Home /News /dharm-bhakti /Nimbu Upay: રંકને રાજા બનાવી શકે એવી છે લીંબુની તાકાત, ઘરે કરી શકો છો આ ટોટકા
Nimbu Upay: રંકને રાજા બનાવી શકે એવી છે લીંબુની તાકાત, ઘરે કરી શકો છો આ ટોટકા
લીંબુના ઉપાય
Nimbu ke Upay: ઘણી વખત તનતોડ મહેનત પછી પણ નસીબ સાથ નથી આપતું અને સફળતા મેળવવામાં પડકારોનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં વાસ્તુશાસ્ત્ર મદદગાર સાબિત થઈ શકે છે. ખાસ કરીને વાસ્તુશાસ્ત્રમાં અપાયેલો લીંબુના ઉપાય રાહતરૂપ સાબિત થઈ શકે છે.
ધર્મ ડેસ્ક: દરેક વ્યક્તિ સુખ, શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છે છે. સુખ મેળવવા માટે વ્યક્તિ ખૂબ મહેનત કરે છે. પણ ઘણી વખત તનતોડ મહેનત પછી પણ નસીબ સાથ નથી આપતું અને સફળતા મેળવવામાં પડકારોનો સામનો કરવો પડે છે. નાણાંકીય તંગી વ્યક્તિ માટે અસહ્ય બની જાય છે. આવી સ્થિતિમાં વાસ્તુશાસ્ત્ર મદદગાર સાબિત થઈ શકે છે.
ઘણી વખત વાસ્તુ દોષના કારણે ભાગ્ય ચમકતું નથી. આવું અનેક લોકો સાથે થાય છે. અલબત્ત તમારે ચિંતા કરવાની જરૂર નથી. વસ્તુશાસ્ત્ર થકી તમે રાહત મેળવી શકો છે. ખાસ કરીને વાસ્તુશાસ્ત્રમાં અપાયેલો લીંબુનો ઉપાય રાહતરૂપ સાબિત થઈ શકે છે.
લીંબુ અને નસીબ વચ્ચે છે ગાઢ સંબંધ
લીંબુનો ઉપયોગ ખોરાકમાં સ્વાદ માટે, સાફસફાઈ માટે, સુંદરતા માટે અને પૂજામાં થાય છે. આ ઉપરાંત લીંબુ તમારા નસીબને પણ ચમકાવી શકે છે. લીંબુના ઉપાયો અજમાવીને તમે ધનવાન બની શકો છો. તમારું ભાગ્ય પણ ખુલી શકે છે. નજર લાગવી, દુષ્ટ આત્માઓ, ભૂત વગેરે જેવી વસ્તુઓ દૂર રાખવા માટે પણ લીંબુના ટોટકા ખૂબ અસરકારક છે. આ જ કારણ છે કે લોકો તેને ઘર, દુકાન વગેરેમાં લટકાવે છે.
ધંધામાં બરકત માટે
ઘણી મહેનત કર્યા પછી પણ બિઝનેસમાં સફળતા ન મળતી હોય તો શનિવારે તમારી ઓફિસ કે દુકાનની ચાર દિવાલને લીંબુ અડાડો. ત્યારબાદ આ લીંબુના ચાર ટુકડા કરી ચારેય દિશામાં એક એક કરી ફેંકી દો. તેનાથી નકારાત્મક ઉર્જાનો નાશ થશે અને બિઝનેસ યોગ્ય રીતે ચાલવા લાગશે.
નસીબને ચમકાવવા માટે લીંબુ અસરકારક છે. લીંબુને તમારા માથાની પરથી સાત વખત ઉતારી લો. આ પછી કોઈ નિર્જન જગ્યાએ આ લીંબુને બે ભાગમાં કાપીને બંને હાથમાં એક ટુકડો લઈ ડાબા હાથનો ટુકડો જમણી બાજુ ફેંકી દો અને જમણા હાથનો ટુકડો ડાબી તરફ ફેંકી દો. પછી સીધા ઘરે જાઓ. તમારું નસીબ ચમકી જશે.
નજર લાગી હોય ત્યારે
જો કોઈ વ્યક્તિની નજર લાગી હોય, ત્યારે લીંબુને માથાથી લઈને પગ સુધી સાત વખત ઉતારો અને તે લીંબૂને ચાર ભાગમાં કાપીને ચારરસ્તા પર ફેંકી દો. તે ફેંકી દીધા પછી પાછળ ફરીને ન જોશો.
જો તમને નોકરીમાં સફળતા ન મળી રહી હોય તો સવારે એક લીંબુ લો અને તેમાં 4 લવિંગ ઘુસાડી દો. પછી હનુમાન મંદિરમાં જઈને હનુમાન ચાલીસાનો પાઠ કરો. આ પછી હનુમાન મંત્રનો જાપ કરતી વખતે ભગવાનની પ્રાર્થના કરો. આમ કરવાથી તમને સફળતા મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર