Home /News /dharm-bhakti /Numerology Suggestion 26 March: આ અંકના જાતકોએ પોતાની બેગમાં રાખવો તાંબાનો સિક્કો, જાણો શું કહે છે આજનું અંકશાસ્ત્ર

Numerology Suggestion 26 March: આ અંકના જાતકોએ પોતાની બેગમાં રાખવો તાંબાનો સિક્કો, જાણો શું કહે છે આજનું અંકશાસ્ત્ર

numerology suggestion

Numerology Today, 26 march 2023: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. ત્યારે જન્મતારીખ પરથી પણ તમારી કારકિર્દી અંગે જાણી શકાય છે, ત્યારે વિદેશમાં કામ કરવા અથવા સ્થાયી થવા માંગતા લોકોની જન્મ તારીખમાં આ નંબર મહત્વના છે.

વધુ જુઓ ...
નંબર 1- સમસ્યાઓ વધુ જટિલ થઇ રહી છે, પરંતુ તે હવે અંતના આરે છે. તેથી નવી વસ્તુ માટે પ્લાનિંગ કરવાનો સમય છે, નવી જગ્યા, પોઝીશન, મિત્ર કે પછી વેપારમાં નવું રોકાણ, નવી નોકરી, નવા ઘરને લગતી બાબતો હોય તો સમાધાન થશે અને કાયદાકીય બાબતથી સાવધાન રહેજો. મેડિકલ પ્રેક્ટિશનર્સ પાસે આજે એક ખાસ નવી ઓફર છે. ખેતી અને શિક્ષણ ઉદ્યોગ નફામાં રહેશે.

માસ્ટર કલર – બેઇજ
લકી દિવસ – શુક્રવાર
લકી નંબર – 6
દાન- આશ્રમમાં ખોરાકનું દાન કરો

નંબર 2 - વર્કિંગ ટેબલ પર ટૂ સ્ટેપ બામ્બૂ પ્લાન્ટ મૂકો. યાદ રાખો કે આજે ઓપન બૂકની જેમ વર્તન ન કરો. લોકો તમારી નિર્દોષતાનો અને વધુ પડતા સહાયક વલણનો ફાયદો ઉઠાવશે. તમારે કોઈક વાર "ના" કહેવાનું પણ શીખવાની જરૂર છે. વિસ્ડમને ઉંચું રાખવાનું ભૂલશો નહીં, કારણ કે લોકો તમારી નિર્દોષતાનો દુરૂપયોગ કરવાનો પ્રયાસ કરશે. એક્સપોર્ટ ઇમ્પોર્ટ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ, બ્રોકર્સ, ટ્રાવેલ એજન્સીઓ અને પાર્ટનરશિપ કંપનીઓને સફળતા મળશે. જીવનસાથી અથવા સાથીદારો દ્વારા ભાવનાત્મક રીતે નિરાશા અથવા નુકસાન અનુભવશો.

માસ્ટર કલર- બ્લૂ
લકી દિવસ – સોમવાર
લકી નંબર – 2
દાન- આશ્રમમાં ખાંડનું દાન કરો

નંબર 3- આજે પ્રેમ સંબંધોની વાત આવે ત્યારે વિસ્ડમ તેની ભૂમિકા ભજવશે. ઘરની દક્ષિણ દિવાલ પર એક લાલ બલ્બ મૂકો. આજે કામના સ્થળે જજમેન્ટલ બનો, જેથી તમારા મિત્રોના ઇરાદાઓનું અનુમાન કરી શકાય. ક્રિએટિવ વિચારો અને આકર્ષક બોલી ઓફિસમાં તમારા બોસને અને ઘરે પરીવારને આકર્ષિત કરશે. પૈસા સંભાળતી વખતે તમારે સાવચેત રહેવું જોઈએ. રમતગમતના કોચ જીત અને પૈસાનું ઇનામ મેળવશે. બાંધકામ અને કૃષિ ક્ષેત્રે રોકાણ માટે સારો સમય છે. સવારે કપાળ પર ચંદનનું તિલક પહેરો.

માસ્ટર કલર – ઓરેન્જ અને ગ્રીન઼
લકી દિવસ – ગુરૂવાર
લકી નંબર – 3 અને 9
દાન- મંદિરમાં સનફ્લાવર સીડ્સનું દાન કરો

નંબર 4 - આજે નહાતી વખતે પાણીમાં એક ચપટી મીઠું ઉમેરો. બિઝનેસમાં આયોજન અને રણનીતિ ગ્રોથ માટે માર્ગદર્શક બનશે. સરકારી નોકરીઓ અને રાજકારણમાં રહેલા લોકોએ આજે તેમના લક્ષ્ય તરફ કામ કરવું જોઈએ કારણ કે અડધા દિવસ પછી તેમને સારા રીવોર્ડ્સ મળશે. ઉચ્ચ હોદ્દા પર રહેલા લોકો વધુને વધુ ગ્રોથ મેળવશે. લીલા પાંદડાવાળા શાકભાજીનું દાન નસીબને વધારવામાં મદદ કરશે. સ્પોર્ટસમેનનો આર્થિક લાભ વધશે અને પ્રદર્શન માટે તમારી પ્રશંસા પણ કરવામાં આવશે. તમે ખૂબ જ વ્યસ્ત હોવાથી પરિવાર અને મિત્ર સાથે સમય વિતાવી નથી શકતા, તેથી શાંતિથી તેમની ફરિયાદો સાંભળો.

માસ્ટર કલર- બ્લૂ અને ગ્રે
લકી દિવસ- શુક્રવાર
લકી નંબર -6
દાન- પશુઓને લીલું અને સોલ્ટી ફૂડ આપો

નંબર 5- જો તમે રાજકારણમાં છો તો ઝડપથી પૈસા બનાવવાની યુક્તિઓ પાછળ દોડવાનું ટાળો અને સફળતા અને સંતોષ મેળવવા ઇમાનદારીથી કામ કરો. તમારા પાર્ટનરની સાથે તમારી લાગણીઓ શેર કરવા ઉત્તમ દિવસ. મશીનરી ખરીદ, પ્રોપર્ટી વેચવા, ઓફિશ્યલ ડોક્યુમેન્ટ્સ સાઇન કરવા અને ટ્રીપ પર જવા માટે એક ઉત્તમ દિવસ. ન્યૂઝ એન્કર્સ, કલાકારો, હેન્ડીક્રાફ્ટ આર્ટીસ્ટ, એન્જીનીયર્સને લોકો પાસેથી સરાહના મળશે. ભોગવિલાસને ટાળવાનું ભૂલશો નહીં, કારણ કે તે તમને દુશ્મનો દ્વારા ફસાવવાની કોઇ યુક્તિ હોઈ શકે છે. તમારી નેતૃત્વની ભૂમિકાથી આસપાસના ઘણાને ફાયદો થશે. તેથી રમતગમતના કોચે નવા પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ.

માસ્ટર કલર - ટીલ
લકી દિવસ – બુધવાર
લકી નંબર – 5
દાન – બુધવારે ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરો.

નંબર 6- જો તમારું કામ દવાઓ, ફૂડ, માર્કેટિંગ, ટ્રેડિંગ, ડિસ્ટ્રિબ્યુશન, ડિફેન્સ, એરલાઇન્સ, જ્વેલરી, કોસ્મેટિક્સ અને હોમ ડેકોરેશનના ફિલ્ડ હોય તો આજે ઉજ્જવળ પરિણામો મળશે. આજે તમારા સપના પૂરા કરવા માટે તૈયાર રહો, કારણ કે આજે સમય તમારી એક્ટિવિટીને ટેકો આપે છે. તમે આ દિવસે તમામ પ્રકારના લાભનો આનંદ માણશો. પારિવારિક સ્નેહ અને સહયોગ સમૃદ્ધિ લાવશે. દિવસ વૈભવવિલાસમાં પસાર થશે. ડિઝાઇનર્સ, વકીલો, ટેક્નિશિયન્સ, રાજકારણીઓ અને અભિનેતાઓ ખાસ મૂલ્યાંકન અને સ્થિરતા માણશે.

આ પણ વાંચો: શનિના ગોચરથી શશ મહાપુરુષ રાજયોગનું નિર્માણ, આ ત્રણ રાશિના જાતકોને થશે ધનલાભ

માસ્ટર કલર- સ્કાય બ્લૂ
લકી દિવસ- શુક્રવાર
લકી નંબર – 6 અને 9
દાન- ગરીબોને દહીંનું દાન

નંબર 7- તમારા દિવસની શરૂઆત કરવા માટે કેતુ પૂજા કરો અને ગુરુ મંત્રનો જાપ કરો. તમારી બેગમાં હંમેશા ગોળ આકારનો તાંબાનો સિક્કો રાખવાનું ભૂલશો નહીં. આજે જૂની સંપત્તિ સાથે આર્થિક રીતે વધવાના રસ્તા છે. ટૂંક સમયમાં જ જીવનના તમામ ક્ષેત્રોમાં સંબંધો, પ્રદર્શન અને નાણાકીય વિકાસનો આનંદ માણી શકાશે. આજે વ્યવસાયમાં સંબંધીઓ અને મિત્રોથી સાવચેત રહો. સ્પોર્ટ્સમેને વિવાદ ટાળવા અને સ્પર્ધકોથી દૂર રહેવું. ભગવાનના આશીર્વાદ મેળવવા માટે ભગવાન શિવ અને કેતુ વિધિ કરવી જોઇએ.

માસ્ટર કલર- પીળો
લકી દિવસ- સોમવાર
લકી નંબર- 7
દાન- અનાથાત્રમમાં કપડાનું દાન કરો

નંબર 8- આજે તમે જાતે જ વાહન ચલાવો. તમારા મનને આરામ આપો અને વિચારવાનું બંધ કરો, કારણ કે બધું બરાબર થઈ જશે. નેતૃત્વનો આનંદ માણવાનો સમય છે, કારણ કે આસપાસના બધા લોકો તમારા વફાદાર અનુયાયીઓ છે. આરોગ્યની કાળજી લેવાની જરૂર છે. ચેરિટી જાદુઈ ભૂમિકા ભજવશે. ગ્રીન ગાર્ડનની આસપાસ થોડો સમય વિતાવો. તમારે આજે શક્ય તેટલા જાહેર કાર્યક્રમોમાં ભાગ લેવો જોઈએ અને માઇક હાથમાં લેવું જોઈએ.

માસ્ટર કલર – પર્પલ
લકી દિવસ- શુક્રવાર
લકી નંબર – 6
દાન - ગરીબોને મીઠું ભોજન દાન કરો

આ પણ વાંચો: Shani dev: આ પાંચ રાશિઓ પર શનિની સાડાસાતી અને ઢૈયાની અસર, બચવા માટે કરો ખાસ ઉપાય



નંબર 9- ફૂડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી મહિલાઓએ આજે નવા માર્ગો અને તકોનો લાભ લેવો જોઈએ. દિવસ ગોસિપ, વાંચન, પ્લાનિંદગ, હીલિંગ આર્ટ, કસરત, ઘરકામ, ઘરેલુ કાર્યોને પરિપૂર્ણ કરવા, પાર્ટીનું આયોજન કરવા, સામાજિક કાર્ય કરવા, શેરમાં વેપાર કરવામાં વધુ પસાર થશે. ડર્મેટોલોજિસ્ટ્સ, ઓડિટર્સ, સાયન્ટિસ્ટ્સ, સર્જન, રાજકારણીઓ અને સ્પોર્ટ્સમેન રીવોર્ડ્સ અને ઓળખ મેળવશે. દિવસ આનંદ, એનર્જી અને ઉત્સાહથી ભરપૂર રહેશે. તમારા ઉદ્દેશ્ય તરફ એક દિશામાં ચેનલાઇઝ કરવા માટે દિવસનો ઉપયોગ કરો. આજે નાણાંકિય આયોજન અને પ્રોપર્ટી રજિસ્ટ્રેશન થવાની સંભાવના છે.

માસ્ટર કલર – બ્રાઉન
લકી દિવસ – મંગળવાર
લકી નંબર – 9
દાન- મંદિરમાં કાચી હળદરનું દાન કરો
First published:

Tags: Dharm Bhakti, Horoscope, Numerology

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો