Home /News /dharm-bhakti /Numerology Prediction: નંબર 6 નો નંબર 1 અને 2 સાથે કેવો હોય છે મેળ, કઈ બાબતો હોય છે સમાન અને કઈ બાબતો રાખે છે એકબીજાથી દૂર?
Numerology Prediction: નંબર 6 નો નંબર 1 અને 2 સાથે કેવો હોય છે મેળ, કઈ બાબતો હોય છે સમાન અને કઈ બાબતો રાખે છે એકબીજાથી દૂર?
Numerology Suggestions
Numerology Today, 29 March 2023: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. ત્યારે જન્મતારીખ પરથી પણ તમારી કારકિર્દી અંગે જાણી શકાય છે, ત્યારે અંકશાસ્ત્ર પરથી જાણીએ નંબર 6 નો નંબર 1 અને 2 સાથે કેવો મેળ હોય છે, કઈ બાબતો હોય છે સમાન હોય છેતો કઈ બાબતો તેમને એકબીજાથી દૂર રાખે છે?
નંબર 1: નંબર 1ના સ્વામી સૂર્યદેવ છે. જેથી નંબર 6 માટે સંપૂર્ણપણે પ્રતિરોધક અને વિરોધી છે. તેમની આ પ્રતિકારાત્મકતાને કારણે જ આ બન્નેને બિઝનેસ પાર્ટનરશિપથી દૂર રહેવાની અને લગ્ન માટે પણ સમાન પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે.
તેમના આ વિરોધાભાસ પાછળનુ મુખ્ય કારણ તેમની ભાવનાઓ છે. જેમ કે નંબર 6 ઘર, કુટુંબ, તેમી આસપાસના લોકો, મિત્રો અને સમાજ માટે પ્રેમ દર્શાવનારા હોય છે. બીજી તરફ નંબર 1 ની વાત કરવામાં આવે તો તે આત્મ નિર્ભર હોય છે અને તે પોતાની જાતમાં જ મસ્ત રહેતા હોય છે. નંબર 1 એકલા રહીને અને જાતે જ કામ કરવામાં વધુ વિશ્વાસ કરતા હોય છે. બીજી તરફ નંબર 6 અન્ય લોકોના સમર્થન અને સાથ સહકારની માંગ કરે છે.
નંબર 1 ની વાત કરએ તો તે બાબતો પ્રત્યે સખત હોય છે સાથે જ નીચે નમવા અને હાર માનવા તૈયાર હોતા નથી. જ્યારે નંબર 6 આની માટે સંપૂર્ણપણે તૈયાર રહેતા હોય છે અને અન્ય જરૂરિયાતો સાથે મર્જ થઈ જતા હોય છે. તેમની પાસે મજબૂત વ્યક્તિત્વ ધરાવતા લોકોનુ જૂથ હોય છે જેમને એકસાથે મૂકવામાં આવે તો તે મોટા વિવાદો તરફ દોરી શકે છે. જો નંબર 6 અને 1 બન્ને એકસાથે કામ કરી રહ્યા હોય તો તેમણે મધ્યસ્થી તરીકે નંબર 2 ની મદદ અથવા ટેકો લેવો જોઈએ, આવું કરવું તેમના વિવાદોનું સમાધાન કરવામાં તેમજ તેમની વચ્ચે લાંબા સમય સુધી વાતચીત સ્થાપિત કરવામાં મદદરૂપ બની રહે છે.
આ નંબર ધરાવતા લોકો નંબર 6 અને તેમની રીતો સાથે પરિચિત છે અને નંબર 6 સાથે તેઓ તટસ્થ સંબંધની પેટર્નને અનુસરે છે. બીજી તરફ નંબર 6 ની વાત કરીએ તો તેની માટે નંબર 2 સાથે તાલમેલ કરવો થોડો મુશ્કેલ લાગી શકે છે. આ એટલા માટે છે કારણ કે તે બન્ને જીવવા માટે સમાન પેટર્નને ફોલો કરે છે. પરંતુ બન્નેની આ અંગેની ફિલોસોફી અલગ અલગ હોય છે. આ બન્ને ઘણીવાર એવી દલીલોમાં ઉતરી જાય છે જેને સરળતાથી શાંત કરી શકાય પણ તેમની વિચારધારાને કારણે આવું કરવું શક્ય હોતુ નથી. તેઓ બંને કામ પ્રત્યે પ્રતિબદ્ધ અને ભાવનાત્મક રીતે સંચાલિત લોકો છે, તેઓ લગ્ન અથવા પ્રેમ સંબંધોમાં શ્રેષ્છ અને વફાદાર સાથીઓ બને છે.
ગ્લેમર ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા યુવાનો અથવા લોકો આવા કોમ્બિનેશન સાથે સફળતાનો મેળવતા હોય છે. આ કોમ્બિનેશન ધરાવતી સ્ત્રી ભાગ્યશાળી તેમજ પરિવાર માટે સહાયક પુત્રવધૂ સાબિત થાય છે.
સર્જનાત્મકતા, લિક્વિડ ગવર્નમેન્ટ ઓર્ડર્સ ડિઝાઈનિંગ, જ્વેલરી, હીરા જેવા રત્નો, બ્યુટી પ્રોડક્ટ્સ, ડેકોર, ટૂર અને ટ્રાવેલ, નિકાસ આયાત અને અનાજને લગતા કાર્યોમાં તે સારું પ્રદર્શન કરતા હોય છે. આ બંને અંકના લોકો અન્યના સમર્થનની માંગ કરે છે અને સ્વતંત્ર રીતે કામ કરવા માટે સંયમ રાખે છે, તેથી બંનેને એકલતાનો ભય રહેતો હોય છે. તેથી આ લોકોએ આ ટીમ અથવા જૂથમાં રહેવું જોઈએ.
લકી કલર- બ્લૂ અને વ્હાઈટ
લકી દિવસ- સોમવાર અને શુક્રવાર
લકી નંબર- 2 અને 6
દાન: રાધા- કૃષ્ણને મિશ્રી અર્પણ કરો
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર