weight loss tips: ઘણા લોકો વજન (weight loss) ઘટાડવા માટે અનેક પ્રયાસો કરે છે, પરંતુ સૌથી મોટી સમસ્યા કેવો ખોરાક ખાવો (Food eat) અને કઇ વસ્તુઓથી દૂર રહેવું તે નક્કી કરવામાં અસમંજસમાં પડી જાય છે. આ ઉપરાંત ડાયટમાં (Diet) કેટલીક વસ્તુને લઇને અનેક ધારણાઓ પ્રવર્તી રહી હોય છે. જેથી આ સમસ્યા વધુ જટીલ બની જાય છે.
આ તમામમાં સૌથી સામાન્ય ગણાતી વસ્તું છે દૂધ. દૂધ પીવાથી થતા ફાયદાઓ (milk drink benefits) વિશે આપણે બાળપણથી સાંભળીએ છે. તેમાં અનેક મેક્રોન્યૂટ્રીએન્ટ રહેલા છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે, વજન ઘટાડવાની પ્રક્રિયા દરમિયાન દૂધને ડાયટમાં સામેલ કરવું જોઇએ કે નહીં?
શું દૂધ પીવાથી વજન વધે છે? દૂધમાં હેલ્થી ફેટ અને કેલેરી રહેલી હોય છે. અને જ્યારે તમે વજન ઘટાડવા ઇચ્છતા હોય ત્યારે આ બંને તત્વોને નજરઅંદાજ કરી શકાય નહીં. 250 મિલી (1 કપ) દૂધમાં લગભગ 5 ગ્રામ ચરબી અને 152 કેલરી હોય છે. તેથી પ્રશ્ન એ છે કે, ઓછી કેલરીવાળા ડાયટ પર રહેલા લોકોએ કેલરીનું પ્રમાણ નિયંત્રિત કરવા માટે તેમના ખોરાકમાં દૂધ અને દૂધની બનાવટનો ટાળવો જોઈએ? તો જવાબ છે બિલકુલ નહીં.
અનેક પોષકતત્વોનો સ્ત્રોત છે દૂધ દૂધમાં શરીરને જરૂરી અનેક પોષકતત્વો મળી રહે છે. અને તે તમને અમુક કિલો વજન ઘટાડવામાં મદદરૂપ થશે. આપણે સૌ જાણીએ છીએ કે દૂધી હાઇ-ક્વોલિટી પ્રોટીન સોર્સ છે, જે મસલ બિલ્ડીંગ અને મસલ ગ્રોથમાં મદદરૂપ બને છે.
આ ઉપરાંત તમને દૂધમાંથી કેલ્શિયમ, ઝિંક, મેગ્નેશિયમ, વિટામિન બી12 અને વિટામિન ડી પણ મળી રહે છે. જે તમારા શરીરમાં હાડકા મજબૂત બનાવશે, તમારું મેટાબોલિઝમ વધારશે અને રોગપ્રતિકારક શક્તિ વધારશે. 250 મિલી દૂધમાં 8 ગ્રામ પ્રોટીન અને 125 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. તેથી તમે ડાયટિંગ કરી રહ્યા હોય તો દરરોજ મર્યાદિત માત્રામાં દૂધ પીવાથી કોઇ નુકસાન થતું નથી.
ડાયટમાં સામેલ કરો દૂધ વર્ષોથી થયેલ અનેક અભ્યાસોમાં દાવો કરવામાં આવ્યો છે કે, જે લોકો દૂધ અને દૂધ આધારીત પ્રોડક્સને ડાયટમાં સામેલ કરે છે તેઓ અન્ય લોકોની સરખામણીએ વધુ સારી રીતે વજન જાળવી રાખે છે. તેમની કમર પર પણ ઓછી ચરબી જમા થાય છે. આ ઉપરાંત કેલ્શિયમથી તમને ઓબેસિટી, ટાઇપ-2 ડાયાબિટીસ, મેટાબોલિક સિન્ડ્રોમ અને કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ જેવી સમસ્યાથી દૂર રહે છે.
જો તમે અમુક કિલો વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો તો તમારા ડાયટમાંથી દૂધ અને દૂધની બનાવટો હટાવવાની કોઇ જ જરૂર નથી. તે એક સંતુલિત આહાર માટે સૌથી મહત્વનું છે અને 1 ગ્લાસ દુધ તમને ઊર્જાથી ભરપૂર રાખશે. જો તમને લેક્ટોઝ ઇન્ટોલરેન્ટ હોય તો દૂધનું સેવન ટાળવું, આવા લોકો સોયા અને અખરોટ મિલ્ક પસંદ કરી શકે છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર