Home /News /dharm-bhakti /Seven: સાત નંબર સાથે સંકળાયેલ વ્યક્તિ હોય છે રહસ્યમયી, આ બાબતનું ખાસ રાખવું ધ્યાન

Seven: સાત નંબર સાથે સંકળાયેલ વ્યક્તિ હોય છે રહસ્યમયી, આ બાબતનું ખાસ રાખવું ધ્યાન

સાત તારીખે જન્મેલ વ્યક્તિ

Birth Date 7: જ્યોતિષીમા આંકડાઓનું ખુબ મહત્વ માનવામાં આવ્યું છે. દરેક જન્મ તારીખમાં પણ પોતાનું રહસ્ય છુપાયેલું હોય છે. એવામાં સાતની સંખ્યાને સૌથી રહસ્યમય અને અપ્રત્યાશિત માનવામાં આવે છે. તો ચાલો જાણીએ 7ના આંકડા સાથે જોડાયેલી વ્યક્તિ વિષે.

વધુ જુઓ ...
તમામ સંખ્યાઓમાં સાતની સંખ્યાને સૌથી રહસ્યમય અને અપ્રત્યાશિત માનવામાં આવે છે. 7 નો અંક ધરાવતી વ્યક્તિના જીવનમાં શું ચાલી રહ્યું છે, તે જાણી શકાતું નથી. આ કારણોસર લોકો આ પ્રકારની વ્યક્તિ વિશે જાણવા માટે હંમેશા ઉત્સુક હોય છે. 7 નો અંક ધરાવતી વ્યક્તિના જ્યોતિષમાં કેતુ ગ્રહનું વધુ પ્રભુત્વ હોય છે.

7, 16 અને 25 તારીખે જન્મેલ વ્યક્તિને ગુપ્ત જ્ઞાન મેળવવું ખૂબ જ પસંદ હોય છે, જેથી તેમને રહસ્યમયી રહેવું ગમવા લાગે છે. તેઓ આધ્યાત્મિક હોય છે, પરંતુ તેઓ સમાજના સામાન્ય રીત રિવાજ અને પરંપરાનું પાલન કરતા નથી. બીજી તરફ તેઓ જે બાબતનું પાલન કરવા માંગે તે બાબતમાં તેઓ ક્યારેય પણ ચૂકતા નથી.

આ પ્રકારની વ્યક્તિને દેશ વિદેશમાં ફરવાની અને ઈનોવેશન કરવાની પ્રબળ ઈચ્છા હોય છે. તેઓ પોતાના જીવનમાં એક ખાસ પ્રકારનો બદલાવ લાવે છે. તેઓ પોતાના જન્મસ્થળથી દૂર એક ખૂબ જ મોટી સફળતા મેળવે છે. આયાત નિકાસ સાથે જોડાયેલ બિઝનેસ પણ તેમના માટે લકી સાબિત થાય છે.

7 નો અંક ધરાવતી વ્યક્તિને બિઝનેસમાં લાભ થવાની સંભાવના છે અને તેઓ ભાવનાત્મક રીતે દુ:ખી અને વ્યક્તિગતરૂપે અસંતુષ્ટ હોય છે. આ પ્રકારની વ્યક્તિને શરૂઆતના વર્ષોમાં આરોગ્યની સમસ્યા થાય છે. 7 નો અંક ધરાવતી વ્યક્તિનું વૈવાહિક જીવન ખાસ રહેતું નથી, પરંતુ આ પ્રકારની વ્યક્તિ પોતાના પાર્ટનર માટે ભાગ્યશાળી સાબિત થાય છે. નાના ઉદ્યોગ અથવા બિઝનેસ પ્રોજેક્ટ માટે 7 ના અંકની પસંદગી કરવી જોઈએ.

આ અંક સાથે સંકળાયેલ વ્યક્તિએ એક વાર વિદેશમાં કામ કરવું જોઈએ, જેનાથી લાભ થવાની સંભાવના રહે છે. તેઓ વિશ્લેષણ કરવામાં, આત્મનિરીક્ષણ કરવામાં, સંશોધન કરવામાં, કલ્પના કરવામાં સર્વશ્રેષ્ઠ હોય છે. આ કારણોસર તેઓ વકીલ, ઓડિટર અને CA, ફિલ્મ ડાયરેક્ટર, એક્ટર, થિયેટર આર્ટિસ્ટ, સોફ્ટવેર એન્જિનિયર, મિડીયા કર્મચારી અને ઈન્ટેલિજેન્ટ સર્વિસ સાથે જોડાયેલા હોય છે.

લકી કલર પીળો અને લીલો

લકી દિવસ- સોમવાર

લકી વસ્તુ- નસીબ જોર કરે તે માટે બેગમાં કોપર અથવા બ્રોન્ઝનો 7 નંબરનો અંક રાખવો જોઈએ.

પૂજા- વર્ષમાં એકવાર કેતુની પૂજા કરવી જોઈએ.

ઉપાય- ભગવાન શિવને દર સોમવારે દૂધનો અભિષેક કરો. વડીલ અને માતા પિતાના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરો.
First published:

Tags: Astrology, Dharm Bhakti, Numerology

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन