Home /News /dharm-bhakti /Navratri 2022: નવરાત્રીમાં ગરબા શા માટે રમવામાં આવે છે? ખૂબ જ રસપ્રદ છે આ પાછળનું કારણ

Navratri 2022: નવરાત્રીમાં ગરબા શા માટે રમવામાં આવે છે? ખૂબ જ રસપ્રદ છે આ પાછળનું કારણ

નવરાત્રી 2022

Navratri Poojan: નવરાત્રીમાં ગરબા અને દાંડિયા રમવાની પરંપરા ગણા વર્ષો જૂની છે. પહેલા ભારતના ગુજરાત અને રાજસ્થાન જેવા પારંપરિક સ્થાનો પર રમાતા હતા, પરંતુ ધીરે ધીરે એની લોક પ્રિયતા વધતી ગઈ.

    ઘર્મભક્તિ ડેસ્ક: સનાતન ધર્મમાં તહેવારોની શરૂઆત થઇ ગઈ છે. મુખ્ય તહેવારોમાંથી એક નવરાત્રીનો પર્વ 26 સપ્ટેમ્બરથી શરુ થઇ ગયો છે. આ નવ દિવસોમાં માતારાણીના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીના પર્વની દરેક હિંદુઓ આતુરતાથી રાહ જોતા હોય છે, જગ્યા જગ્યાએ પંડાલ લગાવવામાં આવે છે. નવરાત્રીના દિવસોમાં ગરબા રમવાની ખાસ પરંપરા ખુબ જૂની છે. આ દિવસોમાં સમગ્ર દેશમાં માતા દુર્ગાની પૂજા અને જયજયકાર ગુંજે છે. ખાસ કરીને ગુજરાતમાં દાંડિયા રમત આ દિવસોમાં ખાસ અંદાજમાં ઉજવવામાં આવે છે. આજે આપણને ભોપાલમાં રહેવા વાળા જ્યોતિષી તેમજ પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા જણાવી રહ્યા છે કે ગરબા શા માટે રમવામાં આવે છે.

    ક્યારથી થઇ ગરબાની શરૂઆત

    નવરાત્રીમાં ગરબા અને દાંડિયા રમવાની પરંપરા ગણા વર્ષો જૂની છે. પહેલા ભારતના ગુજરાત અને રાજસ્થાન જેવા પારંપરિક સ્થાનો પર રમાતા હતા, પરંતુ ધીરે ધીરે એની લોક પ્રિયતા વધતી ગઈ.

    જો આપણે ગરબા શબ્દ તરફ ધ્યાન આપીએ તો આ શબ્દ કર્મ અને દીપને જોડીને બન્યો છે. નવરાત્રીના પહેલા દિવસે માટીના ઘડામાં છિદ્રો કરીને એની અંદર એક દીપ પ્રજ્વલિત કરી રાખવામાં આવે છે. એની સાથે ચાંદીનો એક સિક્કો પણ રાખવામાં આવે છે. આ દિપકને દીપ ગર્ભ કહેવામાં આવે છે.



    દીપ ગર્ભની સ્થાપના પાસે મહિલા રંગબેરંગી કપડાં પહેરી માતા શક્તિની આગળ નૃત્ય કરી એને પ્રસન્ન કરે છે. જો વાત કરીએ દીપ ગર્ભની તો આ નારીની સૃજન શક્તિનું પ્રતીક છે અને ગરબા આ જ દીપ ગર્ભનું અપભ્રંશ રૂપ છે.

    કેવી રીતે રમાય છે ગરબા?

    ગરબા નૃત્ય ઘણી રીતે એને ઘણી વસ્તુઓ સાથે કરવામાં આવે છે. ગરબામાં મહિલાઓ અને પુરુષો તાળી, ચપટી, દાંડિયા અને મંજરીનો ઉપયોગ કરે છે. તાલથી તાલ મિલાવવા માટે મહિલાઓ અને પુરુષો બે અથવા ચારનો સમૂહ બનાવી નૃત્ય કરે છે. ગરબાના નૃત્યમાં માતૃશક્તિ અને કૃષ્ણની રાસલીલાથી સંબંધિત ગીત ગાવામાં અને વગાડવામાં આવે છે. ગુજરાતના લોકોનું માનવું છે કે ગરબા નૃત્ય માતાને ખુબ પ્રિય છે, માટે એમને પ્રસન્ન કરવા માટે નવરાત્રીમાં ગરબાનું દરવર્ષે આયોજન કરવામાં આવે છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Navratri 2022, Navratri Puja

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन