકો ખૂબ જ કોમળ હૃદય ધરાવે છે સાથે જ બીજા લોકો માટે વધુ વિશ્વાસપાત્ર હોય છે. નંબર 3 ની આ ખૂબી તેમને નંબર 6 થી દૂર રાખે છે.

જો આવું ન હોય તો બન્ને એકસાથે ખૂબ જ સારી અને સમાન સફળતા અને સિદ્ધિઓ પામી શકે છે. આ લોકો ઉત્તમ વક્તા હોય છે અને તેમની કુશળતા લોકો સામે કેવી રીતે લાવવી અને બતાવવી એ બાબત તેઓ ખૂબ સારી રીતે જાણે છે. આ જ કારણએ આ લોકો જાહેર વક્તા બને છે સાથે જ સારો નાણાકીય લાભ પણ મેળવે છે. બંને અત્યંત સર્જનાત્મક હોવાથી મહાન ડિઝાઇનરો, ચિત્રકારો ગાયકો, સંગીતકારો, રમતવીર તેમજ રાજકારણીઓ બની શકે છે.

આ નંબર ધરાવતી ઘરની સ્ત્રીઓ વફાદાર અને કુટુંબમાં બધાની પ્રિય હોય છે. તેઓ હંમેશા તેમની પોતાની સારી રચનાત્મક ક્ષમતાનો ઉપયોગ કરીને કોઈપણ સમસ્યાને ઉકેલવા માટે સક્ષમ હોય છે. નંબર 3 અને નંબર 6 ના લોકોએ પોતનો મેળ વધારવા માટે એકસાથે ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રાધાની પૂજા અને અનુષ્ઠાન કરવા જોઈએ. આ સાથે જ તુલસીજીના છોડને મિશ્રી અર્પણ કરવાથી તેમના ગ્રહોની સ્થિતીમાં પણ લાભ થયો હોય છે.

નંબર 9:

નંબર 9 અને નંબર 3 સારી રીતે મેળ ખાતા હોય છે અને બન્ને વચ્ચે ખૂબ જ સારી મિત્રતા પણ જોવા મળતી હોય છે. જો કે, આ લોકો બે વિરોધી ધ્રુવો જેવા છે અને તેમની વચ્ચે ગજબનુ આકર્ષણ જોવા મળે છે. આ લોકો એકસાથે એકદમ શાનદાર બિઝનેસ પાર્ટનર્સ અને વિવાહિત યુગલો સાબિત થતા હોય છે. આ અંકનુ કોમ્બિનેશન ધરાવતા વિવાહિત યુગલો પણ એકસાથે કામ કરી શકે છે અથવા બિઝનેસ કરી શકે છે, જો તેઓ તેમની જન્મતારીખમાં રહેલી સંખ્યાઓના કારણે તેઓ આમાં સફળ પણ થાય છે.ગ્લેમર ઉદ્યોગ, વૈજ્ઞાનિકો, ડિઝાઇનિંગ, શેરબજાર, શિક્ષણવિદો, ડૉક્ટરો અને જ્યોતિષીઓ નંબર 9 અને 3 સાથે જીવનમાં ઘણી ખ્યાતિ અને પૈસા પામે છે. તેઓ વિજાતીય પાત્ર લાભ આપતા હોય છે અને તેમના માટે નસીબદાર સાબિત થાય છે. આ લોકો માટે એ બાબત યાદ રાખવી જરૂરી છે કે તેમણે પોતાના જીવનમાં ઉદાર અને દાનશીલ બનવું જોઈએ. નસીબનો સાથ મેળવવા માટે આ લોકોએ મહત્વપૂર્ણ મીટિંગોમાં લાલ અથવા નારંગી રંગને મળી આવતા શેડના કપડાં પહેરવા જોઈએ.
First published:

Tags: Dharm Bhakti, Horoscope, Numerology