Home /News /dharm-bhakti /Numerology Suggestions 3 March: જાણો નંબર 7 અને 8 સાથે કેટલો સુસંગત છે નંબર 3
Numerology Suggestions 3 March: જાણો નંબર 7 અને 8 સાથે કેટલો સુસંગત છે નંબર 3
Numerology suggestion
Numerology Today, 3 march 2023: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો અંકશાસ્ત્ર પરથી જાણીએ કયો નંબર કોની સાથે સુસંગત બેસે છે. જાણો નંબર 7 અને 8 સાથે કેટલો સુસંગત છે નંબર 3
નંબર 7: નંબર 7 એક વિશેષ સંખ્યા છે, જેમાં એક આધ્યાત્મિક શક્તિ રહેલી છે. 7 ગ્રહ કેતુનું પ્રતિનિધિત્વ કરે છે અને વિશ્લેષણાત્મક કૌશલ્ય અને બુદ્ધિથી ભરપૂર છે. બીજી તરફ નંબર 3 જ્ઞાન અને બુદ્ધિ જેવા સમાન કૌશલ્યનું પ્રતિનિધિત્ત્વ કરે છે. આ કારણોસર જે વ્યક્તિઓનું જીવન નંબર 3 અને નંબર 7 સાથે સંકળાયેલ હોય છે, તે વ્યક્તિઓને જીવનમાં સફળતા અને પ્રશંસા પ્રાપ્ત થાય છે. આ બંને નંબર સાથે સંકળાયેલ વ્યક્તિઓના તમામ નિર્ણયની સરાહના કરવામાં આવે છે, તેથી તેમના બિઝનેસમાં નુક્શાન થવાની સંભાવના ન્યૂનતમ રહે છે.
આ નંબર સાથે સંકળાયેલ યુગલ સમજુ અને પ્રેક્ટીકલ હોય છે. જે વ્યક્તિઓનું જીવન આ નંબર સાથે જોડાયેલ હોય છે, તે વ્યક્તિ પોતાના પાર્ટનરને તેના જીવનમાં સ્પેસ આપે છે, જેના કારણે તેઓ બંનેને લાભ થાય છે. આ પ્રકારની વ્યક્તિમાં ઓછી લાગણી હોય છે. આ કારણોસર લવ રિલેશનમાં લાગણીશીલ જોડાણ ઓછું હોય છે. જે વ્યક્તિની જન્મ તારીખમાં7 અને 3 એકસાથે હોય છે, તેનું ખૂબ જ મહત્ત્વ હોય છે. આ પ્રકારની વ્યક્તિને માતા પિતાના આશીર્વાદ પ્રાપ્ત થશે અને તેમના તરફથી સમર્થન પણ પ્રાપ્ત થશે. જે વ્યક્તિનું 7 અથવા 3 નંબર સાથે સંકળાયેલ હોતું નથી, તેમની તેમના માતા પિતા સાથે અન્ડરસ્ટેન્ડિંગ ઓછી હોય છે.
નંબર 8:
નંબર 8 અને નંબર 3 વચ્ચે રિલેશન એવરેજ રહે છે. જે વ્યક્તિનું જીવન નંબર 8 સાથે સંકળાયેલ હોય છે, તે વ્યક્તિ ખૂબ જ પરિશ્રમી અને જજમેન્ટલ હોય છે. નંબર 3 સાથે જોડાયેલ વ્યક્તિ પોતાની એક ખાસ પ્રતિભા ધરાવે છે. આ બંને નંબર સાથે સંકળાયેલ વ્યક્તિ એકબીજીના કામમાં વધુ રસ દાખવતા નથી. નંબર 8 સાથે સંકળાયેલ બિઝનેસ પાર્ટનરે પોતાની બાબતનું જાતે જ ધ્યાન રાખવું પડશે. પ્રોફેશનમાં નાણાંકીય લાભ મેળવવા માટે પારિવારિક સંબંધનો ઉપયોગ કરવો જોઈએ.
આ નંબર સાથે સંકળાયેલ વ્યક્તિએ સોશિયલ નેટવર્કિંગનો ઉપયોગ કરવો જોઈએ અને સૌથી વધુ તેના પર ધ્યાન આપવું જોઈએ. ઘરમાં તુલસીજીનો ફોટો રાખવો જરૂરી છે અને એક દીવો કરવો જોઈએ જેનાથી તેની અસર જોવા મળે છે. વિજ્ઞાન, રાજનીતિ, નાણાંકીય, જ્યોતિષ અને ચિકિત્સા ક્ષેત્રે સંકળાયેલ વ્યક્તિને તેમનું નસીબ સાથ આપશે. આ નંબર સાથે જોડાયેલ મહિલાઓએ કસરત અને મેડિટેશન કરવું જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર