Home /News /dharm-bhakti /Numerology Suggestions 13 Jan: બેન્કર્સ, સ્પોર્ટ્સમેન અને રાજકીય નેતાઓને નસીબ સાથ આપશે, જાણો કેવો રહેશે આજનો દિવસ

Numerology Suggestions 13 Jan: બેન્કર્સ, સ્પોર્ટ્સમેન અને રાજકીય નેતાઓને નસીબ સાથ આપશે, જાણો કેવો રહેશે આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Numerology Today, 13 January 2022: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. ત્યારે જન્મતારીખ પરથી પણ તમારી કારકિર્દી અંગે જાણી શકાય છે, ત્યારે વિદેશમાં કામ કરવા અથવા સ્થાયી થવા માંગતા લોકોની જન્મ તારીખમાં આ નંબર મહત્વના છે.

વધુ જુઓ ...
નંબર 1: આજે પીળા રંગના કપડા પહેરો અને તમારા ઓફિસની ઉત્તર બાજુએ પીળા રંગના ફૂલો રાખો. આજે તમારું નસીબ તમને સાથ આપશે. મશીનો ખરીદવાનો તથા અન્ય સંપત્તિ વેચવા માટે આજે સારો દિવસ છે. સ્પોર્ટ્સમેનને સફળતા મળશે. સાધનો, મશીનો, ટ્રાવેલ એજન્સીઓ, ફર્નિચર, પુસ્તકો, દવાઓ, ગ્લેમર અને વસ્ત્રોના વ્યવસાયમાં યોગ્ય વળતર પ્રાપ્ત થશે. બાળકોએ ટાઇમ ટેબલ અનુસાર આગળ વધવું.

માસ્ટર કલર: પીળો અને કેસરી

શુભ દિવસ: રવિવાર

શુભ નંબર: 1

દાન: ભિક્ષુકોને કેસરની મિઠાઈનું દાન કરો.

નંબર 2:પોતાની જરૂરિયાતો વિશે વધુ વિચારણાં કરો. જે ક્ષેત્રે નફો પ્રાપ્ત થાય તે ક્ષેત્ર આગળ વધવાનો વિચાર કરો. લોકો તમારી લાગણીઓને દબાવવાનો પ્રયાસ કરશે. વકીલો અને ડોક્ટરોને પ્રમોશન મળશે. જો પાર્ટનર ચંચળ હોય તો મહિલાઓએ તે પાર્ટનર સાથે ના રહેવું જોઈએ. તમારા અગાઉના સંબંધની મદદથી તમે સરકારી કોન્ટ્રાક્ટ મેળવી શકો છો. આયાત નિકાસના સંબંધમાં સફળતા મળશે.

માસ્ટર કલર: સ્કાય બ્લ્યૂ

શુભ દિવસ: સોમવાર

શુભ નંબર: 6

દાન: મંદિરમાં સફેદ મિઠાઈનું દાન કરો.

નંબર 3: તમારા અંતર્જ્ઞાનની મદદથી તમે મિત્રો અને પરિવાર સાથે સારા સંબંધ વિકસાવી શકશો. તમારી અભિનય પ્રતિભા પ્રદર્શિત કરવા માટે આજે શ્રેષ્ઠ દિવસ છે. જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલ વ્યક્તિઓ પોતાના વ્યક્તિત્વથી અન્ય લોકોને પ્રભાવિત કરી શકશે. આજે લેવાયેલા તમામ નિર્ણયો તમારી તરફેણમાં આવશે, જેમાં સંગીતકારો કે લેખકોની તરફેણમાં નિર્ણય આવવાની વધુ શક્યતા છે. આજે જે પણ રોકાણ કરવામાં આવશે, તેમાં સારું વળતર મળશે. જે લોકો મનમાં પ્રેમની લાગણી અનુભવી રહ્યા છે, તેમણે પોતાના મનની વાત રજૂ કરવી જોઈએ. સરકારી અધિકારીઓએ આજુબાજુના વાતાવરણમાં સાવધાની રાખવી. દિવસની શરૂઆત કરતા પહેલા તમારા ગુરુના નામનો જાપ કરો અને કપાળ પર ચંદન લગાવો.

માસ્ટર કલર: ઓરેન્જ અને બ્રાઉન

શુભ દિવસ: ગુરુવાર

શુભ નંબર: 3 અને 1

દાન: હેલ્પર તરીકે કામ કરતી મહિલાને તુલસીના છોડનું દાન કરો.

નંબર 4: તમારા ખોરાકમાં લીલા અને ખાટા શાકભાજી સામેલ કરો. આજે તમારી ઉર્જા વધારે છે અને એક દિશામાં ધ્યાન કેન્દ્રિત કરવાથી સારું ઉત્પાદન મળશે. ઉત્પાદકો અને ખેડૂતોએ સંપત્તિ ખરીદવાના નિર્ણયને બદલવો ના જોઈએ. રાજનીતિ અને મનોરંજન ક્ષેત્રના લોકોએ ટ્રાવેલ કરવા માટે આજે અનુકૂળ દિવસ છે. મેડિકલ, સોફ્ટવેર, હેન્ડીક્રાફ્ટ, મેટલ સેક્ટરમાં સકારાત્મક ફેરફારો જોવા મળશે. માર્કેટિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો તેમના મહિનાના અંતના ટાર્ગેટ પૂરો કરી શકે છે. શાકાહારી ભોજનનું સેવન કરો.

માસ્ટર કલર: વાદળી

શુભ દિવસ: શનિવાર

શુભ નંબર: 9

દાન: ઘરના કામમાં મદદ કરતી વ્યક્તિને સાવરણીનું દાન કરો.

નંબર 5: નિષ્ફળતાથી બચવા માટે આજે તમારે તમારી વાણી અને એક્ટિવિટીને સંતુલિત રાખવાની જરૂર છે. અંગત જીવનમાં રોમાન્સ અને કમિટમેન્ટ જાળવવું જરૂરી છે. કરેલા કામનો ફાયદો અને વાહવાહી લેવાનો દિવસ છે. પેઇન્ટર્સ, ડિઝાઇનર્સ, બ્રોકર્સ, પ્રોપર્ટી ડીલર્સ, બેન્કર્સ, સ્પોર્ટ્સમેન અને રાજકીય નેતાઓને તેમનું નસીબ સાથ આપશે. સેલ્સ અને સ્પોર્ટમાં સંજોગો ઉજળા રહેશે. .શિક્ષણવિદોનું પરફોર્મન્સ સારું રહેશે.

માસ્ટર કલર: સી ગ્રીન

શુભ દિવસ: બુધવાર

શુભ નંબર: 5

દાન: ગરીબોને દહીનું દાન કરો

નંબર 6: અન્ય લોકો દ્વારા ગેરમાર્ગે દોરાવાનું ટાળો. તમારી બુદ્ધિમતાનો ઉપયોગ કરીને અન્ય લોકો જે પણ ઓફર કરે તેને ટાળી દો. બાળકો સાથે સમય પસાર કરવા માટે આજે સારો દિવસ છે. તમારે વિઝા માટે હજુ પણ રાહ જોવી પડી શકે છે. જેઓ નવું ઘર અથવા નવી નોકરી શોધી રહ્યા છે, તેમને તેમની પસંદગીનો વિકલ્પ મળી શકે છે. અભિનેતાઓ અને મીડિયાના લોકો સફળતા મેળવશે. થોડા સમય બાદ તમે હળવાશ અનુભવશો અને ત્યાં સુધીમાં તમારા મનમાં ચાલી રહેલી તમામ શંકાઓ દૂર થઈ જશે.

માસ્ટર કલર: ટીલ

શુભ દિવસ: શુક્રવાર

શુભ નંબર: 6

દાન: મહિલાને કોસ્મેટીક્સનું દાન કરો.

નંબર 7: યુવા રાજકારણીઓ, વહીવટી અધિકારીઓ, સંરક્ષણ અધિકારીઓ, વકીલો, વૈજ્ઞાનિકો, ખેડૂતો, રિટેઈલર્સ અને CA કરિઅરમાં આગળ વધશે. વડીલના આશીર્વાદને કારણે રમતગમત અને શૈક્ષણિક ક્ષેત્રે તમને સફળતા મળશે. ગુરુ મંત્રનો પાઠ અને જાપ કરો. તમારી નરમ બોલીના કારણે તમે સફળતા મેળવી શકશો. રાજકારણીઓએ જાહેર સભાઓમાં હાજરી આપવા અને પાર્ટીના સિનિયરને પ્રભાવિત કરવા માટે આજે સારો દિવસ છે. મહિલાઓને શેરબજારમાં નસીબ સાથ આપશે.

માસ્ટર કલર: કેસરી

શુભ દિવસ: સોમવાર

શુભ નંબર: 7

દાન: મંદિરમાં કાચી હળદરનું દાન કરો.

નંબર 8: બિઝનેસ ડીલમાં રાહ જોવી પડી શકે છે, પરંતુ ટૂંક સમયમાં નફા થવાની ખાતરી છે. તમારા અગાઉના સારા કાર્યોને કારણે તમારી શાખ વિકસી શકે છે. વ્યાપક સામાજિક નેટવર્કના કારણે તમને દિવસના અંત સુધીમાં સફળતાનો પુરસ્કાર મળી શકે છે. તમે ઉચ્ચ સ્તરનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં વધુ સમય પસાર કરશો. સેમિનાર સમયે ડોકટરોની પ્રશંસા કરવામાં આવશે. સાંજ સુધીમાં જાહેર વ્યક્તિઓને વધુ લોકપ્રિયતા મળશે.

માસ્ટર કલર: સી બ્લ્યૂ

શુભ દિવસ: શુક્રવાર

શુભ નંબર: 6

દાન: ભિક્ષુકોને લાલ ફળનું દાન કરો.

નંબર 9: જ્યોતિષીઓ, વૈજ્ઞાનિકો, ભૂસ્તરશાસ્ત્રીઓ, ક્રિકેટરો, રમતવીરો, શિક્ષણવિદો, અભિનેતાઓ, ગાયકો, નર્તકો, ચિત્રકારો, લેખકો, પ્રોપર્ટી ડીલરો અને ડોક્ટરોના વખાણ થશે. પ્રેમમાં ડૂબેલા લોકોએ મધ્યસ્થી અને તેમના ઇરાદાથી સાવચેત રહેવું જોઈએ. આજના દિવસે અભિવાદન આપવામાં આવશે. અચાનક ધનપ્રાપ્તિ થવાની સંભાવના છે. પ્રમોશન માટે સંપર્ક કરવા, ઇન્ટરવ્યૂ અથવા ઓડિશન આપવા અને સરકારી ઓર્ડર ફાઇલ કરવા માટે સારો દિવસ છે. અભિનેતાઓ, CA, શિક્ષકો, અને હોટેલીયર્સને તેમનું નસીબ સાથ આપશે.માસ્ટર કલર: લાલ અને કેસરી

શુભ દિવસ: મંગળવાર

શુભ નંબર: 3 અને 9

દાન: ગરીબોને કપડાનું દાન કરો.

13 જાન્યુઆરીના રોજ જન્મેલી હસ્તીઓ: ઈમરાન ખાન, કન્હૈયા કુમાર, અશ્મિત પટેલ, સિદ્ધુ મૂસેવાલા, પંડિત શિવકુમાર શર્મા અને રાકેશ શર્મા
First published:

Tags: Dharm Bhakti, Horoscope, Numerology

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन