Home /News /dharm-bhakti /Neem Karoli Baba Tips: આ 4 બાબતો જીવનમાં ક્યારેય કોઈ પણ કહેવી નહિ, થઈ શકે છે નુકસાન

Neem Karoli Baba Tips: આ 4 બાબતો જીવનમાં ક્યારેય કોઈ પણ કહેવી નહિ, થઈ શકે છે નુકસાન

બાબા નીમ કરોલી ટિપ્સ

Neem Karoli Baba Tips: લોકો નીમ કરોલી બાબાને બજરંગબલીનો અવતાર માને છે. તેમનો સ્વભાવ ખૂબ જ સરળ હતો. તેમના ચમત્કારોની વાતો આજે પણ લોકોના હોઠ પર છે. નીમ કરોલી બાબાએ જીવનની ચાર એવી બાબતોનો ઉલ્લેખ કર્યો છે, જે આપણે ક્યારેય કોઈની સાથે શેર ન કરવી જોઈએ.

વધુ જુઓ ...
ધર્મ ડેસ્ક: નીમ કરોલી બાબાનું નામ આજે પણ તેમના ચમત્કારોના કારણે પ્રખ્યાત છે. ઉત્તરપ્રદેશના એકબરપુર ગામમાં વર્ષ 1900ની આજુબાજુ તેમનો જન્મ થયો હતો, તેમનું સાચું નામ લક્ષ્મીનારાયણ શર્મા હતું. બાબા નીમ કરોલીનું અવસાન 11 ડિસેમ્બર 1973ના રોજ થયું હતું. નીમ કરોલી બાબા એક હિંદુ ધર્મગુરુ છે. નીમ કરોલી બાબાને તેમના અનુયાયી મહારાજજી કહીને પણ સંબોધિત કરે છે. લોકો તેમને બજરંગબલીનો અવતાર માનતા હતા અને તેમનો સ્વભાવ ખૂબ જ સરળ હતો. બાબા નીમ કરોલીને હનુમાનજીની ઉપાસનાથી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. જોકે તે આડંબરથી દૂર રહેતા હતા. તેમના ચમત્કારોની કહાની આજે પણ લોકોના મોઢે સાંભળવા મળે છે. નીમ કરોલી કે નીબ કરૌરી બાબાની ગણતરી 20મી સદીના મહાન સંતોમાં કરવામાં આવે છે. નીમ કરોલી બાબાએ જીવનની એવી ચાર મહત્ત્વપૂર્ણ બાબતનો ઉલ્લેખ કર્યો છે, જે આપણે ક્યારેય પણ કોઈની સાથે શેર ન કરવી જોઈએ.

દાન-પુણ્ય

નીમ કરોલી બાબા જણાવે છે કે, જ્યારે પણ આધ્યાત્મમાં રુચિ લેવાનું શરૂ કરો છો, ત્યારે તમે દાન-પુણ્ય કરો છો, તે બાબતની અન્ય લોકોને જાણ ન કરવી જોઈએ. જે પણ દાન-પુણ્ય કરવામાં આવ્યું છે, તે વાત અન્ય લોકો સામે કરવાથી તેનું ફળ પ્રાપ્ત થતું નથી. આ પ્રકારે જીવનમાં નકારાત્મકતા આવે છે. ઉપરાંત વ્યક્તિના ચરિત્ર પર પણ સવાલ કરવામાં આવે છે. લોકો તમારા દાનને અભિમાન સમજવા લાગે છે. આ કારણોસર સમાજમાં તમારા ઉપર સવાલ કરવામં આવે છે. કોઈપણ વ્યક્તિ એવું ક્યારેય નહીં ઈચ્છે કે, તેના આધ્યાત્મિક ચરિત્ર પર સવાલ ઊભા કરવામાં આવે.

આવકની જાહેરાત

નીમ કરોલી બાબા જણાવે છે કે, કોઈપણ વ્યક્તિએ પોતાની આવક અંગેની જાણ અન્ય લોકોને ન કરવી જોઈએ. જેના કારણે લોકો તે વ્યક્તિના સ્તરને આંકવાની શરૂઆત કરે છે. તમારી પાસે જે પણ રકમ જમા થઈ છે, તેના પર લોકો ખરાબ નજર નાંખે છે. આ બાબત તમારા બિઝનેસ અથવા કાર્યક્ષેત્ર માટે યોગ્ય નથી. લોકોની ખરાબ નજરના કારણે તમારા આવકના સ્ત્રોત પર અસર થઈ શકે છે. આ કારણોસર આવક અથવા ધનની રકમ વિશે અન્ય લોકોને વાત ન કરવી જોઈએ.

આ પણ વાંચો: Neem Karoli Baba: અચ્છે દિન આવવા પહેલા દેખાવા લાગે છે આ વસ્તુ, નીમ કરોલી બાબાએ જણાવ્યા હતા સંકેત

નબળાઈ અથવા તાકાત

તમારી નબળાઈ અને તાકાત વિશે અન્ય લોકોને જાણ ન કરવી જોઈએ. જો તમારા જીવનમાં કોઈ ત્રુટી છે, તો તે અન્ય લોકોને ન જણાવવી જોઈએ. અન્ય લોકોને પોતાની નબળાઈ જણાવવાથી કાવતરાખોરો તમારા પર સરળતાથી પ્રહાર કરી શકે છે. દુશ્મન તમારી નબળાઈને ઓળખીને તમારા પર પ્રેશર નાખે છે. આ પરિસ્થિતિમાં તમે કોઈ પણ બાબતે લડતા પહેલા જ હારી જશો, આ કારણોસર કોઈપણ વ્યક્તિને પોતાની નબળાઈ વિશે ન જણાવશો.

આ જ પ્રકારે અન્ય લોકોને પોતાની તાકાત વિશે ના જણાવશો. અન્ય લોકો સામે પોતાની તાકાતન ગુણગાન ગાવાથી શત્રુઓને તમારી રણનીતિ વિશે જાણ થઈ જાય છે. આ પરિસ્થિતિમાં તેઓ સતર્ક થઈ જાય અને પ્રબળ રણનીતિ સાથે તમારો મુકાબલો કરે છે. આ કારણોસર તમે તે વ્યક્તિ સામે તમારા પ્રભાવને દર્શાવી નહીં શકો.

અગાઉ થયેલ ઘટનાઓ

તમારા જીવનમાં અગાઉ જે પણ ઘટનાઓ થઈ છે, તે વિશે અન્ય લોકોને ભૂલથી પણ જાણ ના કરવી જોઈએ. ભૂતકાળમાં તમે જો કોઈ ખરાબ કામ કર્યું છે, જેના કારણે સમાજમાં તમારે શરમજનક પરિસ્થિતિમાં મુકાવું પડે, એવી બાબત અન્ય લોકોને જાણ ના કરવી જોઈએ. આ પ્રકારની બાબતો જાણ્યા બાદ દુશ્મન તમારા પર સવાલ ઊભા કરી શકે છે. આ પ્રકારની વાતોના આધારે તેઓ તમને સમાજમાં શરમજનક પરિસ્થિતિ પર લાવીને મુકી દે છે.

આ પણ વાંચો: Vastu Tips: પતિ-પત્નીમાં રહે છે અણબણ? તો અપનાવો આ 5 વાસ્તુ ટિપ્સ, સુધરી જશે સબંધબાબા નીમ કરોલીમાં અતૂટ આસ્થા

ભારતની સાથે સાથે વિદેશમાં પણ તેમના ચમત્કારોની ચર્ચા કરવામાં આવે છે. પ્રધાનમંત્રી, એપલના સ્થાપક અને બોલિવૂડથી લઈને હોલીવુડની હસ્તીઓએ પણ બાબાના આશ્રમમાં તેમના દર્શન માટે પહોંચી ચૂકી છે. તાજેતરમાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માએ વૃંદાવનમાં નીમ કરોલી બાબાની સમાધિની મુલાકાત લીધી હતી. વર્ષ 2015માં માર્ક ઝુકરબર્ગ નીમ કરોલી બાબાના દર્શન માટે આવ્યા હતા, તે સમયે ફેસબુક મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું હતું. જે અંગે દાવો કરવામાં આવ્યો હતો કે,કે એપલના ફાઉન્ડર સ્ટીવ જોબ્સે માર્ક ઝુકરબર્ગને નીમ કરોલી બાબાના આશ્રમમાં જવાની સલાહ આપી હતી. અમેરિકન એક્ટ્રેસ જૂલિયા રોબર્ટ્સે પણ એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે, તે નીમ કરોલી બાબાથી ખૂબ પ્રભાવિત છે.
First published:

Tags: Dharm Bhakti

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો