Home /News /dharm-bhakti /Numerology Suggestions 24 September : આજનો દિવસ કોના માટે છે શુભ અને કોને મળશે સફળતા?

Numerology Suggestions 24 September : આજનો દિવસ કોના માટે છે શુભ અને કોને મળશે સફળતા?

અંકશાસ્ત્ર

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  નંબર 1: આત્મવિશ્વાસથી ભરપૂર રહો અને નાણાંકીય વ્યવહાર માટે આજે સારો દિવસ હોઈ શકે છે. પ્રેક્ટીકલ વિચારો અને પાર્ટનરશીપ ન કરશો. તમને એક સામાજિક સહાય મળવાની સંભાવના છે જે કાયદાકીય અથવા સત્તાવાર સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે છે. અભિનેતાઓ અને રાજકારણીઓએ નવા પ્રોજેક્ટ્સની શરૂઆત કરવી જોઈએ, જેમાં તેમને સફળતા મળી શકે છે. ચામડાની વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળો. ભગવાન સૂર્યની પૂજા કરો અને તેમના આશીર્વાદ મેળવો.

  માસ્ટર કલર: પીળો અને બ્લ્યૂ
  શુભ દિવસ: ગુરુવાર
  શુભ નંબર: 9
  દાન: ભિક્ષુકોને પીળા ચોખાનું દાન કરો

  નંબર 2: એકલા રહીને બિઝનેસ કરવા કરતા જે લોકો ભાગીદારીમાં બિઝનેસ કરે છે, તેમને વધુ સફળતા મળવાની સંભાવના છે. જીવનમાં સમૃદ્ધિ આવે તે માટે ઘર અને પરિવારની જવાબદારી લેવી જરૂરી છે. તમારી પ્રેમ લાગણીઓને લગ્ન સંબંધમાં ફેરવવા માટે આજે ખૂબ જ સારો દિવસ છે. રાજકારણીઓ, વકીલો, છૂટક વેપારી, શિક્ષણવિદો, ડોક્ટરો અને જ્વેલર્સે કાગળો પર સહી કરતા સમયે સાવચેત રહેવું જોઈએ.

  માસ્ટર કલર: સ્કાય બ્લ્યૂ
  શુભ દિવસ: સોમવાર
  શુભ નંબર: 2 અને 6
  દાન: મંદિરમાં અથવા જરૂરિયાતમંદોને ચાંદીના સિક્કાનું દાન કરો

  નંબર 3: મહત્વપૂર્ણ કામ માટે જતા પહેલા ખિસ્સામાં કાચી હળદર રાખો. અંગત જીવનમાં નવી શરૂઆત થવાની સંભાવના છે. જ્યારે તમારું વ્યક્તિત્વ અત્યંત આકર્ષક અને મોહક હશે, ત્યારે તમને તમારું નસીબ સાથ આપી શકે છે. યોગા ટ્રેનર, શિક્ષણવિદો, માર્કેટિંગ અને વેચાણ ક્ષેત્રે સંકળાયેલ વ્યક્તિઓ, સંગીતકારો, ડિઝાઇનર્સ, વિદ્યાર્થીઓ, ન્યૂઝ એન્કર, રાજકારણીઓ, અભિનેતાઓ, કલાકાર, ગૃહિણીઓ, હોટેલિયર અને લેખકોને આજે કારકિર્દીમાં વિશેષ લાભ થવાની સંભાવના છે. દિવસની શરૂઆત કરતા પહેલા કપાળ પર ચંદન લગાવો.

  માસ્ટર કલર: લાલ અને વાદળી
  શુભ દિવસ: ગુરુવાર
  શુભ નંબર: 3 અને 1
  દાન: મંદિરમાં ચંદનનું દાન કરો

  નંબર 4: તમારા બોસ જે ઓફર આપે તેનો સ્વીકાર કરો. અનાજનું દાન કરવાથી પુષ્કળ આશીર્વાદ મળશે. આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. બ્રોકર્સ, બાંધકામ, મશીનરી, મેટલ્સ, સોફ્ટવેર અને ફાર્માસ્યુટિકલ જેવા વ્યવસાય ક્ષેત્રે આજે કરાર પર હસ્તાક્ષર કરવાનું ટાળવું જોઈએ. મની મેનેજમેન્ટથી ઓછા નુકસાન થશે અને લાભ વધુ થશે. એક પિતા તરીકે તમને તમારા બાળક પર ગર્વ થશે.

  માસ્ટર કલર: બ્લ્યૂ
  શુભ દિવસ: મંગળવાર
  શુભ નંબર: 9
  દાન: અનાથ આશ્રમમાં દાળનું દાન કરો.

  નંબર 5: સ્ટ્રોંગ સોશિયલ નેટવર્કને કારણે આજે તમને કારકિર્દીમાં સફળતા મળી શકે છે. તમારી ઈચ્છા અનુસાર સંપત્તિમાં રોકાણ કરવા અંગેના નિર્ણય લો. સ્પોર્ટ્સમેન અને પ્રવાસીઓએ શ્રેષ્ઠ તકની રાહ જોવી પડશે. મીટિંગમાં તમારું નસીબ સાથ આપે તે માટે લીલા રંગના કપડા પહેરો. આજનો દિવસ સારો પસાર થાય તે માટે આળસ કરવાનું ટાળો.

  માસ્ટર કલર: સી ગ્રીન
  શુભ દિવસ: બુધવાર
  શુભ નંબર: 5
  દાન: બાળકોને લીલી પેનનું દાન કરો

  નંબર 6: સોશિયલ નેટવર્કની મદદથી લાભ મળવાની સંભાવના છે. તમારા સિવાય કોઈ તમારા મનને શાંતિ આપી શકશે નહીં. તમારા પર અનેક જવાબદારીઓ છે, જેને પૂરી કરવી જરૂરી છે. જ્વેલર્સ, અભિનેતાઓ, જોકીઓ અને ડોકટરો માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે. તમે તમારા બાળકોને જે પણ સલાહ આપો છો, તે તેમના ભવિષ્ય માટે લાભદાયી સાબિત થશે.

  માસ્ટર કલર: વાદળી અને સી ગ્રીન
  શુભ દિવસ: શુક્રવાર
  શુભ નંબર: 6
  દાન: આશ્રમમાં સ્ટીલના વાસણનું દાન કરો

  નંબર 7: શ્રેષ્ઠ પરિણામો મળે તે માટે કેતુના મંત્રનો જાપ કરો. અગાઉ જે લોકોએ તમને હેરાન કર્યા છે, તેઓ તમને હજુ પણ હેરાન કરશે. ઓફિસમાં બોસ અથવા સિનિયર સાથે ચર્ચા કરવાનું ટાળો. દાંપત્યજીવનમાં પ્રામાણિકતા દાખવવી જોઈએ. આજના દિવસે ઓડિટની જરૂરિયાત હોવાથી ડોક્યુમેન્ટ પર વિશ્વાસ કરવાનું ટાળો. ઉપચાર, મોટીવેશન, આધ્યાત્મિક શાળાઓ, ખેતી, અનાજમાં કામ કરતા લોકો માટે આજે સારો દિવસ છે. જ્યાં સુધી તમે લાગણીશીલ નહીં રહો ત્યાં સુધી વ્યવસાયિક સંબંધો જળવાઈ રહેશે.

  માસ્ટર કલર: ઓરેન્જ અને વાદળી
  શુભ દિવસ: સોમવાર
  શુભ નંબર: 7
  દાન: મંદિરમાં દૂધનું દાન કરો

  નંબર 8: આજના દિવસે એક ટાર્ગેટ પૂરો કરવા માટે તમારે ખૂબ જ મહેનત કરવી પડશે. તમને સિનિયર જે પણ સલાહ આપે તે અનુસાર કામ કરવું જોઈએ. એક દિવસ બાદ કરાર કરવા જોઈએ અને ઈન્ટરવ્યૂ એક દિવસ માટે સ્થગિત કરી દેવું જોઈએ. આજે મુસાફરી કરવાનું ટાળવું જોઈએ.

  માસ્ટર કલર: સી બ્લ્યૂ
  શુભ દિવસ: શુક્રવાર
  શુભ નંબર: 6
  દાન: પશુઓને લીલા અનાજનું દાન કરો

  નંબર 9: શિક્ષણ, કાયદા, કાઉન્સેલિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રે સંકળાયેલા લોકોને સફળતા મળશે. બિઝનેસ અથવા નોકરીમાં સત્તા મેળવવા માટે જૂના મિત્રો અથવા સાથીઓનો સંપર્ક કરવા માટે આજે એક સારો દિવસ છે. આજનો દિવસની શરૂઆત લાલ કપડા પહેરીને કરો. તમારા લગ્નની યોજના પરિવાર સાથે શેર કરો. ગુસ્સા પર કાબૂ રાખો. ભોજનમાં પાંદડાવાળા અને ખાટાં શાકભાજીનું સેવન કરો.

  માસ્ટર કલર: લાલ
  શુભ દિવસ: મંગળવાર
  શુભ નંબર: 9 અને 6
  દાન: મહિલાઓને ઓરેન્જ કલરના કપડાનું દાન કરો

  ભીખાજી કામા, રાજેશ ખટ્ટર, સૃષ્ટિ રોડે, મોહિન્દર અમરનાથ, રાજ સિંહનો 24 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે.
  First published:

  Tags: Astrology, Gujarati Rashifal, Numerology, Zodiac sign

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन