Home /News /dharm-bhakti /Navratri 1st Day: નવરાત્રીના પ્રથમ દિવસે જાણો મા શૈલપુત્રીની પૂજાવિધિ, પ્રસાદ, મંત્ર અને આરતી વિશે માહિતી

Navratri 1st Day: નવરાત્રીના પ્રથમ દિવસે જાણો મા શૈલપુત્રીની પૂજાવિધિ, પ્રસાદ, મંત્ર અને આરતી વિશે માહિતી

નવરાત્રીની શુભકામનાઓ

Navratri Pooja: શૈલપુત્રી નંદી નામના વૃષભ પર સવારી કરે છે અને તેના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ ધરાવે છે. મા શૈલપુત્રીના ચરણોમાં ગાયનું ઘી અર્પણ કરવાથી ભક્તોને આરોગ્ય અને દીર્ઘાયુ મળે છે

  Navaratri 2022: નવરાત્રીના પહેલા દિવસે મા દુર્ગાના પ્રથમ સ્વરૂપ શૈલપુત્રી(Maa Shailputri)ની સ્થાપન પછી પૂજન અર્ચન અને સ્તુતિ કરવામાં આવે છે. શૈલનો અર્થ હિમાલય થાય છે અને હિમાલયમાં તેમના જન્મને કારણે તેમને શૈલપુત્રી કહેવામાં આવે છે. તેમને પાર્વતીના રૂપમાં ભગવાન શંકરની પત્ની તરીકે પણ ઓળખવામાં આવે છે. વૃષભ (બળદ) તેમનું વાહન હોવાને કારણે તેઓ વૃષભારુધા તરીકે પણ ઓળખાય છે. તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ ધારણ કર્યું છે.

  મા દુર્ગા સપ્તશતીના દેવી કવચ સ્તોત્રમાં નવદુર્ગાના નામ અનુક્રમે નીચેના શ્લોકોમાં આપવામાં આવ્યા છે.

  प्रथमं शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी।

  तृतीयं चन्द्रघण्टेति कूष्माण्डेति चतुर्थकम् ।।

  पंचमं स्कन्दमातेति षष्ठं कात्यायनीति च।

  सप्तमं कालरात्रीति महागौरीति चाष्टमम् ।।

  नवमं सिद्धिदात्री च नवदुर्गा: प्रकीर्तिता:।

  उक्तान्येतानि नामानि ब्रह्मणैव महात्मना ।।

  મા શૈલપુત્રીનો મંત્ર

  वन्दे वांछितलाभाय, चंद्रार्धकृतशेखराम्।

  वृषारूढ़ां शूलधरां, शैलपुत्रीं यशस्विनीम् ॥

  અર્થાત્ પોતાના મસ્તક પર અર્ધચંદ્ર ધારણ કરનારી, વૃષભ પર સવારી કરનાર માતા શૈલપુત્રીને હું વંદન કરું છું.

  મંત્ર જાપ -

  या देवी सर्वभूतेषु मां शैलपुत्री रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः

  મા શૈલપુત્રીનું સ્વરૂપ:

  શૈલ હિમાલયના ઘરે માતા આદિ શક્તિનો જન્મ થયો હતો, તેથી જ તેમનું નામ શૈલપુત્રી રાખવામાં આવ્યું હતું. શૈલપુત્રી નંદી નામના વૃષભ પર સવારી કરે છે અને તેના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ ધરાવે છે.

  મા શૈલપુત્રી માટે ભોગ-પ્રસાદ :

  મા શૈલપુત્રીના ચરણોમાં ગાયનું ઘી અર્પણ કરવાથી ભક્તોને આરોગ્ય અને દીર્ઘાયુ મળે છે અને તેમનું મન અને શરીર બંને સ્વસ્થ રહે છે.આ સાથે ગાયના ઘીનો અખંડ દીપ પણ પ્રગટાવવામાં આવે છે.

  મા શૈલપુત્રીના આશીર્વાદ:

  માતા શૈલ પુત્રીના આશીર્વાદથી વિચારોમાં ગંભીરતા આવે છે અને તમામ પ્રકારના રોગ દૂર થાય છે, દીર્ઘાયુ મળે છે. સાધકનો આત્મવિશ્વાસ પણ જાગૃત થાય છે.

  મા શૈલપુત્રીની આરતી

  શૈલપુત્રીમાં વૃષભ તારો અસવાર, કરે દેવતા જય જય કાર |

  શિવ શંકરની પ્રિય ભવાની, તારી મહિમા કોઈએ ન જાણી |

  પાર્વતી તું ઉમા કહેવાય, જો તને સમરે તે સુખી થાય |

  રિદ્ધિ સિદ્ધિ મા અપરંપાર, જો કરે તું દયા તો તે થાય ધનવાન |

  સોમવારે શિવસંગ પ્યારી, આરતી જેણે ઉતારી તારી |

  તેની આશા પુરણ થાય, દુઃખ દારિદ્ર તેના જાય |

  ઘીનો દીવો કરી લગાવે ભોગ, તેના પૂરા થાય મનોરથ |

  શ્રદ્ધાથી જપે તારું નામ, અંધારે અજવાળે મા તું થાય સહાય |

  પ્રેમ સહિત નમાવે શિશ, તે ઘરે ન આવે યમ કેરી રીશ |

  જય ગિરિરાજ કિશોરી અંબે, શિવ મુખ ચંદ્ર ચકોરી અંબે |

  મનો કામના પૂરણ થાય. સુખ સંપત્તિ ઘર તેના સોહાય |
  Published by:Margi Pandya
  First published:

  Tags: Navratri 2022

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन