Home /News /dharm-bhakti /Numerology Suggestions 4th September: આ લોકોએ આજે વાણીમાં વાપરવા મૃદુભાષી શબ્દો, જાણો કેવો રહેશે તમારો દિવસ

Numerology Suggestions 4th September: આ લોકોએ આજે વાણીમાં વાપરવા મૃદુભાષી શબ્દો, જાણો કેવો રહેશે તમારો દિવસ

આજનું ન્યૂમરોલોજી

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  નંબર 1 – તમે તમારી ટીમમાં લીડ છો, પરંતુ સ્થિતિ અનુસાર ઢળતા શીખો. કાયદાની બાબતો, ઘરનું રીનોવેશન, મશીનો અને ખેતીની જમીન જેવી સંપત્તિ ખરીદવા માટે ડિજિટલ માર્કેટિંગ રોકાણો હાઇ રીટર્ન આપશે. રમતગમતમાં જીતની પ્રબળ સંભાવના. મશીનરી, મેન્યુફેક્ચરિંગ, કોસ્મેટિક્સ, હેન્ડિક્રાફ્ટ્સ કન્સ્ટ્રક્શન, એગ્રિકલ્ચર બુક્સ, મેડિસીન અને ફાઇનાન્સના વ્યવસાયમાં વૃદ્ધિ થશે. તમારે આજે ફક્ત તમારી વાણીમાં મૃદુભાષી શબ્દો બોલો.
  માસ્ટર કલર – બ્લૂ અને પીળો
  લકી દિવસ – શુક્રવાર અને રવિવાર
  લકી નંબર – 3
  દાન – મંદિરમાં સૂર્યમુખીના બીજનું દાન કરો

  નંબર 2 – તમારી લાગણીઓને કાબૂમાં રાખશો. જો તમે મહત્વપૂર્ણ અથવા ગોપનીય માહિતીને ઇમેઇલ કરવા માંગતા હોય તો સમકક્ષોથી સાવચેત રહો. કાનૂની બાબતો સરળતાથી પૂર્ણ થશે. સ્ત્રીઓએ વરિષ્ઠ સભ્યોને સહકાર આપવો જોઈએ. નિકાસ આયાત, કેમિકલ, ફોક્ટર, બિલ્ડરો અને રાજકારણીઓ નવી ઉંચાઈ મેળવશે
  માસ્ટર કલર – સ્કાય બ્લૂ અને પીળો
  લકી દિવસ – સોમવાર
  લકી નંબર – 6
  દાન – પશુ અથવા પક્ષીઓને પાણી આપો

  નંબર 3 – આજે તમને મૂંઝવણ અનુભવાશે. સરકારી નોકરી કે કોન્ટ્રાક્ટ શરૂ કરવામાં માટે ઉત્તમ દિવસ. નવી નોકરી મળી શકે છે. તમારી વાણી અને જ્ઞાનથી લોકો પ્રભાવિત થશે. રાજકારણ, સંગીતકારો, ઇલેક્ટ્રોનિક મીડિયા, ઓટોમોબાઇલ, બિઝનેસમેન અને લેખકોને તમામ નિર્ણયો પક્ષમાં રહેશે. આજે કરેલા રોકાણ પર સારુ રીટર્ન મળશે. પ્રેમનો એકરાર કરવાનો દિવસ. તમારા ગુરૂનું નામ જપવાનું ભૂલશો નહીં. આજે પીળા વસ્ત્રો પહેરો.
  માસ્ટર કલર – બ્લૂ અને ઓરેન્જ
  લકી દિવસ – ગુરૂવાર
  લકી નંબર – 3 અને 1
  દાન – મહિલા હેલ્પરને કેસરનું દાન કરો

  નંબર 4 – તમારા ધ્યેય માટે કામ કરો અને સફળતાની નજીક પહોંચશો. ખેતી, મેન્યુફેક્ચરિંગ, હેન્ડીક્રાફ્ટ્સ, ડાયરેક્શન, કોચિંગ, સ્પોર્ટ્સ આઇટમ્સ, બેંકિંગ અને સોલર એનર્જીના ફિલ્ડમાં પૈસા કમાવવાની તક. મનોરંજન અને રાજકારણ સાથે સંબંધિત લોકો માટે દિવસ થોડો હેક્ટિક રહેશે. નોન-વેજ ખાવાનું ટાળો.
  માસ્ટર કલર – બ્લૂ
  લકી દિવસ – શનિવાર
  લકી નંબર – 9
  દાન- ઘરેલું હેલ્પરને સાવરણીનું દાન કરો

  નંબર 5 – આજે તકો ઝડપવા માટે તમારી સ્કિલ્સનો ઉપયોગ કરો. તમારા શબ્દો બીજાને દુખી ન કરો તેનું ધ્યાન રાખશો. તમારી આકર્ષક પર્સનાલિટી લોકોને પ્રભાવિત કરશે. તમારા મિત્ર કે સંબંધીને તમારી મદદની જરૂર પડી શકે છે. સેલ્સ અને સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા લોકોને સફળતા મળશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે.
  માસ્ટર કલર – સી ગ્રીન
  લકી દિવસ – બુધવાર
  લકી નંબર – 5
  દાન – લીલા પાંદડાવાળા શાકભાજીનું દાન કરો

  નંબર 6 – લેધરની જગ્યાએ સિલ્વર પહેરો. આજે તમે તમારા પ્લાનિંગ પ્રમાણે આગળ વધી શકશો. પ્રપોઝ કરવા, વચન આપવા, લક્ઝરી એન્જોય કરવા, સમૃદ્ધિ મેળવવા, મુસાફરી કરવા, પ્રેઝન્ટેશન આપવા, માસ મીડિયા, ઉત્સાહ મનાવવા માટે એક ઉત્તમ દિવસ. જો તમે વિઝાની રાહ જોઇ રહ્યા છો તો તમને સારા સમાચાર મળી શકે છે. નવા મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે સારી જગ્યા પસંદ કરી શકશો.
  માસ્ટર કલર – ટીલ
  લકી દિવસ – શુક્રવાર
  લકી નંબર – 6
  દાન– ગરીબોને સફેદ મીઠાઇનું દાન કરો

  નંબર 7 – સ્પોર્ટ્સમેનને આજે નવી ઓફર મળશે. બીજા પર વધુ વિશ્વાસ મુકવાનું ટાળો. સ્પોર્ટ્સ, વકીલાત, બિઝનેસ ડીલ્સ, ઇન્ટરવ્યૂ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમારા વડીલોના આશીર્વાદથી સારી સફળતા મળશે. ગુરૂ મંત્રનો જાપ કરો. ગુસ્સાને કાબૂમાં રાખો. નિર્મળ વાણીથી તમે બીજાનું દિલ જીતી શકો છો. તમાકું અને દારૂથી દૂર રહો અને શાકાહારી ખોરાક લેવો.
  માસ્ટર કલર – ઓરેન્જ
  લકી દિવસ – સોમવાર
  લકી નંબર – 7
  દાન – મંદિરમાં કંકુનું દાન કરો.

  નંબર 8 - આજે સમય પહેલા બધા કાર્ય પૂરા કરો નહીં તો વધુ પડતો બોજો આવશે. યાદ રાખો કે તમે બધી જ પરિસ્થિતિઓના સારા નિર્ણાયક છો, વર્તમાન સફળતા માટે સંતોષની લાગણી અનુભવવાની જરૂર છે અને ફરિયાદ કરવાનું બંધ કરો. સફળતા પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવી પડશે. પરંતુ તમારી બ્રાન્ડ અને સદ્ભાવનાની મદદથી દિવસના અંત સુધીમાં તમને સફળતા મળશે. સેવાઓ આપતી વખતે ડોકટરોને પ્રશંસા મળશે. દાન અને કસરતમાં સમય વિતાવો.
  માસ્ટર કલર – સી બ્લૂ
  લકી દિવસ – શુક્રવાર
  લકી નંબર – 6
  દાન – ગરીબોને સાયટ્રસ ફળનું દાન

  નંબર 9 – વિદ્યાર્થીઓ અને સ્પોર્ટ્સ મેન્સ માટે ઉત્તમ દિવસ. જો કોઇ તમારાથી ઇર્ષ્યા અનુભવે તો તેને ઇગ્નોર કરો. આજનો દિવસ સફળતાથી ભરેલો રહેશે. અચાનક પૈસા અને સફળતા મળી શકે છે. સરકારી ઓર્ડર માટે એપ્લાય કરવા ઉત્તમ દિવસ.
  માસ્ટર કલર – લાલ અને ઓરેન્જ
  લકી દિવસ – મંગળવાર
  લકી નંબર – 3 અને 9
  દાન – ડોમેસ્ટિક હેલ્પર્સને લાલ બંગડીઓનું દાન કરો

  4 સપ્ટેમ્બરે જન્મેલી સેલિબ્રિટીઓ – દાદાભાઇ નવરોજી, રીષી કપૂર, ક્રિષ્ન પાલ ગુર્જર, સુશિલ કુમાર સિંદે, અનંદ નાગ, આદેશ શ્રીવાસ્તવ
  First published:

  Tags: Daily Horoscope, Numerology

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन