Home /News /dharm-bhakti /

Numerology Horoscope 12 April: આ તારીખે જન્મેલા લોકો માટે 12 એપ્રિલનો દિવસ રહેશે વરદાન સમાન

Numerology Horoscope 12 April: આ તારીખે જન્મેલા લોકો માટે 12 એપ્રિલનો દિવસ રહેશે વરદાન સમાન

વ્યક્તિના મૂલાંક પરથી તેના ભવિષ્ય વિશે જાણકારી મેળવવામાં આવે છે. (Image credit- istock)

Numerology Horoscope 12 April 2022: કુંડળી, રાશિની જેમ અંકશાસ્ત્રમાં વ્યક્તિના મૂલાંક પરથી તેના ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ વિશે જાણકારી મેળવવામાં આવે છે. જાણો તમારા મૂલાંક પ્રમાણે કેવો રહેશે 12 એપ્રિલનો દિવસ.

    Numerology Horoscope 12 April 2022: જ્યોતિષશાસ્ત્ર (Astrology)ની જેમ અંકશાસ્ત્રથી પણ જાતકના ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ વિશે જાણી શકાય છે. જેમ દરેક નામ પ્રમાણે રાશિ હોય છે, તેવી જ રીતે દરેક નંબર પ્રમાણે અંકશાસ્ત્રમાં નંબર હોય છે. વ્યક્તિના મૂલાંક પરથી તેના ભવિષ્ય વિશે જાણકારી મેળવવામાં આવે છે. જેમ કે, મહિનાની 2, 11 અને 20 તારીખે જન્મેલા લોકોનો મૂલાંક 2 હશે. જાણો તમારા મૂલાંક પ્રમાણે કેવો રહેશે 12 એપ્રિલનો દિવસ...

    મૂલાંક 1- આજનો તમારો દિવસ મિશ્ર પ્રભાવવાળો રહેશે. કાર્યક્ષેત્ર અને વ્યાપારમાં સાવધાની રાખો. નવી યોજનાઓ પર કામ શરૂ ન કરો. ધીરજથી કામ કરવું. કોઈપણ કામમાં ઉતાવળ ન કરવી. ખર્ચ વધુ રહેશે. વ્યાપારમાં સ્પર્ધાત્મક પરિસ્થિતિઓથી દૂર રહો. પરિવારનો સહયોગ મળશે. વૈવાહિક જીવનમાં મધુરતા રહેશે. સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મળી શકે છે. વાહનનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહો.

    આ પણ વાંચો: રાહુ-કેતુ, સૂર્ય અને ગુરુ ચાર મોટા ગ્રહો કરશે રાશિ પરિવર્તન, જાણો કઇ રાશિ માટે છે શુભ

    મૂલાંક 2- આજે તમારો દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. કાર્યસ્થળ અને વ્યવસાયમાં તમારા માટે વાતાવરણ ઓછું અનુકૂળ રહેશે. જોખમી બાબતોમાં નિર્ણયને હાલ પૂરતો મુલતવી રાખવો. ધૈર્ય રાખો. ખર્ચ વધુ રહેશે. વ્યાપારમાં લાભની તકો મળશે, પરંતુ વ્યવસાયિક સ્પર્ધાની સ્થિતિથી દૂર રહો. મહત્વના મામલાઓમાં બહુ ભાવુક થઈને નિર્ણય ન લો. પરિવારમાં કોઈ વાતને લઈને અણબનાવ થઈ શકે છે. માનસિક તણાવ તમને પરેશાન કરી શકે છે.

    મૂલાંક 3- આજે તમારો દિવસ ખુશનુમા રહેશે. કાર્યસ્થળ અને વ્યવસાયમાં તમારા માટે અનુકૂળ વાતાવરણ રહેશે. સાથીઓના સહયોગથી મુશ્કેલ કાર્યો પણ થઈ શકશે. એકાગ્રતા જાળવી રાખો. ખર્ચ વધુ રહેશે. જો તમે મહત્વપૂર્ણ બાબતોમાં નિર્ણય લેવા માગતા હો, તો કોઈ અનુભવી વ્યક્તિની સલાહ અવશ્ય લો. વ્યવસાયિક સ્પર્ધાની સ્થિતિથી દૂર રહો. પરિવારનો સહયોગ મળશે. ક્યાંક ફરવા જવાનો પ્લાન બની શકે છે.

    મૂલાંક 4- આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે. કાર્યક્ષેત્ર અને વ્યવસાયમાં તમારા માટે વાતાવરણ અનુકૂળ રહેશે. સાથીઓ અને અધિકારીઓનો સહયોગ મળશે. તમને નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. વેપારમાં લાભની તકો મળશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. જૂના મિત્રોને મળવાનું શક્ય છે. પેટના રોગો તમને પરેશાન કરી શકે છે. તમારી ખાણીપીણી પર નિયંત્રણ રાખો.

    મૂલાંક 5- આજનો તમારો દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. કાર્યસ્થળ અને વ્યવસાયમાં તમારા માટે વાતાવરણ ઓછું અનુકૂળ રહેશે. નવી યોજનાઓ પર કામ શરૂ ન કરો. જોખમી મામલાઓમાં નિર્ણયને હાલ પૂરતો મુલતવી રાખવો. કાર્યક્ષેત્રમાં નવી સમસ્યાઓ ઉભી થઈ શકે છે. વેપારમાં નુકસાન થઈ શકે છે. ભાવનાઓમાં આવીને નિર્ણય ન લો. પરિવારનો સહયોગ મળશે. ગળાના રોગો તમને પરેશાન કરી શકે છે.

    મૂલાંક 6- આજનો તમારો દિવસ મિશ્ર પ્રભાવ આપનારો રહેશે. ભવિષ્યને લઈને મનમાં ચિંતા રહેશે. પહેલાથી અટકેલા કાર્યોમાં પ્રયત્નો પછી સફળતા મળશે. નાણાકીય બાબતોમાં સાવધાની રાખો. નવી યોજનાઓ પર કામ શરૂ કરતા પહેલા તમારે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી જોઈએ. ભાવનાઓમાં આવીને નિર્ણય ન લો. માનસિક તણાવ રહી શકે છે.

    આ પણ વાંચો: બે વર્ષ બાદ ફરી શરૂ થઈ રહી છે અમરનાથ યાત્રા, સફર પહેલા જાણી લો આ જરૂરી બાબતો

    મૂલાંક 7- આજનો તમારો દિવસ મિશ્ર રહેશે. નોકરી અને ધંધામાં સાવધાની રાખો. નવી યોજનાઓ પર કામ શરૂ કરતા પહેલા કે રોકાણ કરતા પહેલા કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લો. વિવાદની સ્થિતિથી દૂર રહો. વાણી અને ક્રોધ પર નિયંત્રણ રાખો. પરિવારમાં કોઈનું સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે. માનસિક તણાવ રહેવાની શક્યતા છે. વાહનનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહો.

    મૂલાંક 8- આજે તમારો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે. કાર્યસ્થળ અને વ્યવસાયમાં તમારા માટે વાતાવરણ અનુકૂળ રહેશે. મન પ્રસન્ન રહેશે. પહેલાથી અટકેલા કામ થઈ શકે છે. વેપારમાં અચાનક લાભની તકો મળશે. નાણાકીય બાબતોમાં તમને સફળતા મળશે. મહેનતથી કરેલા કાર્યોનું શુભ ફળ મળશે. તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

    મૂલાંક 9- આજે તમારો દિવસ ઘણી તકથી ભરેલો રહેશે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે. સાથીઓ અને અધિકારીઓનો સહયોગ મળશે. વેપારમાં લાભની તકો મળશે. પ્રેમ અને વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે. ખર્ચ વધુ રહેશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
    Published by:Nirali Dave
    First published:

    Tags: Dharm Bhakti, ધર્મભક્તિ

    આગામી સમાચાર