13 Nov To 19 Nov 2022 Vrat And Tyohar: નવેમ્બર 2022નું ત્રીજું સપ્તાહ રવિવાર 13 નવેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. આ સપ્તાહમાં બે મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન થવાનું છે. ભગવાન શિવના રૂદ્રાવતાર કાલ ભૈરવની જન્મજયંતિ પણ આ સપ્તાહમાં જ છે. જાણો નવેમ્બર માસના ત્રીજા સપ્તાહમાં આવતા વ્રત અને તહેવાર.
નવેમ્બર 2022ના ત્રીજા સપ્તાહનો પ્રારંભ આજે 13 નવેમ્બર રવિવારથી થઇ ગયો છે. આ સપ્તાહ 13 નવેમ્બરથી 19 નવેમ્બર સુધી છે. આ સપ્તાહમાં બે મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન થવાનું છે. સૌથી પહેલા બુધ ગ્રહ અને સૂર્ય ગ્રહનું રાશિ પરિવર્તન થવાનું છે. ગ્રહોના ગોચર ઉપરાંત ભગવાન શિવના રોદ્રઅવતાર કાલ ભૈરવ જયંતિ પણ આજ સપ્તાહમાં આવી રહી છે. એ ઉપરાંત નહેરુ જયંતિ એટલે બાળ દિવસ પણ આ જ સપ્તાહમાં આવવાનો છે. તિરૂપતિના જ્યોતિષાચાર્ય ડો કૃષ્ણ કુમાર ભાર્ગવ પાસે જાણીએ આ સપ્તાહમાં આવતા વ્રત અને ગ્રહોનું રાશિ પરિવર્તન ક્યારે છે.
નવેમ્બર 2022ના ત્રીજા સપ્તાહના વ્રત અને તહેવાર
નવેમ્બર 13: દિવસ રવિવાર: બુધનું વૃશ્ચિક રાશિમાં ગોચર અથવા બુધનું રાશિ પરિવર્તન.
બાળ દિવસ 2022: દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનો જન્મ 14 નવેમ્બર 1889ના રોજ થયો હતો. તેઓ બાળકોને ખૂબ પ્રેમ કરતા હતા. બાળકો તેમને પ્રેમથી ચાચા નેહરુ કહેતા હતા, તેથી દર વર્ષે નેહરુ જયંતિને બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
સૂર્ય ગોચર 2022: ગ્રહોના રાજા સૂર્યનું રાશિ પરિવર્તન 16 નવેમ્બર, બુધવારે થવા જઈ રહ્યું છે. 16 નવેમ્બરે સાંજે 07:28 કલાકે સૂર્ય વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે. 16 ડિસેમ્બર સુધી સૂર્ય આ રાશિમાં રહેશે. વૃશ્ચિક સંક્રાંતિ પણ આ દિવસે છે. આ દિવસે જ્યારે સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે ત્યારે સૂર્યની વૃશ્ચિક સંક્રાંતિ હશે. વૃશ્ચિક સંક્રાંતિના દિવસે નદીમાં સ્નાન કરવાનો અને દાન કરવાનો નિયમ છે. આનાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે.
કાલ ભૈરવ જયંતિ 2022: ભગવાન શિવના રુદ્રાવતાર કાલ ભૈરવની જન્મજયંતિ 16 નવેમ્બર, બુધવારે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, કાલ ભૈરવનો જન્મ માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ થયો હતો. આ કારણે દર વર્ષે આ તારીખે કાલ ભૈરવ જયંતિ ઉજવવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર