Home /News /dharm-bhakti /

Numerology: આ મહિનામાં જન્મેલા લોકો હશે બમણા ભાગ્યશાળી! રોચક છે તેની પાછળનું કારણ

Numerology: આ મહિનામાં જન્મેલા લોકો હશે બમણા ભાગ્યશાળી! રોચક છે તેની પાછળનું કારણ

અંક જ્યોતિષ મુજબ અમુક વર્ષ, મહિના અને તારીખો બહુ ખાસ હોય છે.

Numerology: અંક જ્યોતિષ મુજબ અમુક વર્ષ, મહિના અને તારીખો બહુ ખાસ હોય છે. આ સમયમાં જન્મેલા લોકો બહુ ખાસ અને સૌભાગ્યશાળી હોય છે. આવો જ અદભુત સંયોગ માર્ચ 2022માં બની રહ્યો છે.

  Numerology: અંકોનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન હોય છે. તમે જોયું જ હશે કે કોઈ અંક આપણા માટે શુભ હોય છે, તો કોઈ અશુભ. અંકશાસ્ત્રમાં 1 થી 9 સુધીની સંખ્યાઓનું વર્ણન મળે છે. આ સંખ્યાઓ પર કોઈને કોઈ ગ્રહનું આધિપત્ય હોય છે.

  આમ તો દરેક વ્યક્તિ પોતાના નસીબ સાથે જન્મ લે છે, જેના કારણે કેટલાક લોકો ખૂબ નસીબદાર હોય છે તો કેટલાક લોકોનું નસીબ ભાગ્યે જ કમાલ બતાવે છે. આ નસીબનો ખેલ છે કે કેટલાક લોકોને નાની ઉંમરે જ સરળતાથી ખૂબ પૈસા અને પ્રસિદ્ધિ મળી જાય છે, જ્યારે કેટલાક લોકોને મહેનત પછી પણ ફળ મળતું નથી અથવા તો મોડું મળે છે. આજે અંકશાસ્ત્ર દ્વારા, આપણે એવા મહિના વિશે જાણીએ જેમાં જન્મેલા બાળકો બમણા ભાગ્યશાળી સાબિત થશે. તેની પાછળ સંખ્યાઓનું રસપ્રદ ગણિત જવાબદાર છે.

  આ પણ વાંચો: આ જન્મતિથિવાળા લોકો હોય છે બિઝનેસ માઇન્ડેડ, ધનના દેવતા કુબેરની હોય છે વિશેષ કૃપા

  માર્ચ 2022માં જન્મેલા બાળકો ખૂબ લકી

  અંકશાસ્ત્ર અનુસાર માર્ચ 2022ની કોઈપણ તારીખે જન્મેલું બાળક ડબલ લકી સાબિત થશે. તે સરળતાથી પોતાના માટે લક્ષ્યો નક્કી કરી શકશે. દરેક તકનો વધુ સારી રીતે લાભ લઈ શક્શે અને સફળતાના ઉચ્ચ આયામોને ઝડપથી સ્પર્શી શકશે. તેની પાછળનું કારણ એ છે કે માર્ચ 2022ની કોઈપણ તારીખે જન્મેલા બાળકનો મૂળાંક અને ભાગ્યાંક સમાન હશે. ઉદાહરણ તરીકે 1 માર્ચ, 2022ના રોજ જન્મેલા બાળકનો મૂળાંક 1 છે, જ્યારે તમામ અંકો જોડીને બનતો ભાગ્યાંક પણ 1 છે. એ જ રીતે, 2જી માર્ચ 2022ના રોજ જન્મેલા બાળકોનો મૂળાંક 2 અને ભાગ્યાંક પણ 2 રહેશે. માર્ચ 2022ની દરેક તારીખે જન્મેલા બાળક સાથે આ સ્થિતિ રહેશે. આ અદ્ભુત સંયોગ તેને બમણાં નસીબવાળો બનાવશે.

  આ પણ વાંચો: આ 6 રાશિના લોકો ધરાવે છે સૌથી સારા ગુણ, જુઓ તમારી રાશિ છે કે નહીં?

  મળશે અઢળક લાભો

  માર્ચ 2022માં કોઈપણ દિવસે જન્મેલા બાળકનો મૂળાંક અને ભાગ્યાંક એક જેવા રહેવાના કારણે તેમને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે. આ સિવાય તેમને ઘણી તકો મળશે, જેનો તેઓ સંપૂર્ણ ફાયદો ઉઠાવી શક્શે. આ જ કારણે તેમને જીવનમાં ઝડપથી સફળતા મળશે.

  (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
  Published by:Nirali Dave
  First published:

  આગામી સમાચાર