Home /News /dharm-bhakti /New Year First Day 2023: નવા વર્ષના આ રીતે કરો શ્રીગણેશ, 2023માં બધા જ કષ્ટો હરી લેશે વિઘ્નહર્તા, ધન સંપતિ ખૂટશે નહીં
New Year First Day 2023: નવા વર્ષના આ રીતે કરો શ્રીગણેશ, 2023માં બધા જ કષ્ટો હરી લેશે વિઘ્નહર્તા, ધન સંપતિ ખૂટશે નહીં
ganesh
NEW YEAR 2023: ગણતરીની કલાક બાદ નવા વર્ષની શરૂઆત થશે. તમામ વ્યક્તિ યોગ્ય અને સારી રીતે નવા વર્ષની શરૂઆત કરવાનું વિચારે છે. વર્ષનો પહેલો દિવસ સારી રીતે પસાર થાય તો આખુ વર્ષ સારી રીતે પસાર થાય છે.
New Year 2023 Remedies: હિન્દુ ધર્મમાં કોઈપણ શુભ અને માંગલિક કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશનું નામ લેવામાં આવે છે. ગણેશ પૂજનની સાથે શુભ કાર્યની શરૂઆત કરવામાં આવે છે. ગણતરીની કલાક બાદ નવા વર્ષની શરૂઆત થશે. તમામ વ્યક્તિ યોગ્ય અને સારી રીતે નવા વર્ષની શરૂઆત કરવાનું વિચારે છે. વર્ષનો પહેલો દિવસ સારી રીતે પસાર થાય તો આખુ વર્ષ સારી રીતે પસાર થાય છે.
ગણેશ પૂજન સાથે વર્ષની શરૂઆત કરવામાં આવે તો લાભદાયી રહેશે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે, કોઈપણ કામની શરૂઆત ગણેશ પૂજાથી કરવાથી તમામ કાર્ય નિર્વિધ્ન રીતે પૂર્ણ થાય છે. આ પરિસ્થિતિમાં નવા વર્ષના પહેલા દિવસે ગણેશજીની પૂજા કરવાથી અને શક્તિશાળી મંત્રોનો જાપ કરવાથી વ્યક્તિને 365 દિવસ સુધી કોઈપણ પ્રકારની સમસ્યા નહીં થાય. વ્યક્તિનું જીવન કષ્ટમુક્ત પસાર થાય છે. ગણેશજીના શક્તિશાળી મંત્રો વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 11 દિવસ સુધી નિયમિતરૂપે ભગવાન શ્રી ગણેશના ગાયત્રી મંત્રનો જાપ કરવાથી વ્યક્તિને અગાઉના કર્મોના ખરાબ ફળોથી છુટકારો મળે છે. 108 વાર આ મંત્રનો જાપ કરો, જેનાથી વ્યક્તિને તેનું ભાગ્ય સાથ આપે છે.
તાંત્રિક ગણેશ મંત્ર
ॐ ग्लौम गौरी पुत्र, वक्रतुंड, गणपति गुरू गणेश। ग्लौम गणपति, ऋदि्ध पति, सिदि्ध पति। मेरे कर दूर क्लेश।।
જ્યોતિષ અનુસાર નિયમિતરૂપે સવારે મહાદેવજી, પાર્વતીજી અને ગણેશજીની પૂજા કર્યા બાદ આ મંત્રનો જાપ કરવો જોઈએ. જે તમારા જીવન માટે ખૂબ જ લાભકારી છે. ઓછામાં ઓછા 108 વાર આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિનું દુ:ખ દૂર થઈ જાય છે. આ મંત્રનો જાપ કરતા સમયે સાત્વિકતાનું ધ્યાન રાખવું જોઈએ.
ગણેશ કુબેર મંત્ર
ॐ नमो गणपतये कुबेर येकद्रिको फट् स्वाहा।
જ્યોતિષ અનુસાર જો કોઈ વ્યક્તિ દેવામાં ડૂબી જાય તો ગણેશજીની પૂજા કર્યા બાદ આ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. વ્યક્તિ માટે ધનના નવા સ્ત્રોત પણ ખુલે છે.
ગૃહ કલેશ દૂર કરવા માટે
ॐ ग्लौम गौरी पुत्र, वक्रतुंड, गणपति गुरु गणेश. ग्लौम गणपति, ऋद्धि पति, सिद्धि पति,, करो दूर क्लेश