Home /News /dharm-bhakti /Numerology Suggestions 15 September: આ લોકોએ મિત્રો સાથે નાણાંકીય બાબતો શેર ન કરવી, જાણો કેવો રહેશે આજનો દિવસ

Numerology Suggestions 15 September: આ લોકોએ મિત્રો સાથે નાણાંકીય બાબતો શેર ન કરવી, જાણો કેવો રહેશે આજનો દિવસ

Numerology Suggestions : રોમેન્ટિક સંબંધ અને બાળકો સાથેનો સંબંધ બંને વફાદાર બનશે અને આ તમારો શ્રેષ્ઠ સમય હશે

Numerology Suggestions : રોમેન્ટિક સંબંધ અને બાળકો સાથેનો સંબંધ બંને વફાદાર બનશે અને આ તમારો શ્રેષ્ઠ સમય હશે

નંબર 1


આજે તમારા ગુરુ સમક્ષ દીપ પ્રગટાવો. આજે ભૂતકાળના તમામ સારા કર્મોનું વળતર મેળવવાનો દિવસ છે. ભગવાનના આશીર્વાદથી તમારો મોભો વધશે અને સમાજમાં માન-સન્માન વધે. જૂના મિત્રની ઓફર મુદ્દે તમારા હાથ અને આંખો ખુલ્લા રાખો. કોઈ વ્યક્તિ મળશે જે તમારી કાનૂની અથવા ઓફિશિયલ સમસ્યાઓનો નિવેડો લાવશે. કલાકારોએ ઑફર ઝડપી લેવી જોઈએ. આકર્ષણ વધારવા માટે ચામડાની વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળો.

મુખ્ય રંગ: ટીલ

લકી દિવસ : ગુરુવાર

લકી નંબર : 3

દાન : આશ્રમોમાં રોપાનું દાન કરો

નંબર 2


રોમેન્ટિક સંબંધ અને બાળકો સાથેનો સંબંધ બંને વફાદાર બનશે અને આ તમારો શ્રેષ્ઠ સમય હશે. તમારી લાગણીઓને વાસ્તવિકતામાં ફેરવવા માટેનો રોમેન્ટિક દિવસ છે. કારોબારી બાંહેધરીઓ સરળતાથી પૂર્ણ થશે. મોટી કંપની સાથે ભાગીદારીમાં પડવાનો સમય છે. કામમાં ઢીલાશ ટાળો. રાજકારણીઓએ કાગળો પર સહી કરતી વખતે સાવચેત રહેવું જોઈએ. સર્વિસ સેક્ટરના લોકો માટે અઢળક વૃદ્ધિની તક છે. વ્યક્તિગત નિર્ણયો લેવામાં લાગણીઓ પર અંકુશ રાખો.

મુખ્ય રંગ : ગુલાબી

લકી દિવસ : સોમવાર

લકી નંબર : 2 અને 6

દાન : ગરીબોને સફેદ ચોખા દાન કરો

નંબર 3


રાજકારણીઓ અથવા પબ્લિક લીડરો આ દિવસનો સંપૂર્ણ ઉપયોગ કરે. થિયેટરના કલાકારોએ કાર્યસ્થળ પર નવી શરૂઆત કરવી પડશે. ભાગ્ય સાથ આપશે પરંતુ યાદ રાખો કે આજે જ્યારે તમે મિત્રો સાથે હોવ ત્યારે નાણાંકીય બાબતો શેર કરશો નહીં. સંગીતકારો, ડિઝાઇનર્સ, વિદ્યાર્થીઓ, ન્યૂઝ એન્કર, રાજકારણીઓ, અભિનેતાઓ, કલાકાર, ગૃહિણીઓ, હોટેલિયર અને લેખકો માટે કારકિર્દી વૃદ્ધિ માટે વિશેષ જાહેરાત થવાની સંભાવના છે.

મુખ્ય રંગ: લાલ

લકી દિવસ : ગુરુવાર

લકી નંબર : 3

દાન: જરૂરિયાતમંદોને કાચી હળદર દાન કરો

નંબર 4


સહયોગ અથવા ભાગીદારી માટે આજનો દિવસ અનુકૂળ છે. રોકાણમાંથી વળતરની રાહ જોતી વખતે ધીરજ રાખો કારણ કે ટૂંક સમયમાં બાજી તમારી તરફેણ પડશે. તમે સમયસર તમામ એસાઇમેન્ટ પૂર્ણ કરશો. કપડાં અથવા ફૂટવેરનું દાન જાદુઈ વળતર લાવશે. બાંધકામ, મશીનરી, ધાતુઓ, સોફ્ટવેર અને બ્રોકર્સ જેવા વ્યવસાયોમાં આજે કોન્ટ્રાકટ પર હસ્તાક્ષર કરવાનું ટાળવું જોઈએ.

મુખ્ય રંગ: વાદળી

શુભ દિવસ : મંગળવાર

લકી નંબર 9

દાન: અનાથાશ્રમમાં કપડાં દાન કરો

આ પણ વાંચો - નવરાત્રીમાં અખંડ દીવડો ઓલવાય જાય તો શું કરવું? જાણો તેની સાથે જોડાયેલા નિયમો

નંબર 5


તમારી સફળતા અને વૃદ્ધિ ઉચ્ચ કક્ષાની છે. મુસાફરીની યોજનાઓ સફળ થશે. તમારા પર્ફોર્મન્સની જાહેરમાં ઓળખ મેળવવાનો દિવસ છે. પ્રોપર્ટી અથવા સ્ટોક રોકાણ કરીને નાણાંકીય લાભ મેળવવાનો દિવસ ટૂંક સમયમાં જ તમારી સમક્ષ આવશે. સ્પોર્ટ્સમેન અને ટ્રાવેલર્સને શ્રેષ્ઠ પરિણામ મળશે. મીટિંગમાં નસીબનો સાથ મળે તે માટે લીલા રંગના વસ્ત્રો પહેરો. તમારા ગમતી વ્યક્તિને પ્રપોઝ કરવા જવું જોઈએ કારણ કે જીવન આજે તમારી પસંદગીની ભેટ આપશે.

મુખ્ય રંગ: સમુદ્રી લીલો

શુભ દિવસ બુધવાર

લકી નંબર 5

દાન: ગરીબોને લીલા ફળોનું દાન કરો

નંબર 6


સંતોષ અને આત્મસન્માન પ્રાપ્ત કરવાનો દિવસ છે. અંગત અને વ્યવસાયિક જીવનમાં ઘણી બધી વસ્તુઓ બનતી હોવાથી આજનો દિવસ વ્યસ્ત હશે. ફંક્શનમાં હાજરી આપવા, મિત્રોને મળવા, કુટુંબની સહેલગાહ, પિકનિક, સ્ટેજ પર્ફોર્મન્સ અને ખરીદી કરવા માટે બહાર જશો. હસવાનું યાદ રાખો અને બધી વસ્તુઓ માટે ભગવાનને આભારી રહો. તમે પરિવારમાં ઘણા લોકોના પ્રિય છો. દિવસ લકી હોવાથી ડિઝાઇનર્સ, ડાન્સર્સ જ્વેલર્સ, એક્ટર્સ, જોકી અને ડોકટરોએ તેમની સ્કીલ રજૂ કરવી જોઇએ. પિતાએ બાળકોને ભવિષ્યલક્ષી માર્ગદર્શન આપવું.

મુખ્ય રંગ: વાદળી

લકી દિવસ : શુક્રવાર

લકી નંબર 6

દાન: ઘરેલુ સહાયકને કોસ્મેટિક પ્રોડક્ટ, સ્ત્રીને બંગડીઓ દાન કરો

નંબર 7


ડોક્યુમેન્ટેશન અને પૈસાની લેવડદેવડ માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. આજનો દિવસ ઉતાર-ચઢાવનો દિવસ હોઈ શકે છે પરંતુ સહયોગી અને પરિવારના સભ્યોના સમર્થનથી તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો. નાણાંકીય બાબતોમાં શાણપણ, જ્ઞાનનો ઉપયોગ હિતાવહ રહેશે. તમારા પાછલા જીવનના કર્મોના બદલામાં સંબંધમાં વિશ્વાસ અને આદર મળશે. આજે પેપર્સ પર વિશ્વાસ કરવાની જરૂર નથી, ઓડિટ જરૂરી છે પરંતુ સરકારી ટેન્ડર, રિયલ એસ્ટેટ, શાળાઓ, આંતરિક વસ્તુઓ, અનાજમાં કામ કરતા લોકો માટે આ એક ઉત્તમ દિવસ છે. તમે લાગણીશીલ નહીં રહો ત્યાં સુધી વ્યવસાયિક સંબંધો સ્વસ્થ રહેશે.

મુખ્ય રંગ: નારંગી અને વાદળી

લકી દિવસ : સોમવાર

લકી નંબર : 7

દાન: મંદિરમાં પીળી મીઠાઈઓનું દાન કરો

નંબર 8


આજે જાહેર પ્લેટફોર્મ પર તમારી પ્રશંસા થશે. ભૂતકાળને ભૂલી જાઓ અને આગળ વધો. જીદ છોડો અને વડીલોની સલાહને અનુસરો. સફળતા દૂર નથી અને હવે તમે તમારા ખભા પર ઘણી જવાબદારીઓ લઈ શકો છો. એગ્રીમેન્ટ અથવા ઇન્ટરવ્યુમાં હાજરી આપવી આવશ્યક છે. આજે પરિવાર સાથે સમય પસાર કરવો જરૂરી છે. આજે મુસાફરી ટાળો. પ્રેમ સંબંધો અને પૈસાનું સંતુલન વધારવા માટે આજે શ્રેષ્ઠ દિવસ છે.

મુખ્ય રંગ: સમુદ્ર વાદળી

શુભ દિવસ : શુક્રવાર

લકી નંબર 6

દાન: પશુઓને લીલા અનાજનું દાન કરો

નંબર 9


બ્રાન્ડ ઈમેજ બનાવવા માટે સંગીતકારો માટે શ્રેષ્ઠ દિવસ છે. મેડિકલ સાયન્સ, સાયન્ટિસ્ટ, ગ્લેમર ઈન્ડસ્ટ્રી, ફાઈનાન્સ, જ્યોતિષ, આર્કિટેક્ચરના લોકો નવી ઊંચાઈઓ પામશે. ક્રિએટિવ આર્ટમાં કામ કરતા લોકો માટે સિદ્ધિઓ અને ઓળખથી ભરેલો દિવસ છે. બિઝનેસ અથવા નોકરીમાં પાવર મેળવવા માટે સરકારી કનેક્શન્સ અથવા સાથીઓનો સંપર્ક કરવાનો સારો સુંદર દિવસ છે. ત્યાંથી મહત્વનો જવાબ મળશે. દિવસની શરૂઆત કરવા માટે લાલ વસ્ત્રો પહેરવા જોઈએ. ડાન્સર, ગાયકો, ડિઝાઇનરો, ચિત્રકારો અને હાઉસ શિપલ્ડ આરોગ્યની તકેદારી રાખે અને ચુસ્ત શાકાહારી આહારનું પાલન કરે.

મુખ્ય રંગ: લાલ

શુભ દિવસ મંગળવાર

લકી નંબર 9 અને 6

દાન: ગરીબોને લાલ ફળ દાન કરો

15મી સપ્ટેમ્બરે જન્મેલી હસ્તીઓ: રામ્યા કૃષ્ણન, સુબ્રમણ્યમ સ્વામી, ભૂપિન્દ્ર સિંહ હુડ્ડા, એમ વિશ્વસરાયા, ગણેશ નાઈક, સીએન અન્નાદુરાઈ
Published by:Ashish Goyal
First published:

Tags: Dharm Bhakti, Numerology, Numerology Suggestions

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन