Home /News /dharm-bhakti /January 2023: ક્યારે છે મકર સંક્રાંતિ, કમૂરતાનું સમાપન? જાણો જાન્યુઆરીમાં આવતા તહેવારો અને રજાઓ
January 2023: ક્યારે છે મકર સંક્રાંતિ, કમૂરતાનું સમાપન? જાણો જાન્યુઆરીમાં આવતા તહેવારો અને રજાઓ
જાન્યુઆરી 2023ના વ્રત તહેવારો અને મહત્વપૂર્ણ દિવસો
January 2023 Vrat Tyohar: અંગ્રેજી કેલેન્ડરના નવા વર્ષ અનુસાર 2023નો પ્રારંભ 01 જાન્યુઆરી રવિવારના દિવસથી થઇ ગયો છે. તો ચાલો જાણીએ જાન્યુઆરીના વ્રત અને તહેવારો અંગે.
ધર્મ ડેસ્ક: અંગ્રેજી કેલેન્ડરના નવા વર્ષમાં 2023નો પ્રારંભ આજે 01 જાન્યુઆરીના દિવસે રવિવાર છે. આજથી નવા વર્ષના પહેલા માસની શરૂઆત થઇ ગઈ છે. જાન્યુઆરી માસમાં ઘણા વ્રત તહેવાર અને મહત્વપૂર્ણ દિવસ આવવાના છે. આ માસમાં જ કમૂરતાનું સમાપન થવાનું છે, જે પછીથી લગ્ન, ગૃહ પ્રવેશ વગેરે જેવા માંગલિક કાર્યો થઇ જશે. જાન્યુઆરીમાં પોષ પુત્રદા એકાદશી, પોષ પૂર્ણિમા, મકર સંક્રાંતિ, પોંન્ગલ, લોહરી જેવા વ્રત અને તહેવારો આવશે. એ ઉપરાંત ગ્રહોનું રાશિ પરિવર્તન પણ થશે. આ માસમાં ગણતંત્ર દિવસ, સ્વામી વિવેકાનંદ જયંતિ, સુભાસ ચંદ્ર બોઝ જયંતિ શહીદ દિવસ પણ છે. તિરૂપતિના જ્યોતિષાચાર્ય ડો. કૃષ્ણ કુમાર ભાર્ગવ પાસે જાણીએ છે જાન્યુઆરીના વ્રત તહેવારો અંગે.
જાન્યુઆરી 2023ના વ્રત તહેવારો અને મહત્વપૂર્ણ દિવસો
જાન્યુઆરી મહિનામાં મકરસંક્રાંતિનો તહેવાર સૌથી મહત્વનો છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે અને ખરમાસ સમાપ્ત થાય છે. આ પ્રસંગે લોકો સ્નાન કરીને સૂર્યદેવની વિશેષ પૂજા કરે છે. આ દિવસે તલનું દાન કરવું શુભ અને લાભકારી માનવામાં આવે છે.
જાન્યુઆરીમાં બે એકાદશી વ્રત છે, જેમાં નિઃસંતાન દંપતિઓ માટે પોષ પુત્રદા એકાદશીનું વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે ભગવાન નારાયણની પૂજા કરવામાં આવે છે. તેમની કૃપાથી પુત્રનો જન્મ થાય છે. બીજું શતિલા એકાદશી વ્રત છે, જેમાં ભગવાનને તલ ચઢાવવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર