Home /News /dharm-bhakti /Numerology Suggestions 23 January: અન્ય લોકોને મદદ કરતા પહેલાં પોતાની સમસ્યાનું નિવારણ, જાણો આપનું રાશિફળ
Numerology Suggestions 23 January: અન્ય લોકોને મદદ કરતા પહેલાં પોતાની સમસ્યાનું નિવારણ, જાણો આપનું રાશિફળ
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
Numerology Today, 23 January 2022: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. ત્યારે જન્મતારીખ પરથી પણ તમારી કારકિર્દી અંગે જાણી શકાય છે, તો જાણો અંકશાસ્ત્ર પ્રમાણે જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ....
એકલતાનો ડર આજે નહીં રહે. તમે તમારા કામથી તમારું નામ કમાવા અને પ્રસિદ્ધિ મેળવવા માટે ભરપૂર આત્મવિશ્વાસ ધરાવો છો. વિવાદોનું નિવારણ લાવવાની કોશિશ કરો. જો તમે લીડર છો, તો તમારું ગ્રુપ તમને સાથ આપશે. આજના દિવસે મિત્રો તરફથી પ્રસ્તાવ મુકવામાં આવશે અને સહયોગ પ્રાપ્ત થશે. એક્ટીંગ, સોલાર એનર્જી, આર્ટવર્ક, કોસ્મેટીક્સ, કૃષિ અને સંપત્તિ ક્ષેત્રે સંકળાયેલા લોકોને આજે સફળતા મળશે.
માસ્ટર કલર: લીલો અને પીળો શુભ દિવસ: રવિવાર શુભ નંબર: 1 અને 5 દાન: આશ્રમમાં ઘઉંનું દાન કરો.
નંબર 2:
તમારા સાથીદારો પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરશો. મહિલાઓએ આજના દિવસે સંબંધોને સુગમ બને તે માટેની કોશિશ કરવી જોઈએ. બાળકો આત્મવિશ્વાસ અને મહેનતથી સારું પર્ફોર્મન્સ કરશે. માતાપિતાને તેમના બાળકોના શૈક્ષણિક પ્રદર્શન પર ગર્વ થશે. મહત્ત્વપૂર્ણ મીટિંગ અથવા ઇન્ટરવ્યૂમાં સફેદ અથવા એક્વા કલરના કપડા પહેરવાથી નસીબ સાથ આપશે. મીડિયાના લોકો, રાજકારણીઓ, ડિઝાઇનર, ડોક્ટરો અને અભિનેતાઓ સફળતા પ્રાપ્ત થશે.
સંબંધોમાં વાતચીત કરતા રહેવાથી સંબંધોમાં કોઈપણ પ્રકારનું નુકસાન નહીં થાય. ક્રિએટીવ લોકો જેમ કે, કલાકાર પાસે રોકાણ અને વળતર માટે આ શ્રેષ્ઠ છે. સ્પોર્ટ્સમેન, સ્ટોક બ્રોકર્સ, એરલાઇન કર્મચારીઓ, સંરક્ષણ કર્મચારીઓ, શિક્ષણવિદ, હોટેલીયર્સ, સંગીતકારો અને રાજકારણીઓએ પ્રચાર કરવાનો રહેશે. બપોરના ભોજન બાદ બિઝનેસમેનની ક્લાયન્ટ સાથે મુલાકાત થશે.
તમારે આજે પણ કોશિશ કરતા રહેવું જોઈએ. યોજનાઓને અમલમાં મૂકવા માટે આજે સારો દિવસ છે. માર્કેટિંગ વ્યૂહરચના અનુસાર કાર્ય કરો, નસીબ પોતાની ભૂમિકા ભજવતુ રહેશે. યુવાનોએ લવ ફીલિંગ શેર કરવી જોઈએ અને મિત્રતા કે સંબંધોનો દુરુપયોગ ન કરવો જોઈએ. માંસાહારી ભોજન અને દારૂનું સેવન ના કરો. પ્રાણીઓને ભોજન કરાવવું જોઈએ.
તમે ખૂબ જ બોલ્ડ છો અને તમને સ્વતંત્રતા વધુ પસંદ છે. હાલના સમયમાં પૈસા ગુમ થવાનું જોખમ છે. સંબંધોનો આનંદ માણવા, ખરીદી કરવા, સ્ટોક ખરીદવા, મેચ રમવા માટે આજે સારો દિવસ છે. આજે તમે તમામ સુખ-સુવિધાઓ સાથે શોર્ટ ટ્રિપ માટે જશો. કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થવાની સંભાવના છે. તમારે જેની જરૂર છે, તેની ખરીદી કરો. પ્રમોશન અને રજૂ કરેલ પ્રસ્તાવને મંજૂરી મળવાની સંભાવના છે.
નવું ઘર, નોકરી, નવા સંબંધો, લક્ઝરી, ટ્રાવેલ, પાર્ટી મળવાની સંભાવના છે. આજે તમારા ટાર્ગેટ પૂરા થશે અને તમે ચેમ્પિયનની જેમ તમારી અલગ ઓળખ ઊભી કરી શકશો. રાજકારણીઓ, ઘર, રમતગમત, દલાલો, હોટેલીયર અને વિદ્યાર્થીઓ લક્ષ્ય હાંસલ કરી શકશે અને સફળતાનો આનંદ માણશે. ગૃહિણીઓ અને શિક્ષકોને તેમના પરિવાર તરફથી આદર અને સન્માન મળશે. લગ્ન માટેના પ્રસ્તાવ મળી શકે છે.
માસ્ટર કલર: સ્કાય બ્લ્યૂ શુભ દિવસ: શુક્રવાર શુભ નંબર: 6 અને 2 દાન: બાળકોને વાદળી પેન્સિલ અને પેનનું દાન કરો.
નંબર 7: દસ્તાવેજો અને કાયદાકીય દાવાઓથી સાવચેત રહો. વિશ્વાસ મેળવવો અને જાળવી રાખવો તે એક પડકાર છે. મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતો બિઝનેસમાં આજે નસીબ સાથ આપશે. દિવસની શરૂઆત કરવા માટે પૂર્વજોના આશીર્વાદ લો અને આજે પીળા કઠોળનું દાન કરો. નાની બ્રાન્ડ્સને વધુ ફાયદો થશે. વકીલ અને સોફ્ટવેર સાથે સંકળાયેલા લોકોએ ઘરેથી કામ કરવાનું ટાળવું જોઈએ અને ઓફિસથી કામ કરવું જોઈએ.
અન્ય લોકો માટે નિર્ણાયક ન બનશો. અગાઉ કરેલી મહેનતને કારણે અને આત્મવિશ્વાસથી આજે કોઈપણ મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. પ્રેમ સંબંધોમાં દંપતીઓ વચ્ચે આનંદની પળો રહેશે. ડોકટરો, બિલ્ડરો, થિયેટર કલાકારો, ફાર્માસિસ્ટ, એન્જિનિયરો અને ઉત્પાદકોને નાણાંકીય લાભ મળશે. મશીનરી ખરીદી અને ધાતુની ખરીદીમાં રોકાણ કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. શારીરિક અને માનસિક આરોગ્ય જળવાઈ રહેશે.
દાનની શરૂઆત ઘરથી થાય છે. આ કારણોસર અન્ય લોકોને મદદ કરતા પહેલા ઘરની સમસ્યાનું નિવારણ લાવવું જોઈએ. નામ, ખ્યાતિ, ભાગ્ય અને મિલકત આ તમામ બાબતોની મદદથી અભિનેતાઓ, ગાયકો, ડિઝાઇનરો, રાજકારણીઓ અથવા ડૉક્ટરો, લેખકોને નસીબ સાથ આપશે. પાર્ટનરને ઈમ્પ્રેસ કરવા માટે યુવાઓ માટે આજે સારો દિવસ છે. મિત્રો બનાવવા, હોટેલિંગ, ઓડિશન, ઈવેન્ટમાં હાજરી આપવા, પાર્ટી હોસ્ટ કરવા, દાગીના ખરીદવા, કાઉન્સેલિંગ માટે આજે શુભ દિવસ છે.
માસ્ટર કલર: બ્રાઉન શુભ દિવસ: મંગળવાર શુભ નંબર: 9 અને 6 દાન: નાની બાળકીઓને લાલ રૂમાલનું દાન કરો.
બાલ ઠાકરે, સુભાષ ચંદ્ર બોઝ, નારા લોકેશ, રેખા ભારદ્વાજ, નિરોષા, રમેશ સિપ્પીનો 23 જાન્યુઆરીના રોજ જન્મદિવસ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર