Diwali 2021: હિન્દુ ધર્મમાં દિવાળીનું ખાસ મહત્વ છે. દર વર્ષે કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની અમાસના રોજ દિવાળી (Diwali) મનાવવામાં આવે છે. ચાલુ વર્ષે કાર્તિક અમાસ તારીખ 4 નવેમ્બર એટલે કે આજે છે.
દિવાળીના દિવસે માતા લક્ષ્મી (Mata Lakshmi) અને ભગવાન ગણેશ (lord Ganesh)ની પૂજા કરવામાં આવે છે. મહાલક્ષ્મીનું સ્વાગત કરવા માટે ચારેય તરફ દીવડા પ્રગટાવવામાં આવે છે અને ઘરના આંગણે તથા મુખ્ય દરવાજે રંગોળી બનાવવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મીને ખુશ કરવા માટે પ્રાયસો કરાય છે. જોકે, અમુક ભૂલના કારણે માતા લક્ષ્મીના કોપનો ભોગ બનવું પડે છે. તો ચાલો માતા લક્ષ્મીને નારાજ કરી શકે તેવી બાબતો અંગે જાણકારી મેળવીએ.
માત્ર માતા લક્ષ્મીની પૂજા ન કરો
માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની મૂર્તિઓને ચોક્કસ ક્રમમાં રાખો. ભગવાન ગણેશ, લક્ષ્મીજી, ભગવાન વિષ્ણુ, માતા સરસ્વતી અને માતા કાલીની મૂર્તિઓ ડાબેથી જમણે મૂકો. ત્યારબાદ લક્ષ્મણજી, શ્રીરામ અને માતા સીતાની મૂર્તિ મૂકો. માત્ર લક્ષ્મી માતાની પૂજા ન કરો. ભગવાન વિષ્ણુ વિનાની તેમની પૂજા અધૂરી માનવામાં આવે છે
લેધરની ગિફ્ટ ના આપો
દિવાળીના તહેવારો નિમિત્તે કોઇને ગિફ્ટ આપવાની થાય તો લેધરની વસ્તુ ગિફ્ટમાં આપવી જોઈએ નહીં. ગિફ્ટમાં મીઠાઈ આપવી હિતાવહ છે.
માતા લક્ષ્મીને વધુ અવાજ પસંદ નથી. જેથી તેમની પૂજા વખતે તાલી વગાડવી જોઈએ નહીં. આરતી પણ ઊંચા અવાજે ન કરો.
સાફ સફાઈનું ધ્યાન રાખો
સત્ય, દયા અને ગુણવાન હોય ત્યાં જ માતા લક્ષ્મીનો વાસ થાય છે. આ દિવસે સફાઈનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. દિવાળીના દિવસોમાં પોતાનું ઘર એકદમ સ્વચ્છ રાખવું જોઈએ અને દિવાળીના દિવસે ગંદા સ્થાને સૂવું જોઈએ નહીં.
આખી રાત દીવો પ્રગટાવી રાખો
દિવાળીની પૂજા પછી પૂજા ખંડને વેરવિખેર ન છોડો. આખી રાત દીવો પ્રગટાવો અને તેમાં સમયાંતરે ઘી ઉમેરતા રહો. દિવાળીના દિવસે મીણબત્તીને બદલે શક્ય હોય તેટલા વધુ દીવડા વાપરો.
પૂજાનો દીવો ઘીથી પ્રગટાવો
તમારો પૂજા ખંડ ઉત્તર-પૂર્વ દિશામાં હોવો જોઈએ. પૂજા દરમિયાન ઘરના બધા સભ્યોએ ઉત્તર તરફ મોઢું કરીને બેસવું જોઈએ. પૂજાનો દીવો ઘીથી પ્રગટાવવો જોઈએ અને 11, 21 કે 51ની સંખ્યામાં પૂજાના દીવડા હોવા જોઈએ.
લક્ષ્મી પૂજાના તુરંત બાદ ફટાકડાના ફોડો
લક્ષ્મી પૂજા સમયે કે લક્ષ્મી પૂજાના તુરંત બાદ ફટાકડા ફોડવા જોઈએ નહીં. ફટાકડા ફોડવા માટે થોડો સમય રાહ જોવી જરૂરી છે.
લાલ રંગનો ઉપયોગ કરવો
દિવાળીના પવિત્ર દિવસે લાલ રંગનો ઉપયોગ વધુમાં વધુ કરવો જોઈએ. દીવડા, મીણબત્તી, લાઈટ અને લાલ રંગના ફૂલોનો ઉપયોગ કરવો જોઈએ. દિવાળીની પૂજાની શરૂઆત દુંદાળાદેવ ગણેશથી કરવી જોઈએ.
કોઈ સાથે ઝઘડો ના કરો
આગળ કહ્યું તેમ માતા લક્ષ્મીને શાંતિ પસંદ છે. જેથી દિવાળીના દિવસે ઘરમાં કે બહાર કોઇ સાથે ઝઘડો કરવો યોગ્ય નથી. જો તમે માતા લક્ષ્મીને પોતાના ઘરે બોલાવવા માંગતા હોવ તો ઘરમાં જરાક પણ કંકાસ કરશો નહીં.
સાત્વિક ભોજન લો
દિવાળીના દિવસે મોડે સુધી સૂવું જોઈએ નહીં. વહેલા ઊઠીને પૂજા અર્ચના કરી લેવી જરૂરી છે. આ દિવસે નખ કે વાળ કાપવા જોઈએ નહીં. દાઢી પણ ન કરવી જોઈએ.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય માહિતી પર આધારિત છે. News18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત તજજ્ઞની સલાહ લો)
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર