Home /News /dharm-bhakti /Numerology Suggestions 28 March : જાણો નંબર 3 અને 4 સાથે કેટલો સુસંગત છે નંબર 6

Numerology Suggestions 28 March : જાણો નંબર 3 અને 4 સાથે કેટલો સુસંગત છે નંબર 6

Numerology Suggestions

Numerology Today, 28 March 2023: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. ત્યારે જન્મતારીખ પરથી પણ તમારી કારકિર્દી અંગે જાણી શકાય છે, ત્યારે વિદેશમાં કામ કરવા અથવા સ્થાયી થવા માંગતા લોકોની જન્મ તારીખમાં આ નંબર મહત્વના છે.

વધુ જુઓ ...
નંબર 3- નંબર 3 અને નંબર 6 એ બંને અનુક્રમે બીજી ક્રિએટીવ સંખ્યા અને ત્રીજી સૌથી ક્રિએટીવ સંખ્યા છે. તેથી ક્રિએટીવ આર્ટ અથવા આર્ટ સાથે જોડાયેલા લોકો આ કોમ્બિનેશન સાથે વિશ્વમાં કોઈપણ રીતે આગવું સ્થાન પ્રાપ્ત કરી શકે છે. 3 અને 6 નંબરના સંયોજન વાળા કપલ્સ વ્યક્તિગત જીવનમાં એવરેજ મેરેજ લાઇફ જીવે છે કારણ કે નંબર ૩ નંબર 6 સાથે સહકાર આપતો નથી.

જો કે 6 નંબર 3 સાથે તટસ્થ સંબંધ ધરાવે છે, બંને સાથે મળીને કામ કરી શકે છે પરંતુ માત્ર વ્યાવસાયિક રીતે જ્યાં તેમના હિતના ક્ષેત્રો વિરોધાભાસી ન હોય. બંનેને લોકોના મોટા સમૂહનો આનંદ મળે છે અને એક મોટા ગૃપમાં કામ કરવાનું પસંદ કરે છે. તેઓ કોમ્યુનિટી ઓરીએન્ટેડ હોય છે. તેઓ સરકારી વિભાગો અથવા સરકારમાં ખૂબ સારી રીતે કાર્ય કરે છે. સિંગર, સાયન્ટિસ્ટ, ડિઝાઈનર, રાઇટર, સ્પોર્ટસમેન, પબ્લિક સ્પીકર્સ, મોટિવેશનલ હીરોઝ, ડિફેન્સ ઓફિસર્સ અને હોમ મેકર્સ આ નંબરોની હાજરી સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાનું જીવન સફળતાપૂર્વક પસાર કરી રહ્યા છે.

આ પણ વાંચો:  Navratri 2023: મહાઅષ્ટમી પર 700 વર્ષ બાદ રચાશે ગ્રહોનો 'મહાસંયોગ', આ રાશિઓના આવશે 'અચ્છે દિન'

લકી કલર – ગુલાબી અને વાયોલેટ

લકી નંબર – 9

લકી દિવસ – શુક્રવાર

દાન- ભગવાનું વિષ્ણુ અને દેવી લક્ષ્મીને કંકુ અને ચોખા અર્પણ કરો

નંબર 4- નંબર 6 એ એક એવી સંખ્યા છે જે નંબર 4 માટે ખૂબ ભાગ્યશાળી સાબિત થાય છે જે રાહુની સંખ્યા છે. નંબર 6 ની હાજરી રાહુ ગ્રહ માટે ભાગ્ય તરફના સારા વળાંકને ચિહ્નિત કરે છે. તે તેની સખત મહેનતમાં ઘટાડો કરવામાં અને પરિવાર અને મિત્રોને સંપૂર્ણ ટેકો આપવા માટે પ્રોત્સાહિત કરે છે. પોતાની જન્મતારીખમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નંબર 4 અને નંબર 6 ધરાવતા લોકો રાજકારણમાં સારું કામ કરી શકે છે. માનનીય મંત્રી શ્રી કેટીઆરની જેમ નંબર 4 સાથે જન્મેલા હોય અને પાર્ટનરનો નંબર 6 હોય તો મોટા બિઝનેસ મેન અને સરકારી અધિકારીઓ ઉત્તમ સફળતા અને કાર્ય કરી શકે છે. ઉપરાંત 4 અને 6 નંબરના સંયોજનવાળી કપલ્સ એક સુંદર જોડી બનાવે છે જે ઘરેલું અને સામાજિક જવાબદારીઓ સારી રીતે નિભાવે છે, તેને અન્યના આશીર્વાદ અને વિશ્વાસ પણ પ્રાપ્ત થાય છે.

લકી કલર્સ – બ્લુ અને ઓફ વ્હાઇટ

લકી દિવસ- શુક્રવાર

લકી નંબર 6

દાન – ડોમેસ્ટિક હેલ્પરને ઘરવપરાશની વસ્તુઓ દાનમાં આપો.
First published:

Tags: Astro, Astro Tips, Numerology, Numerology Suggestions

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો