Home /News /dharm-bhakti /શનિ ગોચરથી આ 5 રાશિના જાતકોને પડશે જોરદાર આર્થિક ફટકો, સમય રહેતાં થઇ જાઓ સાવધાન!

શનિ ગોચરથી આ 5 રાશિના જાતકોને પડશે જોરદાર આર્થિક ફટકો, સમય રહેતાં થઇ જાઓ સાવધાન!

ચાલી રહેલી ઘરેલું સમસ્યાઓનો અંત આવશે અને તમારા વ્યાવસાયિક જીવન માટે ખૂબ જ ફળદાયી સમયગાળો શરૂ થશે. તે તમે ખ્યાતિ અને દરજ્જો આપશે. આ સમયગાળા દરમિયાન વેપારમાં પ્રગતિ થશે અને તમારું માન-સન્માનમાં પણ વધારો થતો દેખાઇ રહ્યો છે. જો તમે તમારા ગ્રોથ માટે કોઈ જગ્યા શોધી રહ્યા હતા અથવા નોકરીમાં કોઈ ફેરફાર કરવા ઈચ્છતા હોવ તો હવે તમે તેના વિશે વિચારી શકો છો.

Negative effects of Saturn transit on zodiac signs: શનિના ગોચરથી ઘણી રાશિઓના જીવનમાં ઉતાર-ચડાવ આવી શકે છે. ચાલો જાણીએ કઇ રાશિ માટે શનિનું ગોચર મુશ્કેલ સમય લઇને આવશે.

Shani Margi Effects on Zodiac Signs: દિવાળી પહેલા 23 ઓક્ટોબરે શનિ મકર રાશિમાં પ્રવેશ કરશે. શનિનું ગોચર ઘણી રાશિઓના જીવનમાં ઉતાર-ચડાવ લાવી શકે છે. હાલમાં શનિ મકર રાશિમાં ગોચર કરી રહ્યો છે. શનિ મકર અને કુંભ બંનેનો સ્વામી છે. શનિને એક રાશિથી બીજી રાશિમાં જવામાં લગભગ અઢી વર્ષનો સમય લાગે છે. તો ચાલો જાણીએ કઇ રાશિ માટે શનિનું ગોચર મુશ્કેલ સમય લઇને આવશે.

વૃષભ રાશિ પર શનિનો અશુભ પ્રભાવ


આ રાશિના લોકોના જીવનમાં શનિનું ગોચર અનેક પ્રકારની મુશ્કેલીઓ લઇને આવશે. આ વખતે તમને ભાગ્યનો પૂરો સાથ નહીં મળે. આ દરમિયાન તમારે તમારા કામમાં અડચણોનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત આ વખતે જો તમારા ખર્ચ વધુ હશે તો લાભ ઓછો થશે. આ દરમિયાન તમે ઘરેલૂ અને આર્થિક સમસ્યાઓથી પરેશાન રહેશો.

આ પણ વાંચો : Shani Margi: 23 ઓક્ટોબરે શનિની ચાલમાં થશે ફેરફાર, મકર, કુંભ અને ધન સહિતની 5 રાશિના જાતકોની બલ્લેબલ્લે

કર્ક રાશિ પર શનિનો અશુભ પ્રભાવ


કર્ક રાશિના જાતકો માટે પણ શનિનું ગોચર અનેક પ્રકારની પરેશાનીઓ લઇને આવશે. વ્યવસાયી વર્ગના લોકોને આ સમયગાળા દરમિયાન વ્યાવસાયિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન તમારી આવક ઓછી અને ખર્ચ વધશે. સાથે જ દાંપત્ય જીવનમાં પણ કેટલાંક ઉતાર-ચડાવ આવશે. આ દરમિયાન તમને કેટલુંક આર્થિક નુકસાન પણ થઇ શકે છે. પરંતુ તેનાથી તમારા સંબંધો પર નકારાત્મક પ્રભાવ ન પડવા દો.

કન્યા રાશિ પર શનિ ગ્રહનો અશુભ પ્રભાવ


કન્યા રાશિના જાતકોના જીવનમાં શનિનું ગોચર અનેક મુશ્કેલીઓ પેદા કરશે. શનિ આ સમયે તમારી નિયોજિત યોજનાઓમાં પણ અડચણો ઉભી કરશે. આ ઉપરાંત આ વખતે સગાઓ સાથે વિવાદ થશે અને મુશ્કેલીઓ આવશે. સ્વાસ્થ્યના મામલે તમારે આ સમયે સાવચેત રહેવાની જરૂર છે. તમારા સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ પ્રભાવ પડશે. આ સમયે તમે તમારા ખર્ચા પર નિયંત્રણ લાવવાનો પ્રયાસ કરી રહ્યાં છો.

આ પણ વાંચો : સૂર્ય ગ્રહણ વખતે બની રહ્યાં છે મહાભારત કાળ જેવા અશુભ સંયોગ, જાણો તમારી રાશિ પર થશે કેવી અસર

મકર રાશિ પર શનિનો અશુભ પ્રભાવ


મકર રાશિના જાતકો માટે શનિની સાડા સાતી ચાલી રહી છે. તેવામાં શનિ મકર રાશિમાં ભ્રમણ કરશે. આ સમયે તમને માનસિક ચિંતા વધુ રહેશે. વેપારમાં એક પછી એક સમસ્યાઓ આવશે. સાથે જ તમારા ખર્ચ પણ વધશે. આ દરમિયાન તમારી મૂંઝવણ પણ વધશે. આ સમયે તમારે તમારા નાના ભાઇ-બહેનના સ્વાસ્થ્યને લઇને થોડુ સચેત રહેવાની જરૂર છે.


કુંભ રાશિ પર શનિનો અશુભ પ્રભાવ


કુંભ રાશિના જાતકોએ શનિના પરિવર્તનથી વધુ ભાગદોડ કરવી પડે. આ વખતે તમે વધુ પૈસા ખર્ચ કરશો. સાથે જ સ્વાસ્થ્ય પણ આ સમય દરમિયાન થોડુ નરમ રહશે તેથી સ્વાસ્થ્યને લઇને થોડા સાવધાન રહો. આ વખતે વિદેશ યાત્રાના યોગ રહેશે, પરંતુ આ યાત્રામાં તમારે વધુ ખર્ચ કરવો પડી શકે છે.
First published:

Tags: Shani dev, Shani gochar, Shani Gochar 2022, Shani Grah Upay