Home /News /dharm-bhakti /Navratri 2022: ભગવાન શ્રીરામે પણ કર્યા હતાં નવરાત્રીનાં ઉપવાસ, જાણો દુર્ગા માતાથી શું મળ્યું હતું વરદાન

Navratri 2022: ભગવાન શ્રીરામે પણ કર્યા હતાં નવરાત્રીનાં ઉપવાસ, જાણો દુર્ગા માતાથી શું મળ્યું હતું વરદાન

નવરાત્રી 2022

Navratri Pooja: શારદીય નવરાત્રી આ વર્ષે 26 સપ્ટેમ્બરથી શરૂ થઇ 5 ઓક્ટોબર સુધી રહેશે. આ દરમિયાન મા દુર્ગાની 9 દિવસ સુધી પૂજા-અર્ચના કરવામાં આવશે. નવરાત્રીનું મહાત્મ્ય અંગે પૂરાણોમાં ઘણી કથાઓ પ્રસિદ્ધ છે જે અનુસાર મર્યાદાપુરુષોત્તમ ભગવાન શ્રીરામે પણ નવરાત્રીનાં ઉપવાસ રાખ્યાં હતાં.

વધુ જુઓ ...
  Navratri 2022: શારદીય નવરાત્રીનું પર્વ 26 સપ્ટેમ્બરનાં શરૂ થવા જઇ હ્યું છે. ઘરથી લઇ મંદિરો અને પંડાલ સુધી 9 દિવસ મા દુર્ગાની પૂજા- અર્ચના રહેશે. આ નવરાત્રીનું મહાત્મ્ય પુરાણોમાં ઘણી કથાઓ પ્રસિદ્ધ છે. જેમાં અલગ અલગ દેવી દેવતાઓ દ્વારા તેમનાં કાર્ય સિદ્ધ કરવા માટે નવરાત્રીનું વિધિપૂર્વક ઉપવાસ કરવાનો ઉલ્લેખ છે. એવી જ એક કથા ભગવાન રામ સાથે જોડાયેલી છે. આજે આપણે આ કથા અંગે વાત કરવાં જઇ રહ્યાં છીએ.

  સીતા વિરહમાં વ્યાકુળ રામને નારદનાં ઉપદેશ
  પંડિત રામચંદ્ર જોશી અનુસાર, ભગવાન શ્રીરામનાં નવરાત્રિ ઉપવાસનો ઉલ્લેખ દેવી ભાગવત પુરામાં છે જે અનુસાર રાવણ દ્વારા માતા સીતાનું હરણ થયા બાદ તે વ્યાકુલ થઇ ગયા હતાં ભગવાન રામ એક વખત તેનાં નાના ભાઇ લક્ષ્મણજીથી વાર્તા કરી રહ્યાં હતાં. તે સમયે નારદ મુનિ ત્યાં પહોંચી ગયા હતાં જેમણે રાવણ પર વિજય પ્રાપ્ત કરવા માટે પ્રભુ રામને ભાદરવા આસો મહિનાની નવરાત્રીનું અનુષ્ઠાન કરવાનો ઉપદેશ આપ્યો હતો. ભગવાન રામને યાદ અપાવ્યું હતું કે, તે દરેક અવતારમાં શક્તિની આરાધના કરી ચુક્યાં છે.

  નારદજીએ આચાર્ય બની જણાવી હતી સંપૂર્ણ વિધિ
  દેવી ભગવતી પુરાણ અનુસાર, ભગવાન રામે નવરાત્રિ ઉપવાસ માટે નારદજીને પોતાનાં આચાર્ય બનાવ્યા હતાં. તેમણે ભગવાન રામને કહ્યું કે, દેવતાઓનું કામ કરવાં માટે તેમનાં મનમાં ખુબ ઉત્સાહ છે. તેથી તેઓ અનુષ્ઠાનનાં આચાર્ય બનશે. જે બાદ તેમણએ ભગવાન રામને નવરાત્રી અનુષ્ઠાનની વિધિ જણાવી.

  મા દુર્ગાએ પ્રગટ થઇ આશીર્વાદ આપ્યાં
  આ બાદ આસો મહિનામાં નવરાત્રીમાં નારદ મુનિનાં કહેવાં અનુસાર ભગવાન રામે કિષ્કિંધા પર્વતની સમતલ ભૂમિ પર એક ઉત્તમ સિંહાસન તૈયાર કરાવી તેનાં ઉપર ભગવતી જગદંબાની સ્થાપના કરી. પછી 9 દિવસ સુધી ભાઇ લક્ષ્મણની સાથે ઉપવાસ કરતી વિધિપૂર્વક હવન પૂજન કર્યું.

  નવરાત્રી પૂજામાં કરો આ નિયમોનું પાલન
  જેનાંથી પ્રસન્ન થઇ માતા ભગવતીએ અષ્ટમીની તિથિ પર અડધી રાત્રે પ્રગટ થઇ બંને ભાઇઓને દર્શન દીધા. ભગવાન રામનાં તમામ અવાતરની પ્રશંસા કરી માતા દુર્ગાએ તેમને રાવણ પર વિજય મેળવી પૃથ્વી પર 11 હજાર વર્ષો સુધી શાસન કરવાનાં આશીર્વાદ આપ્યાં. કથા અનુસાર, આ બાદ જ ભગવાન રામ અને રાવણ વચ્ચે યુદ્ધ ચાલ્યું. અને વિજયા દશમીનાં જીત હાંસેલ કરી. સીતા માતાને સકુશળ લઇને અયોધ્યા લઇને આવ્યાં. જ્યાં પરત આવી તેમણે રાજપાઠ સંભાળ્યો.
  Published by:Margi Pandya
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन