Home /News /dharm-bhakti /Navratri 2nd Day 2022: નવરાત્રીનાં બીજા દિવસે થશે મા બ્રહ્મચારિણીની પૂજા, જાણો શુભ રંગ, પ્રિય ભોગ અને વ્રત કથા

Navratri 2nd Day 2022: નવરાત્રીનાં બીજા દિવસે થશે મા બ્રહ્મચારિણીની પૂજા, જાણો શુભ રંગ, પ્રિય ભોગ અને વ્રત કથા

મા બહ્રમાચારિણી પૂજા

Maa Brahamcharini Puja: નવરાત્રીનાં બીજા દિવસે મા દુર્ગાનાં બ્રહ્મચારિણી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે વિધિ-વિધાનથી પૂજા ઉફાસના કરવાંથી વ્રત કથા આદીથી માની કૃપા પ્રાપ્ત થાય છે.

    Navratri 2nd Day Puja: હિન્દૂ ધર્મમાં નવરાત્રી ખૂબ જ ધામધુમથી ઉજવાતો તહેવાર છે. 9 દિવસ મા દુર્ગાનાં 9 અલગ અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીનાં બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે પૂજા બાદ વ્રત કથા મંત્ર આરતી કરીને મા દુર્ગાને પ્રસન્ન કરવામાં આવે છે અને તે તેમની કૃપા ભક્તો પર વરસાવે છે. 27 સપ્ટેમ્બરનાં મા દુર્ગાનાં બ્રહ્મચારિણી રૂપની પૂજા કરવામાં આવે છે. જ્યોતિષ અનુસાર માતા બ્રહ્મચારિણીની આરાધનાથી વ્યક્તિમાં તપ, શક્તિ, ત્યાગ, સદાચાર, સંયમ અને વૈરાગ્યમાં વૃદ્ધિ થાય છે આ સાથે જ તે શત્રુઓ પર પરાજિત કરવામાં સફળ રહે છે. આવો જાણીયે બ્રહ્મચારિણીનાં શુભ રંગ અને કથા વિશે.

    મા બ્રહ્માચારિણી વ્રત કથા- મા બ્રહ્મચારિણી ગત જન્મે પર્વતરાજ હિમાલયની પુત્રી હતી. ભગવાન શિવને પતિ સ્વરૂપે પામવા માટે બ્રહ્મચારિણીએ કઠોર તપસ્યા કરી હતી. પૌરાણિક કથાઓ અનુસાર મા બ્રહ્મચારિણીએ એક હજાર વર્ષ સુધઈ ફળ ફુલ ખાઇ અને જમીન પર રહીને શાક પર નિર્વાહ કર્યુ હતું અને બાદમાં કઠિન વ્રત રાખી ખુલ્લા આકાશ નીચે તડકા અને વરસાદ સહન કર્યો હતો.

    શાસ્ત્રો અનુસાર માએ આ દરમિયાન તુટેલાં બિલ્વ પત્ર ખાઇ અને ભગવાન શિવી સતત આરાધના કરી હતી. માતાની આ કઠોર તપસ્યાથી ભોલેનાથ પ્રસન્ન ન થયા તો તેમણે બિલ્વ પત્ર ખાવાનાં પણ છોડી દીધા હતાં. માએ પત્તા ખાવનો છોડી દેતા તેમનું નામ અપર્ણા પાડવામાં આવ્યું હતું. મા બ્રહ્મચારિણીએ ઘણાં હજારો વર્ષો સુધી નિર્જળ અને નિરાહાર રહી તપસ્યા કરી હતી. આ દરમિયાન તે ઘણાં કમજોર થઇ ગયા હતાં. માતાની આ કઠિન તપસ્યા કરતાં જોઇ તમામ દેવતા, ઋષિ, સિદ્ધગણ, મુનિ આદીએ તેમનાં વખાણ કર્યા હતાં અને તેમને મનોકામના પૂર્તિના આશીર્વાદ આપ્યાં હતાં.

    શ્લોક-


    दधाना करपद्माभ्यामक्षमालाकमण्डलु| देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा ||

    ધ્યાન મંત્ર-


    वन्दे वांछित लाभायचन्द्रार्घकृतशेखराम्।
    जपमालाकमण्डलु धराब्रह्मचारिणी शुभाम्॥


    મા બ્રહ્મચારિણીની પ્રિય વસ્તુ-


    જાસુદ અને કમળના સફેદ અને સુગંધિત ફૂલો માતા બ્રહ્મચારિણીને ખૂબ પ્રિય છે. આવી સ્થિતિમાં નવરાત્રિના બીજા દિવસે તેમને તેમના મનપસંદ ફૂલ ચઢાવો. કૃપા કરીને જણાવો કે સફેદ રંગ માતા બ્રહ્મચારિણીને ખૂબ જ પ્રિય છે.

    મા બ્રહ્મચારિણીને પ્રિય ભોગ-


    બીજા દિવસે મા દુર્ગાને સાકર અર્પણ કરો. તે દીર્ઘાયુષ્યના આશીર્વાદ આપે છે. એટલું જ નહીં, દૂધ અથવા દૂધમાંથી બનેલી વસ્તુઓ પણ ચઢાવી શકાય છે.(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણખારીને આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ કરતું નથી.)
    Published by:Margi Pandya
    First published:

    Tags: Navratri 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन