Home /News /dharm-bhakti /

Numerology: અત્યંત બુદ્ધિશાળી હોય છે આ મૂળાંકના લોકો, ઓછા સમયમાં જ બની જાય છે પૈસાદાર

Numerology: અત્યંત બુદ્ધિશાળી હોય છે આ મૂળાંકના લોકો, ઓછા સમયમાં જ બની જાય છે પૈસાદાર

રાશિની જેમ દરેક અંકનો સ્વામી પણ કોઈને કોઈ ગ્રહ હોય છે.

Numerology: વ્યક્તિ જે મૂળાંકનો હોય છે, તેમાં તે અંકના સ્વામી ગ્રહ (Planet)ના ગુણોની ઝલક પણ જોવા મળે છે. અહીં જાણો 5 મૂળાંકના લોકોની ખાસિયત.

    Numerology: અંકશાસ્ત્ર (Numerology)ને જ્યોતિષની મહત્વપૂર્ણ શાખા માનવામાં આવે છે. અંક શાસ્ત્રમાં કુલ 9 અંકો વિશે જણાવવામાં આવ્યું છે. રાશિની જેમ દરેક અંકનો સ્વામી પણ કોઈને કોઈ ગ્રહ હોય છે. એ ગ્રહ (Planet)ની પ્રકૃતિ અને સ્વભાવની ઝલક એ મૂળાંકથી જોડાયેલા વ્યક્તિમાં પણ જોવા મળે છે. અંક શાસ્ત્રમાં તમારી જન્મતિથિ (Date of Birth)ને જોડીને મૂળાંક કાઢવામાં આવે છે અને તમારા જન્મની તારીખ, મહિના અને સાલને જોડીને ભાગ્યાંક કાઢવામાં આવે છે. જેમ કે, તમારો જન્મ જો 23 તારીખે થયો છે તો 2+3= 5 તમારો મૂળાંક થયો.

    એ રીતે જો તમારો જન્મ 23.05.1998ના થયો છે તો ભાગ્યાંક જાણવા માટે તમારે બધા અંકોને જોડવાના રહેશે, એટલે 2+3+0+5+1+9+9+8 =37 થયા.  તો 3+7= 10 થયા અને 1+0=1 થયા. એટલે તમારો ભાગ્યાંક 1 થશે. પરંતુ, આજે અમે ચર્ચા કરવાના છીએ 5 મૂળાંકની. આ મૂળાંકનો સ્વામી બુધ ગ્રહને માનવામાં આવે છે અને તેનાથી સંબંધિત લોકો બહુ બુદ્ધિમાન હોય છે. માન્યતા છે કે આ લોકો બહુ જલ્દી ધન પ્રાપ્ત કરે છે.

    આ પણ વાંચો: ભાગ્યશાળી હોય છે આ જન્મતિથિ વાળા લોકો, શુક્ર દેવના પ્રભાવથી જીવનમાં કમાય છે ખૂબ નામ અને પૈસો

    બિઝનેસ માઇન્ડેડ હોય છે 5 મૂળાંક ધરાવતા લોકો

    અંક શાસ્ત્ર મુજબ, 5 મૂળાંક ધરાવતા લોકો તીક્ષ્ણ બુદ્ધિવાળા હોય છે. આ લોકો બિઝનેસ માઇન્ડેડ હોય છે અને મોટાભાગના મામલામાં પ્રેક્ટિકલ વલણ અપનાવે છે. તેમનામાં વાતચીતનું કૌશલ્ય હોય છે. પોતાની વાતોથી તેઓ કોઇપણને સરળતાથી પ્રેરિત કરી લે છે. તેમની તાર્કિક ક્ષમતા પણ ગજબ હોય છે. આ કારણે આ લોકો જલ્દી પ્રગતિ કરે છે. નોકરીના ક્ષેત્રમાં પણ પોતાની ક્ષમતાઓને કારણે તે સારું પ્રદર્શન કરે છે. જો તેઓ બિઝનેસ કરે તો મોટા વેપારી બની શકે છે. આ લોકો પ્રમાણમાં જલ્દી ધન પ્રાપ્ત કરે છે.

    આ પણ વાંચો: આ તારીખથી શનિદેવ થશે વક્રી, 3 રાશિના જાતકોએ રહેવું પડશે સતર્ક

    પરિસ્થિતિ સામે સરળતાથી ઝૂકતા નથી

    5 મૂળાંકવાળાની એક ખૂબી એ પણ છે કે તેઓ પરિસ્થિતિ સામે જલ્દી હાર નથી માનતા. શાંતિથી તેનું સમાધાન કાઢવાનો પ્રયત્ન કરે છે. તેમના મિત્રો પણ ઘણાં હોય છે, જેનો સહયોગ સમય સમય પર તેમને મળતો રહે છે. જો કે, તેમનામાં એકાગ્રતા ઓછી હોય છે, તેને લીધે તેઓ ઘણી વાર મુશ્કેલીનો સામનો કરે છે. જો તેઓ આ ખામીને સુધારી લે તો તેઓ અસંભવને પણ સંભવ કરી શકે છે. તેમણે નિયમિતપણે ભગવાન ગણેશની આરાધના કરવી જોઈએ.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
    Published by:Nirali Dave
    First published:

    Tags: Dharm Bhakti, ધર્મભક્તિ

    આગામી સમાચાર