Home /News /dharm-bhakti /Navratri 2022: શું તમને પણ સપનામાં દેખાઇ રહી છે દેવી દુર્ગા? જાણો સ્વપ્ન શાસ્ત્ર અનુસાર તેનો શું છે અર્થ

Navratri 2022: શું તમને પણ સપનામાં દેખાઇ રહી છે દેવી દુર્ગા? જાણો સ્વપ્ન શાસ્ત્ર અનુસાર તેનો શું છે અર્થ

નવરાત્રી 2022

Navratri 2022: જે દંપતિને લાંબા સમયથી સંતાન નથી થઈ રહ્યું અને તેમને સપનામાં માતા ભગવતીના દર્શન થાય છે તો તે સંકેત છે કે તેમને જલ્દી સંતાન પ્રાપ્તિ થશે. પરંતુ માતા દુર્ગાને સ્વપ્નમાં દુઃખી જોવી કે તેમને કાળા-સફેદ કપડામાં જોવી અશુભ સંકેત છે.

વધુ જુઓ ...
    ધર્મભક્તિ ડેસ્ક: સ્વપ્ન (Dreams) જોવું એ સામાન્ય બાબત છે. આપણે બધા આપણા દૈનિક જીવનમાં વિવિધ પ્રકારના સપના જોતા હોઈએ છીએ. સ્વપ્નશાસ્ત્રમાં લખ્યું છે કે સપના આપણને આવનારા ભવિષ્ય (Future)નો સંકેત આપે છે અને તેની પાછળ કેટલાક અર્થ છુપાયેલા હોય છે. ઘણી વખત આપણે આપણા સપનામાં દેવી-દેવતાઓનાં દર્શન કરીએ છીએ. ઘણા લોકો સપનામાં ભગવાનને જોઈને ડરી જતા હોય છે, પરંતુ સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, અન્ય સપનાઓની જેમ આ સપના પણ આપણને આપણા ભવિષ્યની સારી અને ખરાબ ઘટનાઓ વિશે ચેતવણી આપે છે. 26 સપ્ટેમ્બરથી નવરાત્રી શરૂ થઈ રહી છે. આ સમય દરમિયાન માં દુર્ગાને સ્વપ્ન (Dreaming Maa Durga)માં જોવાનો શું અર્થ થાય છે? આવો જાણીએ ભોપાલમાં રહેતા જ્યોતિષી અને પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા પાસેથી.

    - હિન્દુ સંસ્કૃતિમાં આપણે દેવી માતાના અનેક રૂપોમાં પૂજા કરીએ છીએ. જુદી જુદી ઇચ્છાઓ માટે વિવિધ દેવીઓ પાસેથી આશીર્વાદ મેળવીએ છીએ. આવી સ્થિતિમાં જો તમે સપનામાં માતાના દર્શન કરો છો તો તે તમારા માટે શુભ સંકેત છે. આ સ્વપ્નનો અર્થ એ છે કે તમારું જીવન ભવિષ્યમાં ખુશીથી પસાર થશે અને કોઈ મોટા શુભ કાર્ય તમે કરી શકો છો અને તમને કોઈ શુભ સમાચાર મળવાના છે, જે તમારા જીવનમાં પરિવર્તન લાવશે.

    - જો તમારા સપનામાં તમે માતા દુર્ગાને વારંવાર લાલ વસ્ત્રોમાં જોઈ રહ્યા છો, તો તે સંકેત છે કે તમારા આવનારા સમયમાં કંઈક સારું થવાનું છે. માતા દુર્ગાને સપનામાં હસતા જોવા પણ શુભ માનવામાં આવે છે. અવિવાહિત છોકરો કે છોકરી સપનામાં માતા દુર્ગાને જુએ છે, તો તે સંકેત છે કે તેના લગ્ન ટૂંક સમયમાં જ થઈ જશે.

    - જે દંપતિને લાંબા સમયથી સંતાન નથી થઈ રહ્યું અને તેમને સપનામાં માતા ભગવતીના દર્શન થાય છે તો તે સંકેત છે કે તેમને જલ્દી સંતાન પ્રાપ્તિ થશે. પરંતુ માતા દુર્ગાને સ્વપ્નમાં દુઃખી જોવી કે તેમને કાળા-સફેદ કપડામાં જોવી અશુભ સંકેત છે.

    - જો કોઈ સપનામાં માતા પાર્વતીને જુએ છે, તો તે તેના માટે શુભ સંકેત છે. આ સ્વપ્નનો અર્થ એ છે કે તમને ટૂંક સમયમાં જ નવી ઊંચાઈઓને સ્પર્શવાનો મોકો મળશે. તમારી સફળતાના દ્વાર ખુલવાના છે. જે પણ કામ હાથમાં લેશો તે ચોક્કસ પૂર્ણ થશે.
    First published:

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन