Home /News /dharm-bhakti /Numerology Suggestions 11 January: વાહનો, ઘર, મશીનરી અથવા જવેલરી ખરીદવા માટે સારો સમય, જાણો કેવો રહેશે આજનો દિવસ

Numerology Suggestions 11 January: વાહનો, ઘર, મશીનરી અથવા જવેલરી ખરીદવા માટે સારો સમય, જાણો કેવો રહેશે આજનો દિવસ

numerology suggestion

Numerology Today 11 January 2022: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. ત્યારે જન્મતારીખ પરથી પણ તમારી કારકિર્દી અંગે જાણી શકાય છે, ત્યારે વિદેશમાં કામ કરવા અથવા સ્થાયી થવા માંગતા લોકોની જન્મ તારીખમાં આ નંબર મહત્વના છે.

વધુ જુઓ ...
  નંબર 1 (1, 10, 19 અને 28મીએ જન્મેલા લોકો)

  આજે સંખ્યાઓનું કોમ્બિનેશન ભાવનાત્મક સ્થિરતા, સામૂહિક પ્રત્યાયન, અભિવ્યક્તિ, કૌશલ્યો, સ્પર્ધાનો સામનો કરવા અથવા ઇન્ટરવ્યુ માટે તૈયારી કરવાના સારા સંજોગો ઊભા કરે. પરંતુ પ્લાનિંગના અમલીકરણમાં અન્યનો ટેકો લેજો. આજે તમને તમામ પ્રકારના ઇનામ મળશે. આજે તમને ભરપૂર ખ્યાતિ મળશે અથવા કંપનીમાં લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો. પરિણામે અન્ય લોકો તમારી ઈર્ષા કરશે. નકારાત્મક અસરોથી બચવા માટે તમારે સાંજે ચંદ્ર દેવનો જાપ કરવો અને દૂધ અર્પણ કરવું જોઈએ. કામમાં નેતૃત્વ લો અને ચાર્મનો આનંદ માણો.

  મુખ્ય કલર્સ: સફેદ અને ભૂરા
  લકી દિવસ: રવિવાર
  લકી નંબર: 2
  દાન: આજે ગરીબોને સૂર્યમુખીનું તેલ દાન કરો

  નંબર 2 (2, 11, 20 અને 29 તારીખે જન્મેલા લોકો)

  આજે બપોરના ભોજનમાં સફેદ ફૂડનો સમાવેશ કરો. દૂધના પાણીથી સ્નાન કરી તમારા દિવસની શરૂઆત કરો. કોન્ટ્રાક્ટ, એગ્રીમેન્ટ, ટેન્ડર, પાર્ટનરશિપમાં પડવું કે ઈવેન્ટ્સનું આયોજન કરવું એ શ્રેષ્ઠ દિવસ છે. ભાગીદારો પર આધાર ન રાખો, કારણ કે ભવિષ્યમાં અંતર બનાવશે. આજે સફેદ વસ્ત્ર પહેરવું જોઈએ. ભગવાન ચંદ્ર માટે વિશેષ ધાર્મિક વિધિઓ કરવામાં આવશે. તબીબી ઉત્પાદનો, હીરા, રબર, રમતગમતના ઉત્પાદનો, પ્રવાહી, પુસ્તકો, સ્ટેશનરી અને શાળાઓના વ્યવસાયને પૈસા અને સફળતા મળશે.

  મુખ્ય કલર: સફેદ અને આસમાની
  લકી દિવસ: સોમવાર
  લકી નંબર: 2
  દાન: કૃપા ભિક્ષુકને અથવા પશુઓને દૂધનું દાન કરો

  નંબર 3 (3, 12,22 અને 30 તારીખે જન્મેલા લોકો)

  વિજય અને નેતૃત્વ બંને તમારી સાથે હાથ મિલાવતા લાગે. જે તમને તમારી પ્રતિભા અને કુશળતાને બતાવવાની તક આપશે. આજે આસપાસમાંથી જ્ઞાન લેવાનો અને પરત કરવાનો દિવસ છે. ભૂતકાળના બધા વિવાદો ભૂલી જાઓ અને દિવસને સારો બનાવવા માટે તમારા હૃદયની વાત કરો. તમારા સમાજીકરણ કરવાનો અને મિત્રોને પ્રભાવિત કરવા માટે સારો દિવસ છે. શિક્ષણ, ગાયન, એકાઉન્ટિંગ, નૃત્ય, રસોઈ, ડિઝાઇનિંગ, અભિનય અથવા ઓડિટિંગમાં સંકળાયેલા લોકો માટે સારો સમય છે. ઇન્ડોર ગેમ્સ, ફાઇનાન્સ અને સરકારી પરીક્ષાના વિદ્યાર્થીઓને સારા માર્કસ મળશે.

  મુખ્ય કલર: પીચ
  લકી દિવસ: ગુરુવાર
  લકી નંબર: 3 અને 9
  દાન: મંદિરમાં ચંદનનું દાન કરો

  નંબર 4 (4,13,22,31 તારીખે જન્મેલા લોકો):

  આજના દિવસનો પહેલો ભાગ લક્ષ્યહીન લાગે, પરંતુ બાકીના અડધા ભાગમાં ઝડપી મૂવમેન્ટ દેખાય અને નસીબ કામ કરવાનું શરૂ કરે. ગ્રાહકોનું પ્રેઝન્ટેશન અદ્ભુત અને ઉપયોગી હશે. મોટાભાગનો સમય કાઉન્સેલિંગ અને માર્કેટિંગમાં પસાર કરવો જોઈએ. મશીનો, બાંધકામ, કાઉન્સિલિંગ, અભિનય અથવા મીડિયા સાથે કામ કરતા લોકોએ લેખિત સંદેશાવ્યવહારમાં સાવચેત રહેવું જોઈએ. વ્યક્તિગત સંબંધો પણ મૂંઝવણ વિના સામાન્ય રહેશે. મન તંદુરસ્ત રાખવા માટે થોડો સમય આસપાસ લીલોતરી હોય એવા વાતાવરણમાં સમય ગાળો. આજે કેસરી મીઠાઈઓ અને ખાટું ખાવું જોઈએ.

  મુખ્ય કલર: આસમાની
  લકી દિવસ: મંગળવાર
  લકી નંબર: 9
  દાન: ગરીબો અથવા પ્રાણીઓને ખોરાક દાન કરો

  નંબર 5 (5, 14, 23 તારીખે જન્મેલા લોકો)

  ધન કમાવા કે નવા મિત્રો બનાવવામાં ખર્ચ કરવા માટે સારો દિવસ છે. તમારું બોલ્ડ વલણ રિસ્ક લેવામાં યોગ્ય સાબિત થાય અને તમને ફાયદો કરાવે. રોકાણના પ્લાન ફાયદાકારક રહેશે. એક્વા અને સફેદ રંગ પહેરવાથી ઇન્ટરવ્યુ અથવા મીટિંગમાં મદદ મળશે. ઇન્ટરવ્યુ અને દરખાસ્તો માટે ખુશીથી બહાર જાઓ. મુસાફરી અને આનંદ માણવાની યોજના બનાવો. તેમજ મિલકત સંબંધિત નિર્ણયો પણ આજે પરફેક્ટ લાગે. મુસાફરીના ચાહકો લોંગ ડ્રાઇવ્સ કરી શકે છે, આજે ખોરાક અને પીણાંમાં શિસ્ત આવશ્યક છે. તમારે કામ પર સાથીદારો સાથે નરમ રહેવું જોઈએ કારણ કે ભવિષ્યમાં ઘણી મદદ મળશે.

  મુખ્ય કલર: એક્વા
  લકી દિવસ: બુધવાર
  લકી નંબર: 5
  દાન: અનાથ બાળકોને લીલા શાકભાજી દાન કરો

  નંબર 6 (6, 15, 24 તારીખે જન્મેલા લોકો)

  ઉચ્ચ પ્રોફાઇલ માટે ઇન્ટરવ્યુ માટે જવા માટે તમારો કરિશ્મા બધાને પ્રભાવિત કરવાનું ચાલુ રાખે. આજનો દિવસ મોજશોખમાં વિતાવવો, તકોનું અન્વેષણ કરવું, વચનો પૂરા કરવા અને પાર્ટનરને પ્રપોઝ કરવું જોઈએ. ભગવાનનો આભાર માનવો. સુખ અને સમૃદ્ધિ સાથેનો સારો દિવસ છે. પરિવાર, મિત્રો અને સહકર્મીઓનો સહયોગ મળવાથી તમે ધન્યતા અનુભવશો. અભિનેતાઓ, ડોકટરો તાલીમ, નિકાસ આયાત, કાપડ, સ્થાવર મિલકત અને લક્ઝરી સંબંધિત વ્યવસાયને ખાસ ભાગ્યનો સાથ મળશે. વાહનો, ઘર, મશીનરી અથવા જવેલરી ખરીદવા માટે સારો દિવસ છે. શેરબજારનું રોકાણ અનુકૂળ રહેશે. સાંજની રોમેન્ટિક ડેટ ખુશીઓથી ભરેલા સપના લાવશે.

  મુખ્ય કલર: એક્વા
  લકી કલર: શુક્રવાર
  લકી નંબર: 6
  દાન: ગરીબોને દહીંનું દાન કરો.

  નંબર 7 (7, 16 અને 25 તારીખે જન્મેલા લોકો)

  આજે ઓડિટિંગ અને સમીક્ષાનો દિવસ છે. આજે લીધેલા તર્કસંગત નિર્ણયોથી વ્યવસાયમાં જવાબદારીઓ ઓછી થશે. આજનો દિવસ જીવનસાથી અથવા ગ્રાહકો સાથે કોઈ સમાધાન અથવા બલિદાનની માંગ કરતો નથી. નિકાસ આયાત, સ્ટીક માર્કેટ, ટ્રાવેલ એજન્સી, મીડિયા એજન્સી અને અભિનયમાં કામ કરતા લોકો ભાગ્ય બનાવાશે. વિજાતીય પાત્રના સૂચનોને સ્વીકારવાનો પ્રયાસ કરો, કારણ કે તે તમને ફાયદો કરશે. સીએની સલાહ લેવાથી એકાઉન્ટ્સને યોગ્ય રીતે સંચાલિત કરવામાં મદદ મળશે. લગ્નના પ્રસ્તાવો સાકાર થાય. ભગવાન ગણેશ મંદિરની મુલાકાત લેવી અને અભિષેક કરવાથી સફળતા માટે જરૂરી નેપ્ચ્યૂન ગ્રહ મજબૂત થશે.

  મુખ્ય કલર: સી ગ્રીન
  લકી દિવસ: સોમવાર
  લકી નંબર: 7
  દાન: પશુઓને અથવા આશ્રમમાં પીળા ધાનનું દાન કરો.

  નંબર 8 (8, 17 અને 25 તારીખે જન્મેલા લોકો)

  આજે તમારા આહારમાં ખાટું સામેલ કરો. વેચાણ અથવા શેર બજાર, તબીબી, રાજકારણ અને સટ્ટાબાજીના લોકો માટે આજે ઝડપથી આગળ વધતો દિવસ છે. તર્કસંગત વિચારસરણી અને નરમ વાણી આજે સફળતા સુધી પહોંચવાની ચાવી છે. પૈસા અને સંપર્કોનો ઉપયોગ કરીને કાનૂની કેસોનું નિરાકરણ લાવવામાં આવશે. વ્યવસાયિક સોદાઓને તોડવા માટે આજે સંદેશાવ્યવહાર ચાવીરૂપ છે, પારિવારિક જોડાણો આજે વધુ કામ કરશે. વિદેશ જવા માટે પ્રયાસ કરી રહેલા વિદ્યાર્થીઓએ આજે ઉંચી ફી ચૂકવવી જોઇએ. કારણ કે, તે તેમના સપનાને પૂર્ણ કરવામાં મદદ કરશે. તમે આખો દિવસ યોજનાઓને અમલમાં મૂકવામાં, પૈસા અને સંતોષ વચ્ચે સંતુલન જાળવવામાં વ્યસ્ત રહેશો. પશુઓ માટે દાન આજે આવશ્યક છે.

  મુખ્ય કલર: સમુદ્ર ભૂરો
  લકી દિવસ: શનિવાર
  લકી નંબર: 6
  દાન: જરૂરિયાતમંદોને પગરખાંનું દાન કરો

  નંબર 9 (9, 18 અને 27 તારીખે જન્મેલા લોકો)

  તમારે આજે પાર્ટનર પ્રત્યેની તમારી વફાદારી સાબિત કરવાની જરૂર છે અને તમારા જીવનસાથી અથવા નજીકના મિત્રો સમક્ષ તમારી વિશ્વસનીયતા દર્શાવો. પરસ્પર વિશ્વાસ એ દિવસ માટે સફળતાની ચાવી છે. પ્રેમમાં પડેલા લોકો આગળ વધીને પોતાના પાર્ટનરને પ્રપોઝ કરે. વ્યવસાયિક સંબંધો, કરારો પર હસ્તાક્ષર દસ્તાવેજો, ઇવેન્ટ્સનું આયોજન અથવા શસ્ત્રક્રિયા અને સોદાઓ નબળા સમયને કારણે વિલંબિત થશે. રાજકારણ, પ્રવાહી, દવાઓ, ડિઝાઇનિંગ, મીડિયા, ફાઇનાન્સ અથવા શિક્ષણ ઉદ્યોગના લોકો મોટા પાયે પસંદગી કરશે. બોલવાના શોખીન લોકોના વિવાદોનો નિકલ થશે. સ્પોર્ટસમેનના માતા-પિતાને તેમના બાળકો પર ગર્વ થશે.  મુખ્ય કલર: નારંગી
  લકી દિવસ : મંગળવાર
  લકી નંબર: 9
  દાન: ઘરકામ કરનારને લાલ રૂમાલ દાન કરો.

  11 મી જાન્યુઆરીએ જન્મેલા સેલિબ્રિટીઝ: રાહુલ દ્રવિડ, કૈલાશ સત્યાર્થી, અનુ અગ્રવાલ, ફાતિમા સના શૈક, શિબુ સોરેન, અંજુ મહેન્દ્રુ
  First published:

  Tags: Dharm Bhakti, Horoscope, Numerology

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन