Home /News /dharm-bhakti /Numerology Suggestions 11th Sept: આજનો દિવસ કોના માટે છે શુભ અને કોને મળશે સફળતા?

Numerology Suggestions 11th Sept: આજનો દિવસ કોના માટે છે શુભ અને કોને મળશે સફળતા?

આજનું ન્યૂમરોલોજી

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  1, 10, 19 અને 28 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 1-

  આજના દિવસની શરૂઆત મૂંઝવણ સાથે થઈ શકે છે, જેમ જેમ દિવસ પસાર થશે તેમ તેમ મૂંઝવણ દૂર થશે. કોન્ટ્રાક્ટ શરૂ કરવામાં, મેન્ટરની સલાહ લેવામાં, સ્ટ્રેટેજી બનાવવામાં, નવા સંબંધ બનાવવામાં, ઈન્ટરવ્યૂની તૈયારી કરવામાં વાર થઈ રહી છે. આજે તમને તમામ પ્રકારનું જ્ઞાન મળી શકે છે. સફળતા પ્રાપ્ત કરવા માટે ઓફિસમાં સિનિયર સાથે કામ કરો. તમારે તમારી પર્સનલ લાઈફમાં ડિપ્લોમેટીક રહેવું પડશે. નવા ક્ષેત્રે રોકાણ કરવા માટે તમારી સલાહનો ઉપયોગ કરવામાં આવશે. ભગવાન સૂર્યની પૂજા જરૂરથી કરવી જોઈએ.

  માસ્ટર કલર: ક્રીમ અને સ્કાય બ્લ્યૂ
  શુભ દિવસ: રવિવાર
  શુભ નંબર: 1
  દાન: આજે પીળા ફળનું દાન કરો

  2, 11, 20 અને 29 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 2-

  તમારી યોજના અનુસાર તમારું જીવન પસાર થઈ રહ્યું છે. આજના દિવસની શરૂઆત મ્યુઝીક સાથે કરો અને લાઈફ પાર્ટનર સાથે શોપિંગ કરવા જાવ. કોન્ટ્રાક્ટ અથવા ટેન્ડરની શરૂઆત કરવા માટે આજે શ્રેષ્ઠ દિવસ છે. ઓફિસમાં વિરોધીઓને હરાવવા માટે ડિપ્લોમેટીક કમ્યુનિકેશન કરવું જોઈએ. પ્રિયજનો સાથે સારો સમય પસાર કરવા માટે આજે શુભ દિવસ છે. આજે તમારા સપનાઓ વાસ્તવિકતામાં પરિવર્તિત નહીં થઈ શકે, જેથી ધીરજથી કામ લો. આજે સફેદ કપડા પહેરવાથી તમારું નસીબ તમને સાથ આપી શકે છે. ભગવાન શિવ અને ભગવાન ચંદ્રની પૂજા અર્ચના કરો.

  માસ્ટર કલર: સફેદ
  શુભ દિવસ: સોમવાર
  શુભ નંબર: 2
  દાન: ભિક્ષુકોને દહીંનું દાન કરો

  3, 12, 22 અને 30 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 3-

  કેળાના ઝાડને સાકરનું પાણી અર્પણ કરો. તમારા સામાનનું ધ્યાન રાખો અને મિલકત સંબંધિત બાબતો પર પુનર્વિચાર કરો. ભૂતકાળની બાબતોને ભૂલીને આગળ વધો અને આજનો દિવસ સારો પસાર થાય તે માટે તમારા દિલની વાત કરો. સોશિયલાઈઝ કરવા માટે અને મિત્રોને ઈમ્પ્રેસ કરવા માટે આજે સારો દિવસ છે. જો તમે ડાન્સ, રસોઈ, ડિઝાઇન, એક્ટીંગ, શિક્ષણ અથવા ઓડિટીંગમાં સારુ ટેલેન્ટ ધરાવો છો તો તે પ્રદર્શિત કરવા માટે સારો સમય છે. ફાઇનાન્સ અને સરકારી પરીક્ષાના વિદ્યાર્થીઓને સારા ગુણ મળી શકે છે.

  માસ્ટર કલર: પીચ
  શુભ દિવસ: ગુરુવાર
  શુભ નંબર: 3 અને 9
  દાન: મંદિરમાં કંકુનું દાન કરો

  4, 13, 22 અને 31 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 4-

  આજે પૈસા કમાવવાનો દિવસ છે. આજનો દિવસ બિઝનેસ પ્લાનથી ભરપૂર છે. ગ્રાહકોની મીટિંગ અને પ્રેઝન્ટેશનની પ્રશંસા કરવામાં આવશે. મોટાભાગનો સમય માર્કેટિંગમાં પસાર કરવો જોઈએ. ટ્રાવેલ કરતા સમયે અને મશીનો સાથે કામ કરતા સમયે સાવચેત રહેવું જોઈએ. અંગત સંબંધોમાં કોઈપણ પ્રકારની મૂંઝવણ નહીં રહે. મગજ સ્વસ્થ રહે તે માટે કેસરની મિઠાઈઓ અને મોસંબીનું સેવન કરો.

  માસ્ટર કલર: સ્કાય બ્લ્યૂ
  શુભ દિવસ: મંગળવાર
  શુભ નંબર: 9
  દાન: ઘરના કામકાજમાં મદદ કરતા વ્યક્તિને સાવરણીનું દાન કરો

  5, 14 અને 23 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 5-

  તમારા સ્વાસ્થ્ય સાથે મજાક કરવાનું અને તમને આપવામાં આવતી સ્વતંત્રતાનો દુરુપયોગ ના કરો. આજે તમારા સહકર્મીઓ અને પરિચિતોથી સાવચેત રહો. તમારા શબ્દોથી અન્ય લોકોને હર્ટ થતું હોવાથી તમારા શબ્દો પર નિયંત્રણ રાખો. રોકાણમાં જોખમ ના હોવાથી તમે રોકાણ કરી શકો છો. મીટિંગમાં, ઈન્ટરવ્યૂ અને પ્રેઝન્ટેશન માટે સી ગ્રીન કલરના કપડા પહેરવાથી તમને ફાયદો થઈ શકે છે. મિલકત સંબંધિત યોગ્ય નિર્ણયો લેવામાં આવશે. જે લોકો ટ્રીપ માટે બહાર જાય તેમણે ખાવાપીવામાં ધ્યાન રાખવું જોઈએ.

  માસ્ટર કલર: સી ગ્રીન
  શુભ દિવસ: બુધવાર
  શુભ નંબર: 5
  દાન: અનાથ આશ્રમમાં કપડા અને ફળનું દાન કરો

  6, 15 અને 24 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 6-

  તમારી પાસે અનંત ઊર્જા હોવાથી માત્ર એક દિશામાં આગળ વધવા માટે તેનો ઉપયોગ કરો. આજે જૂની કમિટમેન્ટ્સ પૂર્ણ કરવાનો દિવસ છે. બાળકો અને સહકર્મીઓનો સહયોગ મળવાથી તમને સારું લાગશે. ગ્લેમર, તાલીમ, નિકાસ આયાત, કાપડ, રિઅલ એસ્ટેટ અને લક્ઝરી આઇટમ્સ સંબંધિત વ્યવસાય ક્ષેત્રે તમારું નસીબ તમને સાથ આપી શકે છે. વાહન, મકાન, મશીનરી અથવા દાગીના ખરીદવા માટે આજે સારો દિવસ છે.

  માસ્ટર કલર: એક્વા
  શુભ દિવસ: શુક્રવાર
  શુભ નંબર: 6
  દાન: મંદિરમાં સફેદ મિઠાઈનું દાન કરો

  7 અને 16 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 7-

  મની ડીલ્સ માટે તમારા કોન્ટેક્ટ્સ અને સ્માર્ટનેસનો ઉપયોગ કરો. આજે તમે જે પણ તર્કપૂર્ણ નિર્ણય લીધા હશે, તેનાથી તમારી જવાબદારીઓમાં ઘટાડો થશે. આજે પાર્ટનર અથવા ગ્રાહક સાથે સમાધાન ન કરવું જોઈએ. વકીલ જે પણ સલાહ આપે તેનો સ્વીકાર કરો. લગ્નનો પ્રસ્તાવ પૂર્ણ થઈ શકે છે. શિવ મંદિરે જઈને ભગવાન શિવને જળ અર્પણ કરવાથી સફળતા પ્રાપ્ત થશે.

  માસ્ટર કલર: સી ગ્રીન
  શુભ દિવસ: સોમવાર
  શુભ નંબર: 7
  દાન: ગરીબોને સુગરનું દાન કરો

  8, 17 અને 25 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 8-

  અસાઈનમેન્ટ પૂર્ણ થઈ જવાથી તમને સફળતા મળવાની સંભાવના છે. ફ્લેક્સિબલ એટીટ્યુડ રાખો અને ગુસ્સો કરવાનું ટાળો. પૈસાના જોરથી કાયદાકીય મામલાઓનો ઉકેલ આવી શકે છે. તમારી સૂઝબૂઝથી બિઝનેસ ડીલ ક્રેક થઈ શકે છે. તમને તમારા લાઈફ પાર્ટનરની સાદગી પસંદ આવશે. વિદ્યાર્થીઓને તમામ ક્ષેત્રમાં સફળતા મળશે. તમે આજે આખો દિવસ બિઝી રહેશો, જેથી દિવસના અંતે તમને ખુશી અને સંતોષ થઈ શકે છે. આજે પશુઓ માટે દાન ધર્મ કરવું જરૂરી છે.

  માસ્ટર કલર: સી બ્લ્યૂ
  શુભ દિવસ: શનિવાર
  શુભ નંબર: 6
  દાન: જરૂરિયાતમંદોને ચંપલનું દાન કરો

  9, 18 અને 27 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 9-

  કોઈપણ મુશ્કેલી વગર તમને લોકપ્રિયતા મળી જશે. જૂના વિવાદોનો ઉકેલ લાવવા માટે એકબીજા પર વિશ્વાસ રાખો. જે લોકોના મનમાં લવની ફીલિંગ છે, તેમણે પ્રપોઝ જરૂરથી કરવું જોઈએ. તમારું નસીબ તમને સાથ આપતું હોવાને કારણે બિઝનેસ ડીલ સફળ થશે. રાજકારણ, દવાઓ, ડિઝાઇનિંગ, મિડીયા, ફાઇનાન્સ અથવા શિક્ષણ ઉદ્યોગ ક્ષેત્રે સંકળાયેલા લોકોને સફળતા મળશે. સ્પોર્ટ્સમેનના માતા-પિતાને તેમના બાળકો પર ગર્વ થશે.

  માસ્ટર કલર: ઓરેન્જ
  શુભ દિવસ: મંગળવાર
  શુભ નંબર: 9
  દાન: મંદિરમાં સફેદ કપડાનું દાન કરો

  શ્રીયા સરન, મોહન ભાગવત, વિનોબા ભાવે, મુરલી કાર્તિક, લાલા અમરનાથનો 11 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે.
  First published:

  Tags: Astrology, Numerology

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन