Home /News /dharm-bhakti /Maha Ashtami 2022: મહાઅષ્ટમી પર કરો આ ઉપાય મળશે દરેક ક્ષેત્રે સફળતા

Maha Ashtami 2022: મહાઅષ્ટમી પર કરો આ ઉપાય મળશે દરેક ક્ષેત્રે સફળતા

મહાઅષ્ટમી પર કરો આ મહાઉપાય

Maha Ashtami 2022: મહાઅષ્ટમી હિન્દુઓનો મોટો તહેવાર છે. આ દિવસે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. દેવી ગૌરી ભક્તોનાં બગડેલા કામ બનાવી દે છે. આ બધા ઉપરાંત તેમનાં જીવનમાં પ્રગતિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષ શાસત્‌રમાં આ દિવસ માટે કેટલાંક વિશેષ ઉપાય જણાવવામાં આવ્યાં છે જે આપનાં માટે લાભદાયક સાબિત થઇ શકે છે.

વધુ જુઓ ...
    Maha Ashtami 2022: હિન્દૂ ધર્મમાં નવરાત્રીનાં પર્વનું વિશેષ મહત્વ છે. નવરાત્રીનાં નવ દિવસ માતા દુર્ગાનાં નવ અલગ અલગ રૂપની પૂજા કરવામાં આવે છે. આમ તો નવરાત્રીનો દરેક દિવસ માતા દુર્ગાને સમર્પિત છે. પણ અષ્ટમી અને નોમનું વિશેષ મહત્વ હોય છે. માનવામાં આવે છે કે, અષ્ટમી અને નોમનાં દિવસે કેટલાંક વિશેષ ઉપાય કી વ્યક્તિ જીવનને સુખમય બનાવી શકે છે. નવરાત્રીની અષ્ટમી તિથિને માતા દુર્ગાનાં મહાગૌરી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. મહાગૌરીને જ માતા પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. હિન્દૂ ધર્મમાં એવી માન્યતા છે કે અષ્ટમી તિથિ શુભ ફળની પ્રાપ્તિ હેતુ ખુબજ શુભ છે.

    અષ્ટમી પર મહાગૌરીની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે વ્યક્તિને માતા તેમનાં આશીર્વાદ આપે છે. જ્યોતિષ અને પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા જણાવે છે મહાઅષ્ટમીનાં મહા ઉપાય

    મા મહાગૌરીને કરો આ વસ્તુઓ અર્પિત-
    અષ્ટમીનાં દિવસે દેવી દુર્ગાના મહાગૌરી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે, તેથી એવું માનવામાં આવે છે કે અષ્ટમી તિથિના દિવસે દેવીને લાલ રંગની ચુંદડીમાં સિક્કા અને પતાશા અર્પણ કરવાં જોઈએ. આમ કરવાથી માતા દુર્ગા તેમના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે.

    9 કન્યાઓને આપો ભેટ
    અષ્ટમી તિથિ પર કન્યા ભોજનનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે નવ કન્યાઓને ભોજન સમારંભ કરાવ્યા બાદ તેમને કોઈપણ લાલ રંગની વસ્તુ ભેટમાં આપો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી મા દુર્ગાની કૃપા બની રહે છે.

    સૌભાગ્યવતીને આપો શ્રૃંગારની ભેટ
    અષ્ટમીના દિવસે માત્ર નવ કન્યાઓની પૂજા કરવાનો કાયદો નથી, પરંતુ આ દિવસે પરિણીત મહિલાને લાલ રંગની સાડી અને મેક-અપની વસ્તુઓ પણ ચડાવવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને દેવી દુર્ગા પ્રસન્ન થાય છે.



    માતા તુલસીની કરો પૂજા
    અષ્ટમી અને નોમની તિથિ પર માતા દુર્ગાની સાથે મા તુલસીની પણ પૂજા કરવી જોઇએ. અષ્ટમી તિથિ પર તુલસીનાં છોડની પાસે નવ દિવા પ્રગ્ટાવી મનોકામના માંગી શકો છો. સાથે જ તેની પરિક્રમા કરી શકો છો. એવી માન્યતા છે કે એમ કરવાથી ઘરથી તમામ રોગ દૂર થાય છે.

    હવનનું છે વિશેષ મહત્વ
    પૌરાણિક કથાઓ અનુસાર કોઈપણ પૂજાને સફળ બનાવવા માટે હવનનું વિશેષ મહત્વ છે. તેથી હવન વિના પૂજાનું ફળ મળી શકતું નથી. તેથી, અષ્ટમી તિથિ પર, માતા દુર્ગાનું ધ્યાન કરતી વખતે હવન કરો. પ્રસાદ ચઢાવતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે હવનની સામગ્રી હવન કુંડની બહાર ન પડે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Navratri 2022, Navratri Culture, Navratri Puja

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन