Home /News /dharm-bhakti /Numerology Suggestions 30 March: નંબર 8 અને 9નો બેસ્ટ લાઇફ પાર્ટનર બને છે નંબર 6! જાણો શું કહે છે અંકશાસ્ત્ર

Numerology Suggestions 30 March: નંબર 8 અને 9નો બેસ્ટ લાઇફ પાર્ટનર બને છે નંબર 6! જાણો શું કહે છે અંકશાસ્ત્ર

numerology suggestion

Numerology Today, 29 March 2023: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. ત્યારે જન્મતારીખ પરથી પણ તમારી કારકિર્દી અંગે જાણી શકાય છે, ત્યારે અંકશાસ્ત્ર પરથી એ પણ જાણી શકાય છે કે કયો નંબર કોની સાથે સુસંગત બેસે છે. ચાલો જાણીએ નંબર 8 અને 9 નંબર 6 સાથે કેટલો સુસંગત બેસે છે.

વધુ જુઓ ...
નંબર 8 – નંબર 8 અને નંબર 6 વચ્ચે એક મજબૂત અને તોડી ન શકાય તેવું બોન્ડિંગ હોય છે. તેની પાછળનું કારણ નંબર 8ના મુશ્કેલીઓ ભર્યા જીવનમાં નંબર 6ના સપોર્ટના કારણે આવતી લક્ઝરી અને તકો હોઇ શકે છે. જે વ્યક્તિ નંબર 6 અને 8 દ્વારા પ્રભાવિત હોય છે, તે ખૂબ જ કમિટેડ અને વિશ્વાસપાત્ર બની જાય છે. આ બંને તમામ રીતે બેસ્ટ પાર્ટનર બને છે. આ લોકો ખૂબ જ મદદરૂપ અને ઉદાર સ્વભાવના હોય છે અને પરીવારના આશીર્વાદ તેમને મળે છે. મેન્યુફેક્ચરિંગ મેટલ્સનો બિઝનેસ અને ડાયમંડ, ડિફેન્સ સર્વિસના પ્રોફેશન્સ, પાઇલટ, ડિઝાઇનર્સ, રેસ્ટોરાં, બ્રોકર્સ, એડવર્ટાઇઝિંગ, ડોક્ટર અને સ્પોર્ટસમેન પોતપોતાના ક્ષેત્રના રોકિંગ સ્ટાર્સ છે. આ નંબર સાથેની કપલ્સ એક વાહનના બે પૈડાં સમાન હોય છે, જે એકબીજાને સપોર્ટ કરે છે અને સંપૂર્ણ જીવન માટે કમિટેડ રહે છે. પરંતુ યાદ રાખો નંબર 6 લગ્ન જીવનમાં ખરાબ પણ સાબિત થઇ શકે છે.

લકી કલર – બ્લૂ
લકી દિવસ- શુક્રવાર
લકી નંબર – 5 અને 6
દાન – ગરીબોને મીઠાઇનું દાન કરો

નંબર 9- નંબર 9 મંગળ ગ્રહનો અંક છે, જે નંબર 6નો પાડોશી છે અને જરૂરિયાત સમયે ખૂબ સારો સહકાર અને સાથ આપે છે. બંને ખૂબ જ ક્રિએટીવ અને આર્ટિસ્ટિક હોય છે. નંબર 9 અને નંબર 6 ધરાવતા લોકો પોતાના ક્રિએટીવ પર્ફોમન્સના કારણે ખૂબ જ નામ અને ફેમ મેળવે છે.

આ પણ વાંચો: નંબર 6 નો નંબર 1 અને 2 સાથે કેવો હોય છે મેળ, કઈ બાબતો હોય છે સમાન અને કઈ બાબતો રાખે છે એકબીજાથી દૂર?



9 સાથે જન્મેલા ઘણા નામાંકિત લોકો તેમના ટોટલ અને વાહનોના ટોટલ તરીકે નંબરનો ઉપયોગ કરે છે. આ સંયોજનવાળા યુગલોએ યાદ રાખવું પડશે કે તેઓએ હંમેશાં તેમની રૂટિન લાઇફમાં લાઇફસ્ટાઇલના ભાગ રૂપે સંગીતનો સમાવેશ કરવો જોઈએ અને મંગળ ગ્રહની ધાર્મિક વિધિઓનું પણ પાલન કરવું જોઈએ. જીવનના પ્રારંભિક 20 વર્ષ પૂરા કર્યા પછી તેઓ તેમનું શ્રેષ્ઠ જીવન જીવે છે.

લકી કલર – બ્રાઉન અને પર્પલ
લકી દિવસ- મંગળવાર અને શુક્રવાર
લકી નંબર – 9 અને 6
દાન- આશ્રમમાં ઘઉં અને સ્ટેશનરીની વસ્તુઓનું દાન કરો
First published:

Tags: Dharm Bhakti, Horoscope, Numerology