Durga Ashtami: શારદીય નવરાત્રીના આઠમા દિવસે એટલે અષ્ટમીના દિવસે માતારાણીની ખાસ પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતા મહાગૌરીની પૂજા થાય છે. સાચા મનથી દેવી ગૌરીની પૂજા-અર્ચના કરવાથી બધી મનોકામના પુરી થાય છે અને જીવનમાં સુખ આવે છે. આ દિવસે કેટલાક ઉપાય કરવાથી મનોકામના પુરી થાય છે.
ધર્મ ડેસ્ક: આ વર્ષે ત્રણ ઓક્ટોબરે શારદીય નવરાત્રીની આઠમની તિથિ છે. નવરાત્રીમાં મા દુર્ગાના નવ રૂપોની પૂજા ખુબ ખાસ માનવામાં આવે છે. આઠમના દિવસે મા દુર્ગાના આઠમા રૂપ મહાગૌરીનું પૂજન કરવામાં આવે છે. મા મહાગૌરીને માતા પાર્વતીનું રુપ માનવામાં આવે છે. માન્યતા છે કે આઠમના દિવસે સાચા મનથી દેવી ગૌરીની પૂજા-અર્ચના કરવાથી બધી મનોકામના પુરી થાય છે અને જીવનમાં સુખ આવે છે. માતારાણીના આ રૂપની પુરા વિધિ વિધાન સાથે પૂજા કરવાથી બગડેલા બધા કામ બની જાય છે. બીમારીઓ માંથી મુક્તિ મળે છે અને આખો પરિવાર નિરોગી જીવન જીવે છે. આ દિવસે કેટલાક ઉપાય કરવાથી મનોકામના પુરી થાય છે, આઓ જાણીએ...
● આઠમના દિવસે માતારાણીને લાલ ચૂંદડીમાં સિક્કા અને પતાશા રાખી ચઢાવવું જોઈએ આનાથી માતા બધી ઈચ્છા પુરી કરે છે.
● આ દિવસે કન્યા પૂજન કરવામાં આવે છે. કન્યાને માતાનું રૂપ માનવામાં આવે છે, આ દિવસે 9 કન્યાઓને એમના પસંદનું ભોજન જમાડી એમની જરૂરિયાતની કોઈ લાલ વસ્તુ ભેટમાં આપો. આનાથી તમારા પર માની કૃપા હંમેશા રહેશે.
● તુલસીના છોડ પાછળ નવ દિવસ દીપ પ્રગટાવો. ત્યાર પછી પરિક્રમા પણ કરવી જોઈએ. માન્યતા છે નવરાત્રીની આઠમની તિથિના દિવસે આવું કરવાથી તમામ રોગ-દોષનો નાસ થાય છે.
● મહાષ્ટમીના દિવસે મા દુર્ગાને લવિંગ અને લાલ રંગના ફૂલની માળા અર્પિત કરો. આ કરવાથી દેવી બધા કષ્ટો દૂર કરશે.
નવરાત્રીના દિવસોમાં દુર્ગા પૂજાના પંડાલમાં પૂજા સમયે પુષ્પાંજલિનું વિશેષ મહત્વ હોય છે. પુષ્પાંજલિ મંત્રથી ભક્ત માતા દુર્ગા પાસે પોતાની ભૂલોની માફી માંગે છે. માન્યતા છે કે અષ્ટમી પુષ્પાંજલિ મંત્રથી માતા દુર્ગા પ્રસન્ન થઇ ભક્તોને આશીર્વાદ આપે છે. માતા દુર્ગાની કૃપા પરિવાર પર બની રહે છે. ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે.
Published by:Damini Damini
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર