Home /News /dharm-bhakti /Navratri 2022 : નવરાત્રીમાં કરી લો આ ઉપાય, દૂર થઇ જશે બધા દુઃખ અને થશે ધન-સંપત્તિનો વરસાદ

Navratri 2022 : નવરાત્રીમાં કરી લો આ ઉપાય, દૂર થઇ જશે બધા દુઃખ અને થશે ધન-સંપત્તિનો વરસાદ

નવરાત્રી વાસ્તુ ઉપાય

Navratri Vastu Upay: નવરાત્રીમાં વાસ્તુ માટે કેટલાક ઉપાય કહેવામાં આવ્યા છે. જે કરવાથી આર્થિક તંગી, બીમારી અથવા માનસિક તણાવથી તમને છુટકારો મેળવી શકો છો. અહીં જાણો વાસ્તુના ખાસ ઉપાય

    ધર્મ ડેસ્ક: દેશમાં શારદીય નવરાત્રીની શરૂઆત થઇ ગઈ છે અને હવે સમગ્ર દેશમાં દુર્ગા પંડાલોની ધૂમ છે. આ વખતે નવરાત્રીનું વિસર્જન 4 ઓક્ટોબરે થશે એના બીજા દિવસે 5 ઓક્ટોબરે પુરા વિધિ-વિધાન સાથે માતા દુર્ગાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે. કહેવાય છે કે જો તમે ગરીબી, બીમારી, માનસિક તણાવ અથવા પરેશાનીમાંથી પસાર થઇ રહ્યા છો તો નવરાત્રીમાં વાસ્તુ માટે કેટલાક ઉપાય કહેવામાં આવ્યા છે. જેથી તમને મુશ્કેલીઓમાંથી છુટકારો મળી જાય. આઓ જાણીએ એના ખાસ ઉપાય અને એનો કેવી રીતે ઉપયોગ કરી શકાય છે.

    આ પણ વાંચો: Durga Puja :  મહા અષ્ઠમી પર આ મંત્રના જાપથી માતા દુર્ગા કરે છે કલ્યાણ

    નવરાત્રી દરમિયાન કરી લો વાસ્તુ ઉપાય


    નવરાત્રીમાં દુર્ગા માતાના મંદિરમાં જઈ લાલ રંગની ધ્વજા ચઢાવો. માનવામાં આવે છે કે લાલ રંગ દુર્ગા માતાને ખુબ પ્રિય છે અને આ રંગની ધ્વજા ચઢાવવાથી પરિવાર ઉપર એમની કૃપા વરસે છે. સાથે જ વ્યક્તિના તમામ અટકેલા કામ પુરા થઇ જાય છે.

    ઘરના મુખ્ય દ્વાર પર નવરાત્રીમાં રોજ બંને બાજુ સિંદૂરથી સ્વસ્તિક બનાવો. ત્યાર પછી પાણીમાં હળદળ નાખી પીપળાના ઝાડ પર અર્પિત કરી દો. માન્યતા છે કે વાસ્તુના આ ઉપાયથી ઘરમાં નકારાત્મક શક્તિઓ ઘરથી દૂર રહે છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે.

    આ પણ વાંચો: Navratri 2022:  જાણો નવરાત્રીનાં ચોથા દિવસની મહત્વપૂર્ણ વાતો

    મેન ગેટ પર લગાવો અશોક અથવા આંબાના પત્તાનું તોરણ


    શારદીય નવરાત્રી દરમિયાન ઘરના મેન ગેટ પર અશોક અથવા આંબાના પાંદડાનું તોરણ લગાવો. કહેવામાં આવે છે કે એનાથી ખરાબ શક્તિઓ નષ્ટ થઇ જાય છે અને ઘરમાં ધન-દૌલતનો પ્રવાહ વધે છે. એવું કરવાથી ઘરનો વાસ્તુ દોષ પણ દૂર થાય છે.

    નવરાત્રીમાં પણના પાંદડાની બંને બાજુ સરસવનું તેલ લગાવો. જે પછી એ પાંદડાને માતા દુર્ગાને અર્પિત કરો અને સાચા મનથી પ્રાર્થના કરો. પૂજા-અર્ચના પછી એ પાંદડાને માથા નીચે મૂકી સુઈ જાઓ. કહેવામાં આવે છે કે એવું કરવા પર કારોબાર અને નોકરીની સમસ્યા દૂર થાય છે.

    આ ઉપાયથી માતા લક્ષ્મી થાય છે પ્રસન્ન


    શારદીય નવરાત્રીના સમયગાળામાં મુખ્ય દ્વારા પર ઘરની અંદર તરફ આવતા જ માતા દુર્ગાના પગના નિશાન બનાવો. માન્યતા છે કે એવું કરવાથી મા લક્ષમી પ્રસન્ન થાય છે એન ધન-દૌલતની વર્ષા કરે છે. સાથે જ પરિવારના લોકો સ્વસ્થ રહે છે.
    Published by:Damini Damini
    First published:

    Tags: Navratri, Navratri 2022, Vastu shastra

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन