Home /News /dharm-bhakti /Numerology Suggestions 4 Feb : રાજનેતાઓ, મનોરંજન ક્ષેત્રના લોકો અને છાત્રો માટે સારો સમય, જાણો કેવો રહેશે આજનો દિવસ
Numerology Suggestions 4 Feb : રાજનેતાઓ, મનોરંજન ક્ષેત્રના લોકો અને છાત્રો માટે સારો સમય, જાણો કેવો રહેશે આજનો દિવસ
Numerology suggestion
Numerology Today, 4 February 2023: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. ત્યારે જન્મતારીખ પરથી પણ તમારી કારકિર્દી અંગે જાણી શકાય છે, ત્યારે વિદેશમાં કામ કરવા અથવા સ્થાયી થવા માંગતા લોકોની જન્મ તારીખમાં આ નંબર મહત્વના છે.
નંબર 1: ઓફિસમાં ઉત્તર બાજુએ પીળા રંગના ફૂલો રાખો. તમારી પર્સનાલિટીની તાકાતનો ઉપયોગ કરવાનો સમય છે. કમર્શિયલ મિલકતમાં લાંબા ગાળાનું રોકાણ કરવા માટે આજે સારો દિવસ છે. રમતગમતમાં વિજય મેળવવો મુશ્કેલ લાગી રહ્યું છે. ટૂલ્સ, ટ્રાવેલ એજન્સીઓ, ફર્નિચર, પુસ્તકો, દવાઓ, ગ્લેમર અને વસ્ત્રોના વ્યવસાયમાં વળતર પ્રાપ્ત થશે. રાજકારણીઓ અને પાયલોટ શ્રેષ્ઠ પરિણામોની સાથે સારી લીડરશીપ પણ કરી શકશે. શિક્ષકો અને કોચ બાળકોની પ્રશંસા કરશે.
શુભ રંગ: વાદળી અને પીળો
શુભ દિવસ: રવિવાર
શુભ નંબર: 1
દાન: ભિક્ષુકોને કેસરની મિઠાઈનું દાન કરો.
નંબર 2:
અન્ય લોકો સામે અલગ વિચારો અને તમારી લાગણીઓ રજૂ ના કરો. જે ક્ષેત્રે ફરીથી નફો મેળવો તેવા ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ. અન્ય લોકો તમારી લાગણીઓ અને મહત્વાકાંક્ષાઓને દબાવવાનો પ્રયાસ કરશે. તમારી મુલાકાત એવી વ્યક્તિ સાથે થશે જે તમારા સન્માનને ઠેસ પહોંચાડી શકે છે. મહિલાઓએ જીવનસાથીના ઝીણવટભર્યા સ્વભાવને ધ્યાને ના લેવો જોઈએ. આજના દિવસે તમારા અગાઉના સંબંધોનો ઉપયોગ કરીને સરકારી ડીલ મેળવી શકશો. આયાત નિકાસના બિઝનેસમાં સફળતા મળશે.
શુભ રંગ: આસમાની
શુભ દિવસ: સોમવાર
શુભ નંબર: 6
દાન: મંદિરમાં સફેદ મિઠાઈનું દાન કરો.
નંબર 3:
અગાઉ કરેલા કામ તમારા પરિવારના સંબંધો માટે વધુ યોગ્ય સાબિત થશે. કલાકારોએ પોતાની અભિનય પ્રતિભા અને કૌશલ્ય પ્રદર્શિત કરવાનો શ્રેષ્ઠ દિવસ છે. જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલ વ્યક્તિઓ પોતાના ભાષણથી અન્ય લોકોને પ્રભાવિત કરી શકશે. આજે જે પણ નિર્ણયો લેવામાં આવશે તે સંગીતકારો કે લેખકોની તરફેણમાં આવશે. આજે જે પણ રોકાણ કરવામાં આવશે તેમાં વધુ વળતર પ્રાપ્ત થશે. પ્રેમ કરનારાઓએ ખુલ્લા દિલે પોતાના મનની લાગણી વ્યક્ત કરવી જોઈએ. સરકારી અધિકારીઓએ આસપાસના વાતાવરણથી સાવધાની રાખવી જોઈએ. ગુરુના નામનો જાપ કરીને અને કપાળ પર ચંદન કરીને આજના દિવસની શરૂઆત કરવી જોઈએ.
તમારા શરીરને અને આસપાસની જગ્યાઓને હંમેશા સ્વચ્છ રાખો. તમારી ઊર્જા એક દિશામાં ધ્યાન કેન્દ્રિત કરવાથી શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થશે. ઉત્પાદકો અને ખેડૂતોએ સંપત્તિ ખરીદવાનો નિર્ણય ટાળવો ના જોઈએ. રાજનીતિ અને મનોરંજન ક્ષેત્રના લોકોએ ટ્રાવેલ કરવા માટે આજે સારો દિવસ છે. મેડિકલ, સોફ્ટવેર, હેન્ડીક્રાફ્ટ, મેટલ સેક્ટરમાં સકારાત્મક ફેરફારો જોવા મળશે. વિદ્યાર્થીઓએ ધ્યેય પ્રાપ્ત કરવા માટે વ્યૂહરચના પર સખત મહેનત કરવી. માર્કેટિંગ ક્ષેત્રે સંકળાયેલા લોકો મહિનાના અંતમાં લક્ષ્યાંક પ્રાપ્ત કરી શકશે. શાકાહારી ભોજન કરો.
નવી ભરતી થવાની શક્યતા છે. તમારી લાગણીઓ પરથી જાણવા મળે છે કે, તમે કેટલા મહત્વાકાંક્ષી છો. અંગત જીવનમાં રોમાંસ જળવાઈ રહેશે. ટૂંક સમયમાં કોઈ જૂનો મિત્ર અથવા સંબંધી મદદ માટે તમારી પાસે આવશે અને તમારે તેને મદદ કરવી પડશે. ડિઝાઇનર્સ, બ્રોકર્સ, પ્રોપર્ટી ડીલર્સ, બેંકર્સ, સ્પોર્ટ્સમેન અને રાજકીય નેતાઓને તેમનું નસીબ સાથ આપશે. વેચાણમાં અને રમતગમતમાં ખાસ હિલચાલ જોવા મળશે.
શુભ રંગ: સી ગ્રીન
શુભ દિવસ: બુધવાર
શુભ નંબર:
દાન: ગરીબોને દહીનું દાન કરો.
નંબર 6:
તમારી આસપાસના લોકો દ્વારા આજે તમારો દુરુપયોગ થઈ શકે છે. આ કારણોસર અન્ય લોકોની ઓફર ધ્યાને ના લેશો. બાળકો સાથે સમય પસાર કરવા માટે આજે સારો દિવસ છે. વિઝાની રાહ જોઈ રહેલા લોકોના વિઝા આવવામાં વાર લાગી શકે છે. જે લોકો નવું ઘર અથવા નવી નોકરી શોધી રહ્યા છે, તેઓ એક યોગ્ય વિકલ્પ પસંદ કરી શકશે. અભિનેતાઓ અને મીડિયા સાથે સંકળાયેલા લોકોને સફળતા પ્રાપ્ત થશે.
શુભ રંગ: ટીલ
શુભ દિવસ: શુક્રવાર
શુભ નંબર: 6
દાન: મહિલાઓને કોસ્મેટીક્સનું દાન કરો.
નંબર 7:
યુવા રાજકારણીઓ, વહીવટી અધિકારીઓ, સંરક્ષણ, વકીલો, વૈજ્ઞાનિકો, ખેડૂતો, વિતરકો અને CA કારકિર્દીમાં આગળ વધી શકશે. રમતગમત અને શૈક્ષણિક ક્ષેત્રે તમારી જીતને સમર્થન આપવામાં આવશે. ગુરુ મંત્રનો જાપ કરો. શબ્દોમાં નરમાશ રાખવાથી તમામ રમતોમાં આગળ વધી શકો છો. જાહેર સભાઓમાં હાજરી આપવા અને પક્ષના સિનિયરને પ્રભાવિત કરવા માટે રાજકારણીઓ માટે આજે સુંદર દિવસ છે. શેરબજારમાં મહિલાઓને તેમનું નસીબ સાથ આપશે.
શુભ રંગ: કેસરી
શુભ દિવસ: સોમવાર
શુભ નંબર: 7
દાન: મંદિરમાં કાચી હળદરનું દાન કરો.
નંબર 8:
આવેગમાં આવીને નિર્ણય ના લેશો અને ચોક્કસપણે નાણાકીય લાભ થશે. અગાઉ કરેલા સારા કર્મોને કારણે સદ્ભાવના વિકસશે. વ્યાપક સામાજિક નેટવર્કની મદદથી, દિવસના અંત સુધીમાં સફળતાનો પુરસ્કાર આપવામાં આવશે. ઉચ્ચ સ્તરનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં વધુ સમય પસાર કરશો. ડોકટરોની સેમિનારમાં પ્રશંસા કરવામાં આવશે. સાંજ સુધીમાં જાહેર જીવન સાથે સંકળાયેલ વ્યક્તિઓને વધુ લાભ થશે.
શુભ રંગ: સી બ્લ્યૂ
શુભ દિવસ: શુક્રવાર
શુભ નંબર: 6
દાન: ભિક્ષુકોને લાલ ફળનું દાન કરો.
નંબર 9:
તમારું ઉદાસીન વ્યક્તિત્વને કારણે લોકો તમારી તરફ આકર્ષાય છે. સ્ટોક બ્રોકર્સ, જ્વેલર્સ, શિક્ષણવિદો, અભિનેતાઓ, ગાયકો, નર્તકો, ચિત્રકારો, લેખકો, પ્રોપર્ટી ડીલર્સ અને ડોકટરોને વિશેષ માન્યતા અને વાહવાહી મળશે. પ્રેમમાં રહેલા લોકોએ મધ્યસ્થીઓ અને તેમના બદ્ઇરાદાથી સાવચેત રહેવું જોઈએ. અચાનક ધન લાભ થવાની સંભાવના છે. પ્રમોશન માટે સંપર્ક કરવા, ઇન્ટરવ્યૂ અથવા ઓડિશન આપવા અને સરકારી ઓર્ડર માટે ફાઇલ કરવા આજે સુંદર દિવસ છે. આજનો દિવસ સારો હોવાને કારણે સ્પોર્ટ્સમેન અને વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટેશનમાં આગળ વધવું જોઈએ. અભિનેતાઓ, CA, શિક્ષકો અને હોટેલીયર્સને તેમનું નસીબ સાથ આપશે.