Home /News /dharm-bhakti /ભારતના આ ગામમાં લોકો બજરંગબલીથી છે નારાજ, પૂજાને માનવામાં આવે છે અપરાધ! જાણો કારણ

ભારતના આ ગામમાં લોકો બજરંગબલીથી છે નારાજ, પૂજાને માનવામાં આવે છે અપરાધ! જાણો કારણ

ભારતમાં એક ગામ એવું છે જ્યાં હનુમાનજીની પૂજા કરવી અપરાધ માનવામાં આવે છે.

ભારતમાં પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી દરેક જગ્યાએ તમને હનુમાનજી (Lord Hanuman)ની પૂજા કરતા ભક્તો દેખાશે, પરંતુ ભારતમાં એક ગામ એવું પણ છે જ્યાં હનુમાનજીની પૂજા કરવી અપરાધ માનવામાં આવે છે.

Lord Hanuman Worship: હિંદુ (Hindu) ધર્મમાં સંકટમોચક હનુમાનજી (Lord Hanuman)નું ખૂબ મહત્વ છે અને હિન્દુઓ તેમને સૌથી વધુ પૂજે છે. હનુમાનજીને ભક્તો સંકટમોચક, પવનપુત્ર, બજરંગબલી (Bajrangbali) વગેરે નામથી બોલાવે છે. બજરંગબલીના ભક્ત દેશના ખૂણે-ખૂણે મળી આવે છે. માન્યતા છે કે હનુમાનજીનું નામ લેતાં જ મોટામાં મોટું સંકટ ટળી જાય છે, ભય દૂર થાય છે. દેશના હજારો હનુમાન મંદિરોમાં મંગળવારે ભક્તોની ભીડ ઉમટે છે. લોકો મંગળવારનું વ્રત રાખે છે. હનુમાનજીને ચોલા ચઢાવવામાં આવે છે. પરંતુ આપણા દેશમાં (India) એક ગામ એવું છે, જ્યાં હનુમાનજીની પૂજા (Lord Hanuman Worship) કરવી અપરાધ માનવામાં આવે છે.

આ ગામમાં નથી થતી હનુમાનજીની પૂજા

કળયુગમાં સૌથી વધુ પૂજવામાં આવતા કષ્ટભંજક હનુમાનની પૂજા દરેક પ્રકારના સંકટથી બચાવી લે છે. પરંતુ ઉત્તરાખંડ (Uttarakhand)ના ચામોલી (Chamoli)માં સ્થિત દૂનાગિરિ ગામના લોકોની ભગવાન હનુમાનથી એવી નારાજગી છે કે તેમની પૂજા કરવી એક અપરાધ તરીકે માનવામાં આવે છે.

આ પણ વાંચો: શિવજીને પ્રિય બીલીપત્ર તોડવાના અને તેમને અર્પણ કરવાના નિયમો શું છે? જાણો

રામાયણ કાળમાં શ્રી હનુમાન જે સ્થાનો પર ગયા તે આજે પણ પવિત્ર તીર્થ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે,પરંતુ ઉત્તરાખંડના આ સ્થાન પર આવ્યા છતાં લોકો શ્રીરામના અનન્ય ભક્ત અને સેવક મનાતા હનુમાનજીની પૂજા નથી કરતા. એટલું જ નહીં, આ ગામમાં હનુમાનનું એક પણ મંદિર નથી. ના તો આ ગામના લોકો બહારના કોઈ હનુમાન મંદિરમાં જાય છે.

આ છે નારાજગીનું કારણ

માન્યતા છે કે જ્યારે સીતાહરણ બાદ રાવણની સેનાથી યુદ્ધ થઈ રહ્યું હતું ત્યારે લક્ષ્મણજી મેઘનાથના બાણથી મૂર્છિત થઈ ગયા હતા. ત્યારે તેમના ઈલાજ માટે પવનપુત્ર હનુમાન સંજીવની જડીબુટ્ટી (Sanjeevani Booti) શોધવા અહીં આવ્યા હતા. ત્યારે આ જ ગામની મહિલાએ તેમને પર્વતનો એ હિસ્સો બતાવ્યો હતો જ્યાં સંજીવની બૂટી ઉગતી હતી.પરંતુ તેમ છતાં હનુમાનજી સંજીવની બૂટી ઓળખી ન શક્યા અને તેઓ આખેઆખો પર્વત ઉખાડીને પોતાની સાથે લઈ ગયા.

આ પણ વાંચો: બૌદ્ધ ધર્મનો ઇતિહાસ અને તેનાથી જોડાયેલી 10 રોચક વાતો

ત્યારથી અહીંના લોકો ભગવાન હનુમાનથી નારાજ છે અને તેમની ક્યારેય પૂજા નથી કરતા. આજે પણ આ ગામમાં બજરંગબલીની પૂજા ન કરવાની પરંપરા ચાલુ છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
First published:

Tags: Dharma bhakti, Hanuman, Hanuman Pooja, Lord Hanuman, ધર્મભક્તિ

विज्ञापन