Home /News /dharm-bhakti /Numerology Suggestions 17 September: આ રાશિના જાતકોની નિર્દોષતાનો દુરૂપયોગ કરવાનો પ્રયાસ થશે, જાણો આજનું રાશિફળ

Numerology Suggestions 17 September: આ રાશિના જાતકોની નિર્દોષતાનો દુરૂપયોગ કરવાનો પ્રયાસ થશે, જાણો આજનું રાશિફળ

અંકશાસ્ત્ર

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  નંબર 1: આજે આત્મવિશ્વાસનું લેવલ વધારવાનો દિવસ છે. મોટાભાગની સમસ્યાઓનો અંત થવા જઈ રહ્યો છે. ટૂંક સમયમાં જ જીવનમાં કંઈક નવું શરૂ થશે, તે નવી જગ્યા, પદ, મિત્ર અથવા વ્યવસાયમાં નવું રોકાણ, નવી નોકરી કે નવું ઘર હોઈ શકે છે. મિલકત સાથે સંબંધિત મામલાઓ વિલંબમાં રહેશે. માનસિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે આજે મોડે સુધી કામ ન કરો. મેડિકલ પ્રેક્ટિશનર્સ પાસે આજે ખાસ નવી ઓફર આવે. ખેતી અને શિક્ષણ ઉદ્યોગને નફો થતો જણાય છે.

  મુખ્ય કલર: એક્વા
  લકી દિવસ: બુધવાર
  લકી નંબર: 9
  દાન: આશ્રમમાં ઘઉંનું દાન કરો

  નંબર 2: સવારે દૂધ મિશ્રિત પાણીથી સ્નાન કરો. તમારી મહેનત અને પ્રામાણિકતા જ વિજયનું કારણ બને છે. લોકો તમારી નિર્દોષતાનો દુરૂપયોગ કરવાનો પ્રયાસ કરશે. જેથી આજે ચતુરાઈનો ઉપયોગ કરવાનું ભૂલશો નહી. એક્સપોર્ટ ઇમ્પોર્ટ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ, બ્રોકર્સ, ટ્રાવેલ એજન્સીઓ, સ્ટોક માર્કેટ અને પાર્ટનરશિપ કંપનીઓને આજે સફળતા મળશે. સાથીદારો દ્વારા વિશ્વાસઘાતને કારણે ભાવનાત્મક રીતે નિરાશા અથવા નુકસાન થશે.

  મુખ્ય કલર: વાદળી
  લકી દિવસ: સોમવાર
  લકી નંબર: 6
  દાન: પશુઓને પાણી પીવડાવો

  નંબર 3: સર્જનાત્મક વિચારો આજે તમારા બોસને કામના સ્થળે અને ઘરે પરિવારને આકર્ષિત કરશે. તમે બધી પરિસ્થિતિઓમાં કામ કરવા માટે પૂરતા ફલેક્સિબલ બનશો, તમારા માટે સફળતા હવે બહુ દૂર નથી. આજે તમારે પૈસાને સંભાળવામાં સાવચેત રહેવું જોઈએ. આજે સર્જનાત્મક લોકો અને જાહેર ક્ષેત્રની વ્યક્તિઓને ખ્યાતિ મળશે. બાંધકામ અને કૃષિ ક્ષેત્રે રોકાણ માટે ખૂબ સારો સમય છે. સવારે કપાળ પર ચંદલ લગાવો.

  મુખ્ય કલર: નારંગી અને ભૂરો
  લકી દિવસ: ગુરુવાર
  લકી નંબર: 3 અને 9
  દાન: ગરીબોને સૂર્યમુખીનું તેલ દાન કરો

  નંબર 4: ઉચ્ચ હોદ્દા પર હોય તેવા લોકો વધુ ને વધુ ઊંચા વિકાસ પામે. આજે પૈસાની બાબતમાં કોઈની સાથે પ્લાનિંગ શેર કરશો નહીં. વિદ્યાર્થીઓને રસ હોય તો તેઓએ સરકારી નોકરી માટે અરજી કરવી જોઇએ. આજે લીલા પાંદડાવાળા શાકભાજીનું દાન નસીબ ચમકાવવામાં મદદ કરશે. સ્પોર્ટસમેનનો આર્થિક લાભ વધાશે અને પ્રદર્શન માટે પ્રશંસા પણ કરવામાં આવશે. તમે પરિવાર અને મિત્ર સાથે સમય પસાર કરવા બાબતે વ્યસ્ત રહેશો, તેથી શાંતિથી તેમની ફરિયાદો સાંભળો. આજે દાન કરવું જોઈએ.

  મુખ્ય કલર: વાદળી અને ભૂખરો
  લકી દિવસ: મંગળવાર
  લકી નંબર: 9
  દાન: ભિક્ષુકોને ફૂટવેરનું દાન કરો

  નંબર 5: ઑફિસના ટેબલ પર ક્રિસ્ટલ લોટસ મૂકો. આજે અડચણો ઘટાડવા માટે નસીબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આજે તમારી લાગણીઓને પાર્ટનર તરફ આગળ વધારવા માટે આદર્શ દિવસ છે. મશીનરી ખરીદવા, મિલકત વેચવા, ઓફિશિયલ ડોક્યુમેન્ટ પર સહી કરવા તેમજ સફર માટે બહાર જવા માટે સારો દિવસ છે. ન્યૂઝ એન્કર, એક્ટર્સ, હેન્ડીક્રાફ આર્ટિસ્ટ, એન્જિનિયર્સના તમામ ક્ષેત્રે વખાણ થશે. આજે ભોગવિલાસને ટાળો. કારણ કે તે તમને દુશ્મનો દ્વારા ફસાવવાની યુક્તિ હોઈ શકે છે.

  મુખ્ય કલર: ટીલ
  લકક દિવસ: બુધવાર
  લકી નંબર: 5
  દાન: અનાથાશ્રમમાં બાળકોને લીલા ફળોનું દાન કરો

  નંબર 6: જો તમારા કામ બપોરના ભોજન પછી થાય તો દિવસ ખૂબ સારું પરિણામ લાવશે. આજે સમય તમારા કર્મને સાથ આપશે. જેથી તમારા સપના પૂરા કરવા માટે તૈયાર રહો. તમે આજે તમામ પ્રકારના લાભનો આનંદ માણશો. આજે પારિવારિક સ્નેહ અને સહયોગ સમૃદ્ધિ લાવશે. આજનો દિવસ વૈભવવિલાસમાં પસાર થશે. ડિઝાઇનર્સ, વકીલો, ટેક્નિશિયન્સ, રાજકારણીઓ અને અભિનેતાઓને ખ્યાતિ મળશે.

  મુખ્ય કલર: આસમાની
  લકી દિવસ: શુક્રવાર
  લકી નંબર: 6 અને 9
  દાન: ગરીબોને દહીં અને ચોખાનું દાન કરો

  નંબર 7: પ્રોફેશનલ વિકાસ થતો રહેશે અને સફળતા ચાલતી રહેશે, પરંતુ તૂટેલા વિશ્વાસથી તમારું હૃદય ભાંગી પડશે, તેમ છતાં તમે પ્રેક્ટિકલ વ્યક્તિ હોવાથી તરત જ તેમાંથી બહાર આવી શકશો. ટૂંક સમયમાં સંબંધો, પ્રદર્શન અને નાણાકીય ફાયદો થશે. આજે બિઝનેસમાં સંબંધીઓ અને મિત્રોથી સાવચેત રહો. સ્પોર્ટ્સમેને વધુ વિવાદ ટાળવા માટે હરીફોથી દૂર રહેવું. વિજાતીય પાત્ર નસીબ વધારવામાં મદદ કરશે. ભગવાનના આશીર્વાદ મેળવવા માટે ભગવાન શિવની પૂજા કરો.

  મુખ્ય કલર: લીલો
  લકી દિવસ: સોમવાર
  લકી નંબર: 6
  દાન: અનાથાશ્રમમાં દૂધનું દાન કરો

  નંબર 8: વૃદ્ધાશ્રમમાં વડીલોની સેવા કરો અને આજે સકારાત્મક કર્મનું ખાતું સાફ કરો. આસપાસના લોકો તમારા વફાદાર સમર્થક છે જેથી આજે નેતૃત્વનો સમય છે. એકાઉન્ટ્સની જોવાની અને પરિવાર સાથે સમય પસાર કરવાની જરૂર છે. આજે દાન જાદુઈ ભૂમિકા ભજવશે. આજે ગ્રીન ગાર્ડનની આસપાસ થોડો સમય વિતાવો.

  મુખ્ય કલર: જાંબલી
  લકી દિવસ: શુક્રવાર
  લકી નંબર: 6
  દાન: ગરીબોને છત્રીનું દાન કરો

  નંબર 9: ભાગ્યનું ચક્ર આજે તમારી તરફ સકારાત્મક વળાંક લેશે. ડૉક્ટરો, સર્જન, રાજકારણીઓ અને રમતવીરો આજે ઇનામ અને ખ્યાતિ મેળવશે. આજનો દિવસ પ્રસિદ્ધિ, આનંદ, ઊર્જા અને ઉત્સાહથી ભરપૂર રહેશે. આનો ઉપયોગ તમારા ઉદ્દેશ્ય તરફની દિશામાં ચેનલાઇઝ કરવા માટે કરો. આજે નાણાંકીય લાભ થશે. સંપત્તિ નોંધણીઓ સરળતાથી થવાની સંભાવના છે. સંબંધો વિશ્વાસ સાથે ખીલશે.

  મુખ્ય કલર: લાલ
  લકી દિવસ: મંગળવાર
  લકી નંબર: 9
  દાન: લાલ રૂમાલ દાન કરો

  17મી સપ્ટેમ્બરે જન્મેલી જાણીતી વ્યક્તિઓ: નરેન્દ્ર મોદી, રવિચંદ્રન અશ્વિન, ટી સુબ્બારામી રેડ્ડી, પેરિયાર ઇ વી રામસ્વી, એમ એફ હુસૈન
  Published by:Margi Pandya
  First published:

  Tags: Astrology, DharmaBhakti, Horoscope, Numerology

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन