Union
Budget 2023

Highlights

Home /News /dharm-bhakti /Numerology Sugestions 25 January: દંપતી વચ્ચે સંબંધ વધુ મજબૂત બનશે અને બિઝનેસમાં મળશે સફળતા, જાણો આજનું રાશિફળ

Numerology Sugestions 25 January: દંપતી વચ્ચે સંબંધ વધુ મજબૂત બનશે અને બિઝનેસમાં મળશે સફળતા, જાણો આજનું રાશિફળ

Numerology suggestion

Numerology Today, 25 January 2022: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. ત્યારે જન્મતારીખ પરથી પણ તમારી કારકિર્દી અંગે જાણી શકાય છે, ત્યારે વિદેશમાં કામ કરવા અથવા સ્થાયી થવા માંગતા લોકોની જન્મ તારીખમાં આ નંબર મહત્વના છે.

વધુ જુઓ ...
  1, 20, 19 અને 28 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 1:

  કપલ એકબીજા પર વિશ્વાસ રાખશે અને તેમનો સંબંધ વધુ મજબૂત બનશે. તમે સ્ટેજ અથવા ઇવેન્ટ્સમાં હાજરી આપી શકો છો, પરંતુ મુસાફરી કરવાનું ટાળવું જોઈએ. તમારી ઉત્તમ વાણીના કારણે અન્ય લોકો પર તમારી સારી છાપ છોડી શકશો. સંબંધો સ્થાપિત કરવાનું અને પ્રમાણિકતા જાળવવાનું ન ભૂલવું જોઈએ. થિયેટર કલાકારો, ક્રિકેટરો, નર્તકો, બેટરીના ડીલરો, લેખકો, સરકારી અધિકારીઓ, ડોકટરો, સંગીતકારો અને મીડિયા ઈન્ડસ્ટ્રીના લોકોને નફો થવાની સંભાવના છે.

  માસ્ટર કલર: કેસરી અને વાદળી
  શુભ દિવસ: મંગળવાર
  શુભ નંબર: 1 અને 9
  દાન: મંદિરમાં શ્રીફળ અર્પણ કરો.

  2, 11, 20 અને 29 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 2:

  તમને જે વ્યક્તિ પસંદ છે, તેની સામે તમારી લાગણીઓ વ્યક્ત કરો. રોમાંસનો અનુભવ થશે અને કંઈક નવું શરૂ થવાની સંભાવના છે. તમારા અંગત સંબંધને વધારવા માટે તમારે બીજાની ભૂલોને નજરઅંદાજ કરવી જોઈએ. તમે સંપત્તિ વેચી શકો છો અને નવા બિઝનેસ યુનિટમાં રોકાણ કરી શકો છો. તમે તમારા માતા:પિતાના સહયોગથી સફળ થશો. આળસના કારણે તમારું કાર્ય અવરોધાશે. આજના દિવસે તમારા બાળકો અને સંબંધીઓ સાથે સમય પસાર કરો, કૌટુંબિક કાર્યોમાં હાજરી આપવા, શોર્ટ ટ્રિપ પ્લાન કરો. સ્ટોકમાં રોકાણ કરવા અને તમારા પાર્ટનરને સરપ્રાઈઝ આપી શકો છો.

  માસ્ટર કલર: ગુલાબી
  શુભ દિવસ: સોમવાર
  શુભ નંબર: 2
  દાન: મંદિરમાં બે શ્રીફળનું દાન કરો.

  3, 12, 22 અને 30 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 3:

  રાહ જોવાથી અને વાર કરવાથી કરિઅર સમાપ્ત થઈ શકે છે. અંગત જીવનમાં સુખ પ્રાપ્તિ થશે. હાલના સમયે કામના પર્ફોર્મન્સની સાથે સાથે સ્પર્ધા પણ થઈ શકે છે. તમારે કારકિર્દીના વિકલ્પ તરીકે સ્પિરિચ્યુઆલિટી કાઉન્સેલિંગના વિકલ્પ પર ધ્યાન આપવું જોઈએ. ગાયકો, કોચ, શિક્ષણવિદો, રાજકારણીઓ અને વકીલો માટે અત્યંત સારો દિવસ છે. કપડા, દાગીના, પુસ્તકો, અનાજ ખરીદવા અથવા ટ્રાવેલ બુકિંગ માટે આજે શ્રેષ્ઠ દિવસ છે. ડિઝાઇનર્સ, હોટેલીયર્સ, એન્કર, જીવન અને રમતગમતના કોચ અને ફાઇનાન્સર્સ, સંગીતકારો આજે વિશેષ સફળતા પ્રાપ્ત થશે. હળદરનું સેવન કરીને આજના દિવસની શરૂઆત કરો.

  માસ્ટર કલર: લાલ
  શુભ દિવસ: ગુરુવાર
  શુભ નંબર: 3 અને 9
  દાન: મંદિરમાં ચંદનનું દાન કરો.

  4, 13, 22 અને 31 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 4:

  આ અઠવાડિયામાં તમારી લોકપ્રિયતામાં વધારો થશે. તમને તમારા બાળકો પર ખૂબ જ ગર્વ થશે. સ્ટોક અને કોમર્શિયલ પ્રોપર્ટીમાં રોકાણ કરનારા લોકો માટે આજનો દિવસ સારો છે. સેલ્સ કર્મચારીઓ, IT કર્મચારીઓ, થિયેટર કલાકાર અથવા અભિનેતાઓ, ટીવી એન્કર અને નર્તકોએ ઇન્ટરવ્યૂ માટે અરજી કરવી જોઈએ, જેનાથી તેમને ઉજ્જવળ તક મળી શકે છે. બાંધકામ સામગ્રી, ધાતુ અને કપડાંના ઉત્પાદકોએ બિઝનેસમાં નવી ઓફરની અપેક્ષા રાખવી જોઈએ. આરોગ્ય જળવાઈ રહે તે માટે લીલા શાકભાજીનું સેવન કરવું જોઈએ.

  માસ્ટર કલર: જાંબલી
  શુભ દિવસ: મંગળવાર
  શુભ નંબર: 9
  દાન: મિત્રને મની પ્લાન્ટ છોડનું દાન કરો

  5, 14 અને 23 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 5:

  ભગવાન ગણેશની પૂજા કરો અને તેમના આશીર્વાદ લો. સમાન વિચારધારા ધરાવતા લોકો સાથે હળવા મળવાની આદત ભૂલીને અન્ય લોકોમાં વિશ્વાસ રાખો. લાંબા સમયની સમસ્યાઓના ઉકેલ માટે તમને પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. નાણાંકીય નફો સાધારણ લાગશે, પરંતુ આયાત-નિકાસમાં રોકાણ કરવાથી વળતર મળી શકે છે. તમને જે પણ સન્માન આપવામાં આવે છે, તે બદલ તમારા પરિવારનો આભાર વ્યક્ત કરવો જોઈએ. આજે શેરબજાર, રમતગમત, ઈવેન્ટ્સ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઈન્ટરવ્યૂમાં નસીબ અજમાવવું જોઈએ.

  માસ્ટર કલર: લીલો અને કેસરી
  શુભ દિવસ: બુધવાર
  શુભ નંબર: 5
  દાન: અનાથ આશ્રમમાં અથવા પ્રાણીઓને દૂધનું દાન કરો.

  6, 15 અને 24 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 6:

  વ્યાવસાયિક અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવવા માટે આજે સારો દિવસ છે. જો તમને નેતૃત્ત્વ કરવાની તક આપવામાં આવે તો ગ્રુપનું નેતૃત્ત્વ કરવું જોઈએ. એક આરામદાયક દિવસથી જીવનમાં સુખ અને સંપૂર્ણતા લાવશે. બિઝનેસ ક્લાયન્ટની સમસ્યાઓનું નિવારણ લાવવાનો, ડીવર માટે અને ખરીદી માટે બહાર જવા આજે સારો દિવસ છે. ગૃહિણીઓ, સ્પોર્ટ્સમેન, પ્રોપર્ટી ડીલર્સ, ડર્મેટોલોજીસ્ટ, ગાયકો, ડિઝાઇનર્સ, ઇવેન્ટ મેનેજમેન્ટ, બ્રોકર્સ, શેફ, વિદ્યાર્થીઓને નવા ટાસ્ક આપવામાં આવશે, જેમનાથી તેમનો વિકાસ થશે. રોમેન્ટિક સંબંધોથી ઘરમાં ખુશીઓ આવશે.

  માસ્ટર કલર: વાયોલેટ
  શુભ દિવસ: શુક્રવાર
  શુભ નંબર: 6
  દાન: મંદિરમાં ચાંદીના સિક્કાનું દાન કરો.

  7, 16 અને 25 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 7:

  સાથીદારો અને પરિવારના સભ્યો સાથે તમારા સંબંધો સારા રહેશે, પરંતુ બિઝનેસ એકાઉન્ટ પર દેખરેખ રાખવાની જરૂર છે. હંમેશા ફેબ્રિક અથવા ચામડાને બદલે મેટલનો ઉપયોગ કરો. આજે કોઈપણ નિર્ણય લેતા પહેલા માતા-પિતાની સંમતિ લેવાની જરૂર છે. માતા અને અન્ય વરિષ્ઠોના સૂચનો ધ્યાનથી સાંભળો. આજે જે પણ સમસ્યા મોટી લાગે છે તે દૂર થઈ જશે. કોઈ તમને આગળ વધતા રોકી શકે શકે તેવી શક્યતા છે, પરંતુ તે સફળ થશે નહીં. જ્વેલરીના લોકો, વકીલો, કુરિયર, પાયલોટ, રાજકારણીઓ થિયેટર આર્ટિસ્ટ, સીએ, સોફ્ટવેરના લોકોને આજે તેમનું નસીબ સાથ આપશે.

  માસ્ટર કલર: કેસરી
  શુભ દિવસ: સોમવાર
  શુભ નંબર: 7 અને 9
  દાન: કોપર અને મેટલના નાના ટુકડાનું દાન કરો.

  8, 17 અને 26 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 8:

  મુસાફરી અથવા મુસાફરીના આયોજનમાં અડધા દિવસનો આનંદ લો. આજના દિવસની શરૂઆતમાં દાન કરો. મોટી કંપનીઓ સાથે જોડાવાથી ભવિષ્યમાં સારું વળતર મળશે. મિલકત અને મશીનરીની ખરીદી સંબંધિત નિર્ણયો તમારી તરફેણમાં આવશે. અનેક જવાબદારીઓ હોવાને કારણે તણાવમાં મુકાઈ શકો છો. કાયદાકીય વિવાદોનું ટૂંક સમયમાં નિવારણ આવશે. ડોક્ટરો અને મેન્યુફેક્ચરોને સફળતા મળશે. પાર્ટનર સાથે દલીલ થવાની શક્યતા હોવાથી મગજ શાંત રાખો. આજના દિવસે અનાજનું દાન કરો અને મોસંબીનું સેવન કરો.

  માસ્ટર કલર: જાંબલી
  શુભ દિવસ: શુક્રવાર
  શુભ નંબર: 6
  દાન: જરૂરિયાતમંદ વ્યક્તિને છત્રીનું દાન કરો.

  9, 18 અને 27 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 9:

  આજે તમે તમારા અને પરિવારના ઉન્નતિ માટે વધુ સમય ફાળવશો. દંપતી આજે ખુશ અને રોમેન્ટિક રહેશે. ઈજા થવાની સંભાવના આજે તમારે ભીડથી દૂર રહેવું જોઈએ. જો તમે કોઈ વ્યક્તિને પ્રેમ કરો છો, તો તમારે આજે તેને તમારા મનની વાત કરવી જોઈએ. પ્રોફેશનલ સંબંધો અને સોદાઓને સાકાર કરવા માટે વધુ સમય ફાળવવાની જરૂર છે. ગ્લેમર ઇન્ડસ્ટ્રી અને મીડિયાના લોકોને પ્રસિદ્ધિ મળશે. રાજકારણીઓને આજે મોટી તક પ્રાપ્ત થશે. જાહેર જીવન સાથે સંકળાયેલ વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓએ સહયોગ અને પ્રગતિ મેળવવા આજના દિવસનો ઉપયોગ કરવો જોઈએ. વિદ્યાર્થીઓ, નર્સ, સંગીતકારો, લેખક, ડિઝાઇનર્સ, ડોક્ટર્સ, વકીલો, એન્જિનિયરો અને અભિનેતાઓને આજે વધુ લોકપ્રિયતા મળશે.  માસ્ટર કલર: લાલ
  શુભ દિવસ: મંગળવાર
  શુભ નંબર: 9
  દાન: લાલ મસૂર દાળનું દાન કરો.

  ઉર્વશી, કવિતા કૃષ્ણમૂર્તિ, બિબેક દેબરોય, અનુશ્રી, ચેતેશ્વર પૂજારાનો 25 જાન્યુઆરીના રોજ જન્મદિવસ છે.
  Published by:Damini Patel
  First published:

  Tags: Dharm Bhakti, Horoscope, Numerology

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन