Home /News /dharm-bhakti /

ચૈત્રી નવરાત્રિ 2018: કન્યા પૂજનથી થાય છે ધન પ્રાપ્તિ, જાણો બીજા અન્ય ફાયદા

ચૈત્રી નવરાત્રિ 2018: કન્યા પૂજનથી થાય છે ધન પ્રાપ્તિ, જાણો બીજા અન્ય ફાયદા

    ચૈત્રી  નવરાત્રિ 18 માર્ચથી શરૂ થઈ રહી છે. અને 25 માર્ચ સુધી ચાલશે. આ વખતે ચૈત્રી  નવરાત્રિ 8 દિવસની છે. કારણ કે સાતમ અને આઠમ એક જ દિવસે છે. નવરાત્રિમાં નવ દિવસ સુધી મા દુર્ગાની પૂજા કરવામાં આવે છે. માને પ્રસન્ન કરવા માટે લોકો વ્રત રાખે છે, પૂજા-પાઠ કરે છે અને પૂરી શ્રદ્ધાથી કન્યા પૂજન કરે છે. પરંતુ નવરાત્રિમાં કન્યા પૂજનનું વિશેષ મહત્વ અને લાભ છે. એવામાં વિસ્તારથી જાણો કન્યાઓના પૂજનથઈ પ્રાપ્ત થતાં અનેક લાભો વિશે....

    • 'કુમારી' નામની કન્યા જે 2 વર્ષની હોય છે. જે દુખ અને ગરબીનો નાશ કરે છે, ધન અને આયુષ્યમાં વૃદ્ધિ કરે છે.

    • 'ત્રિમૂર્તિ' નામની કન્યાનું પૂજન કરવાથી ધર્મ-અર્થ કામની પૂર્તિ થાય છે, પુત્ર-પૌત્ર વગેરેની વૃદ્ધિ થાય છે.

    • 'કલ્યાણી' નામની કન્યાનું દરરોજ પૂજન કરવાથી વિદ્યા, વિજય અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

    • 'રોહિણી' નામની કન્યાનું પૂજન કરવાથી રોગોનો નાશ થઈ જાય છે.

    • 'કોલિકા' નામની કન્યાનું પૂજન કરવાથી શત્રુઓનો નાશ થાય છે.

    • 'ચંદિકા' નામની કન્યાનું પૂજન કરવાથી ધન અને એશ્વર્યની પ્રાપ્તિ થાય છે.

    • 'શામ્ભવી' નામની કન્યાનું પૂજન કરવાથી સમ્મોહન, દુખ-દરિદ્રતાનો નાશ અને કોઈ પણ પ્રકારના યુદ્ધમાં વિજય પ્રાપ્તિ થાય છે.

    • 'દુર્ગા' નામની કન્યાનું પૂજન કરવાથી ક્રૂર શત્રુનો નાશ, ઉગ્ર કર્મની સાધના અને પરલોકમાં સુખ પ્રાપ્તિ થાય છે.

    • 'સુભદ્રા' નામની કન્યાનું પૂજન કરવાથી મનુષ્યના તમામ મનોરથ સિદ્ધ થાય છે.

    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Bhakti, Dharm Bhakti

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन