Home /News /dharm-bhakti /Numerlogy Suggestions 19 March: નંબર 5નો નંબર 1 અને 2 સાથે કેવો હોય છે મેળ? કોણ કોના પર પડે છે ભારે ?

Numerlogy Suggestions 19 March: નંબર 5નો નંબર 1 અને 2 સાથે કેવો હોય છે મેળ? કોણ કોના પર પડે છે ભારે ?

Numerology suggestion

Numerology Today 19 march 2023: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો અંકશાસ્ત્ર પરથી જાણીએ કયો નંબર કોની સાથે સુસંગત બેસે છે.

  નંબર 5નો નંબર 1 અને 2 સાથે કેવો હોય છે મેળ?

  નંબર 1: નંબર 5ની નંબર 1 સાથે સમાનતા સુસંગતતાની વાત કરવામાં આવે તો નેબર 5 અને નંબર 1 પાસે સરખી પ્રતિભા અને સફળતાનુ વિઝન હોવાથી આ લોકો મોટાભાગે સાથે કામ કરવાનુ પસંદ કરતા નથી. પણ જો નંબર 1 અને નંબર 5 સાથે મળીને કામ કરે તો આ બન્નેની સફળતા આકાશની ઉંચાઈઓને સ્પર્શે છે. આ બન્ને વચ્ચે જોવા મળતા કેટલાક વિરોધાભાસને લઈને આ અંક ધરાવતા યુગલો વચ્ચે અથડામણ જોવા મળતી હોય છે, જેનુ મુખ્ય કારણ તેમનુ એકબીજા પર વર્ચસ્વ જમાવવાની લડાઈ હોય છે. ક્યારેક આ પ્રકારના યુગલોને એકસાથે લાવવા ખૂબ જ મુશ્કેલ બની જતા હોય છે અને તેનુ કારણ બન્નેને પોતાનુ પ્રભુત્વ જમાવવાની ધેલછા હોય છે. આવા યુગલોને માત્ર સમાધાન કરવાની જરૂર છે અને જો આ તેવું કરવામાં આવે તો આ જોડી ખૂબ જ શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. જો નંબર 5 અને 1 એકબીજા સાથે ભઆગીદારી કરે અને ઉદ્યોગ અથવા બિઝનેસ શરૂ કરે તો તેમનો વેપાર કૂદકે અને ભૂસકે આગળ વધી શકે છે. આ લોકોને રમતગમત, રાજકારણ, ટ્રાવેલ એજન્સી, ઓટોમોબાઈલ, આઈટી, સોલાર પાવર, કન્સ્ટ્રક્શન, જાહેરાત, ઝવેરાત, વિદેશી ચીજવસ્તુઓ અને અભિનયની કારકિર્દી ભવ્ય સફળતા અને ખ્યાતિ આપે છે.

  લકી કલર- એક્વા અને ટીલ

  લકી દિવસ- બુધવાર અને રવિવાર

  લકી નંબર- 01

  દાન- આશ્રમમાં ઘઉં દાન કરો

  સૂર્યને જળ અર્પણ કરો

  આ પણ વાંચો: રામનવમી પર બની રહ્યો સૌથી વિશેષ ગજકેસરી રાજયોગ, જાણો કુંડળીમાં આ યોગ બનવાના ફાયદા

  નંબર 2: નંબર 2 સો સ્વામી ગ્રહ સહકાર અને સંતુલનનો ગ્રહ હોવાથી તેની માટે નંબર 5 ના બોલ્ડ અને તર્કસંગત વ્યક્તિત્વનો સામનો કરવો થોડો મુશ્કેલ બની શકે છે. સામાન્ય રીતે જોવા મળે છે કે નંબર 2 નંબર 5 માટે ખૂબ જ સરળ ટાર્ગેટ હોય છે. નંબર 5 દરેક બાબત અને વસ્તુમાં વિવિધતા અને નવીનતાને પસંદ કરે છે. સાથે જ, તેને ફેરફારો, સ્વતંત્રતા, ઝડપ અને જોખમ લેવાની ટેવ હોય છે. ત્યારે નંબર 5 નંબર 2નો પોતાના માટે ઉપયોગ પણ કરી શકે છે.

  આ પણ વાંચો: કાળી બિલાડી રસ્તો કાપી જાય તો શા માટે માનવામાં આવે છે અશુભ? રાહુ સાથે છે સબંધ  નંબર 2 નો સ્વભાવ સામાન્ય રીતે લાગણીઓથી ભરેલો હોય છે અને આ લોકો તર્કસંગતતા અને પ્રેક્ટિકલ બુદ્ધિથી ઘણા દૂર હોય છે, તેમના આ ભોળપણને લઈને નંબર 5 સામે નંબર 2 વારંવાર ફસાય જાય છે. આવામાં નંબર 5ના કામ નંબર 2ને ખૂબ દુ:ખ પણ પહોંચાડે છે. આ પ્રકારના વિવિધ કારણોસર નંબર 2 ને 5 થી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. તેમના જીવનમાં તેઓ સાથે મળીને કામ કરે તો માનસિક સ્થિરતા અને ખુશીઓ અસંતોષનું કારણ બની રહે છે.

  લકી કલર- એક્વા

  લકી દિવસ- બુધવાર

  દાન- પ્રાણીઓને દૂધ આપો
  First published:

  Tags: Dharm Bhakti, Horoscope, Numerology

  विज्ञापन