Home /News /dharm-bhakti /કર્મ અને ન્યાય પ્રદાતા શનિદેવ સાથે સબંધિત છે આ રત્ન, જાણો નીલીને ધારણ કરવાના ફાયદા

કર્મ અને ન્યાય પ્રદાતા શનિદેવ સાથે સબંધિત છે આ રત્ન, જાણો નીલીને ધારણ કરવાના ફાયદા

નીલી રત્ન પહેરવાના ફાયદા

Neeli Stone benefits: નીલી ધારણ કરવાથી કારકિર્દી અને વ્યવસાયમાં સફળતા મળે છે. આ રત્ન કર્મ અને ન્યાય પ્રદાતા શનિદેવ સાથે સંબંધિત માનવામાં આવે છે. તો ચાલો જાણીએ આ રત્ન પહેરવાના ફાયદા અંગે.

ધર્મ ડેસ્ક: રત્ન શાસ્ત્રમાં રત્નોની સાથે ઉપરત્નનું વર્ણન પણ જોવા મળે છે. કારણ કે બજારમાં રત્નો ખૂબ મોંઘા છે અને ઉપરત્ન સસ્તામાં ઉપલબ્ધ છે. અહીં આપણે આજે બ્લુ ઉપરત્ન વિશે વાત કરવા જઈ રહ્યા છે, જે કર્મ અને ન્યાય પ્રદાતા શનિદેવ સાથે સંબંધિત માનવામાં આવે છે. બ્લુ ઉપરત્ન દેખાવમાં નીલમ જેવો જ છે. ઉપરાંત, તે બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે. ચાલો જાણીએ કે કઈ રાશિના લોકો માટે આ રત્ન શુભ છે અને તેને કેવી રીતે પહેરવું...

નીલી પહેરવાના ફાયદા

નીલી ધારણ કરવાથી કારકિર્દી અને વ્યવસાયમાં સફળતા મળે છે. તે જ સમયે, નીલી પહેરવાથી વ્યક્તિમાં સ્થિરતા આવે છે. તેની વાણી પર પણ અસર થાય છે. તે મહેનતુ પણ બને છે. સાથે જ સારા નિર્ણય લેવા સક્ષમ બને છે. જો કોઈ વ્યક્તિ મેલીવિદ્યા અથવા દુષ્ટ આત્માઓથી પ્રભાવિત હોય તો પણ આ રત્ન ધારણ કરવું ફાયદાકારક છે. બીજી તરફ, નીલી પહેરવાથી શનિ દોષથી પણ મુક્તિ મળે છે. તેમજ જેના પર સાડાસાતી અને ઢૈયા ચાલી રહી છે તે લોકો આ રત્ન પહેરી શકે છે.

આ પણ વાંચો: Shanidev: આ ત્રણ રાશિઓ છે શનિદેવને સૌથી પ્રિય, હંમેશા રાખે છે આશીર્વાદ, ક્યારે નથી થતી ધનની કમી

આ લોકો પહેરી શકે છે નીલી

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, વૃષભ, મિથુન, કન્યા, તુલા, મકર અને કુંભ રાશિના લોકો નીલી રત્ન ધારણ કરી શકે છે. સાથે જ જો શનિદેવ કુંડળીમાં ઉચ્ચ અથવા શુભ હોય તો પણ વ્યક્તિ નીલી ધારણ કરી શકે છે. બીજી તરફ જો શનિની મહાદશા અને શનિની સ્થિતિ કુંડળીમાં શુભ હોય તો પણ નીલી ધારણ કરી શકાય છે. પરંતુ જો કુંડળીમાં શનિ કમજોર હોય તો બ્લુ રંગના વસ્ત્રો પહેરવાનું ટાળો. આ ઉપરાંત નીલી સાથે રૂબી, પર્લ અને કોરલ પહેરવાનું ટાળો.

આ પણ વાંચો: શનિની આ દશા રાજાને પણ બનાવી દે છે ભિખારી, બેફામ ખર્ચા થતાં હોય તો તરત જ કરો આ કારગર ઉપાય



નીલી પહેરવાની યોગ્ય વિધિ

નીલીને બજારમાંથી ઓછામાં ઓછી 7.15 થી 8.15 રત્તી સુધીનો ધારણ કરવો જોઈએ. તેમજ નીલીને પંચધાતુ અથવા ચાંદીમાં જડીને પહેરી શકાય છે. શનિની હોરા અથવા શનિવારે નીલી પહેરી શકાય છે. નીલીને દૂધ અને ગંગાજળથી શુદ્ધ કરીને મધ્ય આંગળીમાં ધારણ કરવું જોઈએ. સાથે જ તેને ધારણ કર્યા બાદ શનિ ગ્રહ સાથે સંબંધિત થોડું દાન કાઢીને મંદિરના પૂજારીને આપી દો.
First published:

Tags: Dharm Bhakti, Shani dev

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો