Home /News /dharm-bhakti /Numerology Suggestions 30 January: આ મૂળાંક ધરાવતા જાતકોને પ્રેમ સંબંધમાં મળશે સફળતા, જાણો આજનું રાશિફળ
Numerology Suggestions 30 January: આ મૂળાંક ધરાવતા જાતકોને પ્રેમ સંબંધમાં મળશે સફળતા, જાણો આજનું રાશિફળ
Numerology Suggestions 30 January
Numerology Today, 30 January 2022: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. ત્યારે જન્મતારીખ પરથી પણ તમારી કારકિર્દી અંગે જાણી શકાય છે, ત્યારે વિદેશમાં કામ કરવા અથવા સ્થાયી થવા માંગતા લોકોની જન્મ તારીખમાં આ નંબર મહત્વના છે.
તમારા નોલેજના કારણે ઈન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ તમારાથી ઈમ્પ્રેસ થશે, આ કારણોસર વેચાણ અને રાજનીતિમાં સફળતા મળી શકે છે. ઓફિસ અને સંબંધોમાં લોકોના મનમાં તમારા માટે સન્માન હશે. તમારી પર્સનાલિટીના પોલિટીકલ પાર્ટને પ્રદર્શિત કરવાનો શુભ દિવસ છે. કૌટુંબિક કાર્યોનો આનંદ માણો અને મ્યુઝીક કોન્સર્ટમાં હાજરી આપો, કાર્યક્રમોનું આયોજન કરો તથા ઇન્ટરવ્યૂ માટે અરજી કરો. મિલકતની ખરીદી કરવાનું ટાળવું જોઈએ. સ્ટેશનરી, શાળા, રેસ્ટોરન્ટ, બુક્સ, ડિજિટલ માર્કેટિંગ, મેટલ્સ, ક્રિએટિવ ક્લાસ અને સ્પોર્ટ્સ એકેડેમીના બિઝનેસમાં વધુ નફો ખશે. બાળકો પર ભણતરનો ભાર રહેશે.
જે લોકો તમારા શુભચિંતક નથી, તેમની ટીકાને ધ્યાનમાં ન લેશો. તમારા સરળ સ્વભાવને કારણે તમને નુકસાન થશે. તમારા પર અનેક જવાબદારીઓ હોવાને કારણે તમે રોકાણ નહીં કરી શકો. મહિલાઓએ સફેદ ભોજન ન બનાવવું જોઈએ. જવાબદારીઓ સોંપવા માટે આજે પૈસાનો ઉપયોગ કરો. વિદ્યાર્થીઓ, ઉત્પાદકો, છૂટક વેચાણકારો, દલાલો અને રમતવીરોએ ઉચ્ચ પ્રદર્શન માટે એક દિવસ રાહ જોવી પડશે.
લેખકો અને સંગીતકારોની સર્જનાત્મકતા અને કલ્પના શૈલીના કારણે તેમના માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે. લોકો તમારી વાણીથી આશ્ચર્યચકિત થઈ જશે. આજે જે પણ નિર્ણયો લેવામાં આવશે, તે ભવિષ્યમાં તમારી તરફેણમાં રહેશ. અન્ય લોકો સાથે નાણાકીય યોજનાઓ શેર ન કરશો. આજે જે પણ રોકાણ કરવામાં આવશે, તેમાં ધીમી ગતિએ વળતર પ્રાપ્ત થશે. જે લોકો પ્રેમમાં છે, તેમણે પોતાની લાગણી વ્યક્ત કરવી જોઈએ. સરકારી અધિકારીઓએ નવો પ્રવેશ લેનાર લોકોથી સાવધાન રહેવું જોઈએ. ગુરુના નામનો જાપ કરીને આજના દિવસની શરૂઆત કરો.
આજે તમારા પર જવાબદારીઓ ઓછી રહેશે અને નફાકારક સંપત્તિ પ્રાપ્ત થશે. જીવનસાથી અથવા નજીકના મિત્ર સાથે તમારા મનની લાગણી શેર કરો. લોન ન લેશો. બપોર પછી ભાગ્ય સારી ભૂમિકા ભજવશે, આ કારણોસર ત્યાં સુધીમાં કાર્ય પૂરી કરવાની કોશિશ કરો. વિદ્યાર્થીઓને આજે શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત થશે. જે લોકો પ્રેમમાં છે, તે લોકોના આજે અલગ થવાની સંભાવના રહેલી છે.
ગ્રહની શક્તિમાં વૃદ્ધિ થાય તે માટે શુક્રની પૂજા કરો. વિદ્યાર્થીઓ અને રાજકારણીઓએ સમજદારીપૂર્વક નવી તકની પસંદગી કરવી. અંગત સંબંધોમાં સુરક્ષા નહીં અનુભવાય અને તમને સારું પણ નહીં લાગે. નવી ફેક્ટરી સ્થાપવા માટે જમીન શોધી રહ્યા છો, તો તમને સારો વિકલ્પ મળી શકે છે. પ્રેઝન્ટેશનમાં હાજરી આપવા અથવા રમતો રમવા માટે બહાર જાઓ અને અગાઉની વાતોને ભૂલીને આગળ વધો.
આજના દિવસે નવા એસાઈન્મેન્ટ માટે રિસર્ચ કરવાનો દિવસ છે. જાહેર જીવન સાથે સંકળાયેલ વ્યક્તિઓ, રાજકારણીઓ, સોફ્ટવેર અને હાર્ડવેર એન્જિનિયરો, બિલ્ડરો, જ્યોતિષીઓ, મેકઅપ કલાકારોને આજે સફળતા મળી શકે છે. બ્રેકઅપની સ્થિતિ બનવાની સંભાવના હોવાને કારણે તમારા લવ પાર્ટનર સાથે દલીલ કરવાનું ટાળો. યોગ્ય વિચાર આવે તે માટે ગુરુ મંત્રનો જાપ કરો. સ્પોર્ટ્સમેનને પુરસ્કાર આપવામાં આવશે. પૈસા ધિરાણ પર આપનાર અને બેંકના લોકોએ આજે સાવધાન રહેવું જોઈએ
નંબર 8: છેતરપિંડી અને ગેરવર્તણૂક થવાની સંભાવના હોવાને કારણે આસપાસના લોકોથી સાવચેત રહો. મંદિરની મુલાકાત લઈને તમને પૈસા, ખ્યાતિ, આદર અને પરિવારના સભ્યોનો સ્નેહ આપનાર ભગવાન પ્રત્યે આભાર વ્યક્ત કરો. તમને તમારું જીવન અસ્ત વ્યસ્ત લાગશે, પરંતુ આ સમય પણ પસાર થઈ જશે. સફળ ઓપરેશન માટે ડોકટરો અને ફાઇનાન્સરોની પ્રશંસા કરવામાં આવશે. તમારી લવ ફીલિંગ્સને વાસ્તવિકતામાં બદલવા માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે.
નંબર 9: અભિનય, મીડિયા, એન્કરિંગ, સેલ્સ અને માર્કેટિંગમાં કામ કરતા લોકો માટે આજનો દિવસ શુભ છે. ટેન્ડર અને મિલકત માટે આજે મધ્યસ્થીનો સંપર્ક કરો. સ્પોર્ટ્સમેન, બિઝનેસમેન, શિક્ષકો, બેન્કર્સ, સંગીતકારો અને અભિનેતાઓ અને વિદ્યાર્થીઓએ દસ્તાવેજીકરણમાં એક પગલું આગળ વધવું જોઈએ. જો તમે સ્ટોક માર્કેટમાં રોકાણ કરો છો તો જથ્થાબંધ સ્ટોક ખરીદવો જોઈએ. લાલ અને જાંબલી કલરના કપડા પહેરવાથી ભાગ્ય સાથ આપશે. આજે તમારી આંખોની કેર કરો. મુસાફરી કરવાનું ટાળો અને આજે ઑનલાઇન કામ કરવાનો પ્રયત્ન કરો.